Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના નદીસર ગામે પ્રેમિકાને પામવા યુવક મોબાઈલ ટાવર પર ચઢ્યો:હાથ પર બ્લેડ વડે ઘા માર્યા, પાંચ કલાક હાઈવોલ્ટેજ ડ્રામા બાદ પોલીસે મામલો થાળે પાડ્યો

    1 सप्ताह पहले

    ગોધરા તાલુકાના નદીસર ગામે એક યુવક પ્રેમિકાને પામવાની જીદ સાથે મોબાઈલ ટાવર પર ચઢી ગયો હતો. તોડાના મુવાડા ગામના ધનરાજભાઈ મકવાણા નામના આ યુવકે ટાવર પર પાંચ કલાક સુધી હાઈવોલ્ટેજ ડ્રામા સર્જ્યો હતો. ટાવર પર ચઢ્યા બાદ યુવકે પોતાના હાથ પર બ્લેડ વડે ઘા મારી ઇજાઓ પહોંચાડી હતી. તેણે આ ઘટનાની રીલ પણ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. યુવક ટાવર પર ચઢ્યો હોવાની જાણ થતાં જ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. સ્થાનિકો અને પરિચિતોએ તેને નીચે ઉતારવા માટે સમજાવટના ઘણા પ્રયાસો કર્યા હતા, પરંતુ યુવક પોતાની જીદ પર અડગ રહ્યો હતો. મામલાની ગંભીરતા જોઈને કાકણપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પીઆઈ એમ.કે. ગુર્જર અને તેમની ટીમે ભારે સમજાવટ બાદ યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો. પોલીસે યુવકના જરૂરી નિવેદન લઈ અટકાયતી પગલાં લેવા માટેની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    32 સંસ્થાઓને નોટિસ:રાજકોટ મનપા દ્વારા જાણીતી શાળાઓ, વેપારીઓની અનધિકૃત જાહેરાતો સામે લાલઆંખ, રાજકીય બેનરો સામે આંખ આડા કાન !
    Next Article
    અમદાવાદ એરપોર્ટ પરથી 45થી 50 કરોડના હેરોઇન સાથે એક ઝડપાયો:મહિલાએ મલેશિયામાં જથ્થો આપ્યો હતો અને તે કેરાલાનો વતની હોવાનો ઘટસ્ફોટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment