Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના ચંદ્રુમાણા ગામે અધિક માસ નિમિત્તે:શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ, નીતિનભાઈ શાસ્ત્રીએ વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવ્યું

    2 सप्ताह पहले

    પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે પવિત્ર અધિક માસ નિમિત્તે શ્રીમદ્ ભાગવત કથાનો રવિવારે પ્રારંભ થયો હતો. ગામ પુરાણી નીતિનભાઈ શાસ્ત્રી વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથાના પ્રારંભ પૂર્વે પોથીયાત્રાનું આયોજન કરાયું હતું. પોથી યજમાન અશ્વિનભાઈ શિવપ્રસાદ વ્યાસના નિવાસસ્થાનેથી ભક્તિભાવ અને ભજન કીર્તન સાથે પોથીયાત્રા પ્રસ્થાન થઈ કથા સ્થળે પહોંચી હતી. આ પહેલા પરિવાર દ્વારા પોથીનું પૂજન કરવામાં આવ્યું હતું. કથાના પ્રથમ દિવસે વક્તા નીતિનભાઈ શાસ્ત્રીએ વ્યાસપીઠ પરથી ભગવાન શ્રી નારાયણના વિવિધ અવતારોનું સ્મરણ અને કથન કરી કથાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે શ્રી દુધેશ્વર મહાદેવ ટ્રસ્ટના પ્રમુખ ભાનુભાઈ વ્યાસ, પ્રમોદભાઈ વ્યાસ, ભરતભાઈ રાવલ, અનિરુદ્ધભાઈ વ્યાસ, અશ્વિનભાઈ વ્યાસ, કિશોરભાઈ ઠાકર, રામાજી ઠાકોર, જયંતિભાઈ પટેલ, ગોવિંદભાઈ પંચાલ, બળદેવભાઈ દેસાઈ સહિત અનેક ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો કથાનો લાભ લેવા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન શ્રી દુધેશ્વર મહાદેવ ટ્રસ્ટ તથા સમસ્ત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું છે. આ કથાનું રસપાન દરરોજ બપોરે ૩.૩૦ થી ૫.૩૦ વાગ્યા સુધી ચંદ્રુમાણા ગામે થશે.
    Click here to Read More
    Previous Article
    આલિશાન બંગલોમાં ધમધમતી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ:બનાવટી દારુ બનાવવા કેમિકલનો ઉપયોગ કરતા, દારુ, બોટલ, સ્ટીકર સહિત 15 લાખનો મુદ્દામાલ મળી આવ્યો
    Next Article
    DC vs RR IPL 2026 LIVE Score: Lungi Ngidi picks Yashasvi Jaiswal for Delhi Capitals vs Rajasthan Royals

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment