Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના ધારાસભ્ય જ કથિત ભ્રષ્ટાચારથી પરેશાન:જૂનાગઢમાં ચાલતા રસ્તાના કામમાં અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલિભગતનો આક્ષેપ, કમિશનરને પત્ર લખી જવાબ માગ્યો

    1 सप्ताह पहले

    ​જૂનાગઢ મહાનગરપાલિકા ફરી એકવાર વિવાદોના વંટોળમાં સપડાઈ છે. સ્થાનિક સ્તરે ચાલતી લાપરવાહી, ઘોર બેદરકારી અને વ્યાપક ભ્રષ્ટાચારને લઈને આ વખતે કોઈ વિપક્ષે નહીં, પરંતુ ખુદ સત્તાધારી પક્ષ ભાજપના જ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ મોરચો માંડ્યો છે. ધારાસભ્ય દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને એક અત્યંત કડક શબ્દોમાં પત્ર લખવામાં આવ્યો છે, જેને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પત્રમાં ધારાસભ્યએ મનપાના ભ્રષ્ટાચાર અને અણઆવડતભર્યા વહીવટની આકરી ટીકા કરી છે, જેનાથી એવું પ્રતીત થાય છે કે જૂનાગઢ મનપા જાણે ગેરરીતિઓનું મુખ્ય કેન્દ્ર બની ગઈ છે. શહેરમાં ચાલતા વિકાસ કામને લઈ ભાજપના જ ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યો ​ધારાસભ્ય સંજય કોરડીયાએ કમિશનરને પાઠવેલા આ પત્રમાં મુખ્યત્વે જૂનાગઢ શહેરના બિસ્માર રોડ-રસ્તા અને તેની ધીમી ગતિએ ચાલતી કામગીરીને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આખા જૂનાગઢ શહેરમાં રસ્તાઓ બનાવવા માટે જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, તેની પાસે આટલું મોટું કામ કરવાની કોઈ ક્ષમતા, લાયકાત કે આવડત જ નથી. લાંબો સમય વીતી ગયો હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા એકપણ કામ વ્યવસ્થિત રીતે પૂરું કરવામાં આવ્યું નથી, જેને કારણે સમગ્ર શહેરમાં રોડ-રસ્તાની સ્થિતિ અત્યંત દયનીય અને બિસ્માર બની ગઈ છે. ત્યારે જુનાગઢ શહેરમાં ​શહેરમાં હાલ ચાલી રહેલી કામગીરીને લીધે સામાન્ય જનતા ભારે હાલાકીનો સામનો કરી રહી છે. ધારાસભ્યએ આક્રોશ વ્યક્ત કરતા લખ્યું છે કે જૂનાગઢના જુદા જુદા વોર્ડ અને વિસ્તારોમાં રસ્તાઓ ખોદીને બે-બે અને ત્રણ-ત્રણ મહિના સુધી ખાડાઓ એમનેમ જ પડ્યા રાખવામાં આવે છે. આટલું જ નહીં, અધૂરું કામ મૂકીને એજન્સી દ્વારા કામગીરી બંધ કરી દેવામાં આવે છે. સ્થાનિક વહીવટી તંત્ર અને અધિકારીઓ પણ કોન્ટ્રાક્ટરની આ લાપરવાહી સામે આંખ આડા કાન કરીને બેઠા છે અને તેમની પાસેથી નિયમ મુજબ કામ લેવાની તસદી સદ્ધાં લેતા નથી. અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલિભગતનો આક્ષેપ ​આ સમગ્ર મામલા પાછળ ધારાસભ્યએ મનપાના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચેની મિલીભગત હોવાનો ખુલ્લો આક્ષેપ કર્યો છે. પત્રમાં જણાવાયું છે કે, અધિકારીઓના ખરાબ ઈરાદા અને કથિત ભ્રષ્ટાચારને કારણે જ પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં જઈ રહ્યા છે અને સરકારી નાણાંનો વ્યાપક બગાડ થઈ રહ્યો છે. જો એજન્સી સમયસર અને આયોજનબદ્ધ રીતે કામ ન કરી શકતી હોય તો નિયમોનુસાર તેનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક અસરથી રદ કરવો જોઈએ અને આવી નબળી કામગીરી ચલાવી લેવી જોઈએ નહીં. ચોક્કસ નકશા વગર જ કામગીરી થતી હોવાનો આક્ષેપ ​પત્રમાં સૌથી મોટો ધડાકો કરોડો રૂપિયાના ટેન્ડરોમાં થયેલી ગેરરીતિઓને લઈને કરવામાં આવ્યો છે. સંજય કોરડીયાએ આક્ષેપ કર્યો છે કે, મનપા દ્વારા જે ટેન્ડરો જાહેર કરાયા તેમાં જરૂરી નકશાઓ અને અંદાજો એટલે કે પ્લાન એસ્ટીમેટ જાહેર કરવામાં આવ્યા નથી અને તેને જાણીજોઈને છુપાવવામાં આવ્યા છે. ચોક્કસ માપ સાઈઝ અને નકશા વિના કોઈ પણ કામ નિયમ મુજબ થાય જ કેવી રીતે અને નકશા વગર એજન્સીના કરોડો રૂપિયાના બિલ કઈ રીતે પાસ થઈ શકે તે અંગે તેમણે વહીવટી તંત્રની દાનત સામે મોટા સવાલો ઊભા કર્યા છે. આ ઉપરાંત નિયમ મુજબ કામના સ્થળે રોડની વિગતો, બજેટ અને એજન્સીના બોર્ડ પણ ક્યાંય લગાવવામાં આવ્યા નથી. કમિશનરને પત્ર લખી તાકીદે પગલાં લેવાની માગ કરી ​ધારાસભ્યએ પત્રમાં કમિશનરને તાકીદ કરી છે કે આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈને આ ભ્રષ્ટ એજન્સી અને તેમાં સંડોવાયેલા જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કડક કાનૂની પગલાં ભરવામાં આવે. આ પ્રશ્ન માત્ર તેમનો નથી પરંતુ તમામ વોર્ડના કોર્પોરેટરો પણ આ સમસ્યાથી પરેશાન છે. આ સમગ્ર મામલે ધારાસભ્ય સંજય કોરડીયાનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. હાલમાં ભાજપના જ ધારાસભ્યનો પોતાની જ સરકાર શાસિત મનપાના વહીવટ સામેનો આ પત્ર સોશિયલ મીડિયા અને જાહેર જનતામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. અગાઉ પણ સંજય કોરડીયા એ જુનાગઢ કલેક્ટરને પત્ર લખી જુનાગઢ વિધાનસભા મતવિસ્તારમાં કરવામાં આવતા વિકાસના કામોમાં ભયંકર ભ્રષ્ટાચાર આચાર્ય હોવાના અને અણઆવડત ભર્યા કામો કર્યાના ગંભીરાક્ષેપો કર્યા હતા તે સમયે પણ તંત્ર દ્વારા આ મામલે તપાસ કરશે તેવું જણાવ્યું હતું. પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં આવી નથી. એટલું જ નહીં જુનાગઢ તાલુકા પંચાયત હેઠળ આવતા ગામોમાં જે રીતે વિકાસના કામોમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું હતો, તે જ તલાટી મંત્રીઓ અને સેક્શન અધિકારીઓને જ તપાસ સોંપી અધિકારીઓ અને કર્મચારીઓએ આચરેલા કૌભાંડ પર પડદો નાખવામાં આવ્યો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો) ભાજપના જ ધારાસભ્યએ ભાજપ શાસિત મનપામાં ચાલતા વિકાસકામોને લઈ સવાલ ઉઠાવતા અમે કમિશનર, મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતું, સંપર્ક થઈ શક્યો નહતો.
    Click here to Read More
    Previous Article
    NEET કેસ, હવે લાતુરની કેમેસ્ટ્રી કોચિંગના ડાયરેક્ટરની ધરપકડ:CBIને ફોનમાં લીક થયેલ પેપર મળ્યું, સેન્ટર પર દરોડા પાડ્યા; અત્યાર સુધીમાં 10ની ધરપકડ
    Next Article
    જામનગરમાં 65% બ્રાસ ઉદ્યોગને અસર:આંતરરાષ્ટ્રીય તણાવથી નવા ઓર્ડર, સપ્લાય ચેઇન પ્રભાવિત થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment