Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં કાર લોનના નામે રૂ. 15 લાખની છેતરપિંડી:બોગસ દસ્તાવેજોથી હાઇપોથેકેશન દૂર કરી કાર ત્રીજા વ્યક્તિને વેચી મારી, પોલીસે એક યુવકને ઝડપ્યો

    1 day ago

    વલસાડ શહેરમાં કાર લોનના નામે આશરે રૂ. 15 લાખની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. એક યુવકે કો-ઓપરેટિવ બેંકમાંથી કાર ખરીદવા માટે લોન મેળવી હતી, પરંતુ માત્ર ત્રણથી ચાર હપ્તા ભર્યા બાદ હપ્તા ચૂકવવાનું બંધ કરી દીધું હતું. બેંકની જાણ બહાર બોગસ દસ્તાવેજોના આધારે કાર પરનું હાઇપોથેકેશન દૂર કરાવી કાર ત્રીજા વ્યક્તિને વેચી મારવાનો આરોપ છે. આ મામલે વલસાડ સિટી પોલીસે આરોપી યશ રતિલાલ પટેલની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વલસાડ તાલુકાના મેહ ગામના રહેવાસી યશ રતિલાલ પટેલે વર્ષ 2024 દરમિયાન એસ.પી.પી. કો-ઓપરેટિવ બેંકમાંથી આશરે રૂ. 15 લાખની કાર લોન મેળવી હતી. લોન મંજૂર થયા બાદ વાહનની આર.સી. બુક, ઇન્સ્યોરન્સ સહિતના જરૂરી દસ્તાવેજો બેંકમાં જમા કરાવવામાં આવ્યા હતા અને બેંકના હાઇપોથેકેશન હેઠળ વાહન નોંધાયું હતું. શરૂઆતમાં આરોપીએ ત્રણથી ચાર માસિક હપ્તા નિયમિત ભર્યા હતા, પરંતુ ત્યારબાદ અચાનક હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. બેંક દ્વારા લોનની બાકી રકમ અંગે વારંવાર નોટિસો પાઠવવામાં આવી હતી તેમજ આરોપીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો અને લોનની વસૂલાત પણ થઈ શકી નહોતી. આ દરમિયાન બેંકે આંતરિક તપાસ હાથ ધરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. તપાસમાં સામે આવ્યું કે, આરોપીએ બેંકની જાણ બહાર કાર ત્રીજા વ્યક્તિને વેચી દીધી હતી. વાહનનું વેચાણ સરળતાથી થઈ શકે તે માટે આર.ટી.ઓ. કચેરીમાં રજૂ કરાયેલા હાઇપોથેકેશન સંબંધિત બોગસ દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા. આ નકલી દસ્તાવેજોના આધારે વાહન પરથી બેંકની લોનની નોંધ દૂર કરાવી દેવામાં આવી હતી અને ત્યારબાદ કારનું વેચાણ કરવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં એસ.પી.પી. કો-ઓપરેટિવ બેંક દ્વારા વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપી યશ પટેલની ધરપકડ કરી છે અને હાલ તેના રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ શરૂ કરી છે. પોલીસનું માનવું છે કે, સમગ્ર છેતરપિંડી ખૂબ જ આયોજનબદ્ધ રીતે કરવામાં આવી છે. તેથી હવે તપાસનો વ્યાપ વધારી આરોપીએ આ જ મોડસ ઓપરેન્ડી અપનાવી અન્ય કોઈ બેંક અથવા ફાઇનાન્સ કંપની સાથે પણ છેતરપિંડી કરી છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી રહી છે. ઉપરાંત બોગસ દસ્તાવેજો તૈયાર કરવામાં કોઈ અન્ય વ્યક્તિ, એજન્ટ, દસ્તાવેજ લેખક અથવા બેંકનો કોઈ કર્મચારી સંડોવાયેલો છે કે નહીં તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે. આ ઘટનાએ બેંકિંગ વ્યવસ્થામાં દસ્તાવેજોની સુરક્ષા અને હાઇપોથેકેશન પ્રક્રિયાની વિશ્વસનીયતા અંગે પણ અનેક સવાલો ઉભા કર્યા છે. પોલીસનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર કાવતરામાં સંડોવાયેલા અન્ય લોકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    કુકસવાડામાં કૂવામાં ખાબકેલી સિંહણનું સફળ રેસ્ક્યૂ કરાયું.:​માળિયાહાટીનાના કુકસવાડામાં કૂવામાં પડેલી સિંહણનું સુરક્ષિત રેસ્ક્યૂ: સીમર ખાતે સારવાર બાદ કુદરતી નિવાસસ્થાનમાં મુક્ત કરાઈ.
    Next Article
    પુલવામાના ઓવૈસ બલ્ગેરિયામાં MMA ચેમ્પિયન બન્યા:પરિવાર ચલાવવા કેટરિંગ કર્યું, સફરજન તોડ્યા; હવે પોતાની એકેડમી ખોલીને યુવાનોને ટ્રેનિંગ આપી રહ્યા છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment