Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં સાસુ-જમાઈના આડાસંબંધનો કરૂણ અંજામ:દીકરીએ છૂટાછેડા લેતા અન્ય સાથે લગ્ન કરી લેતા ઝઘડો ઉગ્ર બન્યો, અતુલ રેલવે સ્ટેશન પાસે વાડીમાં હાથ-પગ બાંધેલી વૃદ્ધાની લાશનો ભેદ ઉકેલાયો

    1 सप्ताह पहले

    વલસાડમાં ચકચારી મર્ડર કેસનો ભેદ ઉકેલાયો છે. અતુલ રેલવે સ્ટેશન નજીક આવેલી વાડીમાંથી હાથ-પગ બાંધેલી હાલતમાં વૃદ્ધાની સડેલી લાશ મળવાના ગુનાનો વલસાડ પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. આ હત્યા પાછળ સાસુ અને જમાઈ વચ્ચેના આડા સંબંધો તેમજ કૌટુંબિક કલેશ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. વલસાડ LCB અને સ્થાનિક પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 24 કલાકમાં જ આરોપી જમાઈની ધરપકડ કરી લીધી છે. અવાવરુ વાડીમાંથી લાશ મળી આવી હતી અતુલ સ્ટેશન પાસે આવેલી એક વાડીમાંથી પસાર થતા સ્થાનિક લોકોને દુર્ગંધ આવતા તેમણે તપાસ કરી હતી. આ દરમિયાન એક વૃદ્ધાની લાશ અત્યંત વિકૃત અને સડી ગયેલી હાલતમાં મળી આવી હતી. મૃતકના હાથ અને પગ દોરડા વડે બાંધેલા હતા. ઘટનાની જાણ થતાં જ વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સોશિયલ મીડિયાની મદદથી થઈ ઓળખ ઘટનાની ગંભીરતાને જોતા વલસાડ રૂરલ PI એસ.એન. ગડ્ડુએ સોશિયલ મીડિયા અને સ્થાનિક ગ્રુપોમાં મૃતકના ફોટા તેમજ વિગતો મોકલી ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ટૂંક સમયમાં જ મૃતકની ઓળખ 60 વર્ષીય માયાદેવી પીતાંબર રાવત તરીકે થઈ હતી. તેઓ હરિયા વિસ્તારમાં આવેલા મહેશ પાર્ક, બચ્ચાભાઈની ચાલીમાં રહેતા હતા અને અતુલ કંપનીમાં મજૂરી કામ કરતા હતા. અનૈતિક સંબંધો અને બીજા લગ્નની અદાવત પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક સાસુ માયાદેવી અને તેના જમાઈ વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. આ અનૈતિક સંબંધોની જાણ થતાં દીકરીએ પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા. છૂટાછેડા બાદ જમાઈએ અન્ય યુવતી સાથે બીજા લગ્ન કરી લીધા હતા. જમાઈના બીજા લગ્ન થતાં જ સાસુ અને જમાઈ વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડાઓ થવા લાગ્યા હતા. આ અદાવતમાં જમાઈએ સાસુની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. તે સાસુને અતુલ સ્ટેશન નજીક અવાવરુ વાડીમાં લઈ ગયો હતો અને ત્યાં હાથ-પગ બાંધીને હત્યા નિપજાવી હતી. LCBએ 24 કલાકમાં આરોપીને દબોચ્યો હત્યા બાદ લાશ સડી જાય અને પુરાવાનો નાશ થાય તે હેતુથી આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. વલસાડ LCB અને રૂરલ પોલીસની ટીમે સીસીટીવી ફૂટેજ, મોબાઈલ લોકેશન અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરીને હત્યારા જમાઈને ઘેરી લીધો હતો. લાશ મળ્યાના માત્ર 24 કલાકની અંદર જ તેની ધરપકડ કરવામાં આવી છે. વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પીએમ કરાવી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Amar Ujala Samwad 2026 LIVE: दिग्गजों के आने से रोशन 'संवाद',राजनीति से सिनेमा तक पर बातचीत
    Next Article
    'માારા મોત માટે પતિ કે પરિવાર જવાબદાર નથી':અમદાવાદમાં એપાર્ટેમેન્ટના 8માં માળેથી ઝંપલાવી મહિલાએ આત્મહત્યા કરી, સુસાઈડ નોટ મળી આવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment