Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અતુલ સ્ટેશન નજીક હાથ-પગ બાંધીને અજાણી મહિલાની લાશ ફેંકી દેવાઈ:બોડી ડીકંપોઝ થતાં દુર્ગંધ આવતાં ખબર પડી, સાડીના ફાંસાથી જીભ અને આંખો નીકળતાં હત્યાની આશંકા

    2 weeks ago

    વલસાડના અતુલ રેલવે સ્ટેશન નજીક ઘાસીયાવાડી ગામના ગરનાળા પાસે આવેલા ઇલેક્ટ્રિક સબ સ્ટેશનની પાછળથી એક અજાણી મહિલાનો કોહવાયેલો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આશરે 30થી 35 વર્ષની મહિલાના બંને હાથ અને પગ દોરડાથી ક્રૂરતાપૂર્વક બાંધેલા હતા. સાડીથી ફાંસો લગાવેલો હોવાથી જીભ અને આંખો નીકળી જતાં હત્યાની આશંકા સેવાઈ રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ મહિલાની અન્ય કોઈ સ્થળે હત્યા કરી, પુરાવાનો નાશ કરવાના ઈરાદે મૃતદેહ અહીં ફેંકી દેવાયો હોવાની આશંકા સેવાઈ રહી છે. વલસાડ રૂરલ પોલીસે અજાણ્યા હત્યારાઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સરપંચે ભીડ જોતા મામલો પ્રકાશમાં આવ્યો મળતી માહિતી મુજબ, હરીયા ગામના સરપંચ મહેશ મંગુ યાદવ બપોરે પોતાના કામ અર્થે મોટરસાઈકલ લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન આશરે 4 વાગ્યાના અરસામાં અતુલ રેલવે સ્ટેશનના ગરનાળા નજીક લોકોનું ટોળું એકઠું થયેલું જોવા મળ્યું હતું. તેમણે નજીક જઈને તપાસ કરતા રેલવેના ઇલેક્ટ્રિક સબ સ્ટેશનની પાછળથી તીવ્ર દુર્ગંધ સાથે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. સરપંચે તાત્કાલિક આ અંગે વલસાડ પોલીસ અને અતુલ લિમિટેડ કંપનીના સિક્યુરિટી સ્ટાફને જાણ કરી હતી. હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાની આશંકા ઘટનાની ગંભીરતા જોતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે મૃતક મહિલાએ લીલા રંગનું બ્લાઉઝ અને આછા લીલા રંગનો ચણીયો પહેરેલો હતો. મહિલાના બંને હાથ અને બંને પગ ઘૂંટણથી વાળીને દોરડાથી બાંધેલા હતા. હત્યારાઓએ મહિલાનું મોઢું સાડીથી ફાંસો આપીને બાંધ્યું હોવાને કારણે જીભ અને આંખના ડોળા બહાર નીકળી ગયા હતા. મૃતદેહ આશરે 2થી 3 દિવસ જૂનો હોવાથી સંપૂર્ણપણે ડી-કમ્પોઝ (કોહવાઈ) થઈ ગયો હતો અને તેના પર જીવાત પડી ગઈ હતી. મરણ જનાર મહિલાના માથા તેમજ મોઢાના ભાગે લોહી નીકળ્યાના નિશાન પણ મળી આવ્યા છે. પોલીસ દ્વારા વાલીવારસની શોધખોળ શરૂ પોલીસે અતુલ લિમિટેડના સિક્યુરિટી ઓફિસર ફિરોઝ શેખ અને સિક્યુરિટી ગાર્ડ લવકુશ ગૌતમની ઉપસ્થિતિમાં પંચનામું કરી મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો. લાશને પોસ્ટમોર્ટમ અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે આજુબાજુના વિસ્તારોમાં મહિલાની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે, પરંતુ નજીકના કોઈ ગામમાંથી હજુ સુધી કોઈ કડી મળી નથી. હાલમાં વલસાડ રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સોશિયલ મીડિયા પર મૃતકના ફોટા વાઈરલ કરી મહિલાની ઓળખ વિધિ અને વાલીવારસની શોધખોળ માટેના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં આપઘાતના ત્રણ બનાવ:રાજકોટની આર.કે યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં 19 વર્ષીય વિદ્યાર્થીનો ગળાફાંસો ખાઈ આપઘાત, ગર્ભવતી પરિણીતાએ જીવતર ટૂંકાવ્યું
    Next Article
    ફિલ્મી ઢબે અપહરણ કરી ખંડણી વસુલાઈ:લોન કંપની બંધ થતાં રોકાણકારે મિત્રો સાથે મળી યુવકને છરી બતાવી બંધક બનાવ્યો, પિતા પાસે ફોન કરાવી ઓનલાઈન 1.25 લાખ પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment