Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકામાં ગોમતી નદીમાં સ્નાન કરતા રાજકોટના ભાઈઓ ડૂબ્યા:એક યુવાનનો બચાવ અન્ય એક ગુમ, રેસ્ક્યુ ટીમ દ્વારા શોધખોળ શરૂ

    2 weeks ago

    દ્વારકામાં અધિક માસના પ્રથમ દિવસે ગોમતી નદીમાં સ્નાન કરતી વખતે બે ભાઈઓ ડૂબી ગયા હતા. આ ઘટનામાં એક ભાઈનો બચાવ થયો છે, જ્યારે રાજકોટનો 21 વર્ષીય યુવાન લાપતા છે જેની શોધખોળ રેકયું ટીમ દ્વારા હાથ ધરાઈ છે. એક જ પરિવારના બે ભાઈઓ ડૂબ્યા આજથી પવિત્ર અધિક માસનો પ્રારંભ થયો છે, જેના કારણે ગોમતીઘાટ પર વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી. સ્નાન દરમિયાન એક જ પરિવારના બે યુવાન ભાઈઓ અચાનક નદીના ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. આસપાસના લોકોએ તેમને ડૂબતા જોઈ બૂમો પાડતા કાંઠા પર અફરાતફરી મચી ગઈ હતી. 21 વર્ષીય યુવાન નદીના પ્રવાહમાં હજુ પણ લાપતા સ્થાનિક લોકોની મદદથી એક યુવાનને આબાદ બચાવી લેવામાં આવ્યો હતો. અને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, બીજો 21 વર્ષીય યુવાન નદીના પ્રવાહમાં લાપતા બન્યો હતો. જેની શોધખોળ માટે રેસ્ક્યુ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે સમગ્ર યાત્રાધામમાં શોકનો માહોલ છવાયો પ્રાથમિક વિગતો અનુસાર, લાપતા બનેલો યુવાન રાજકોટનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાના પગલે સમગ્ર સમગ્ર યાત્રાધામમાં શોકનો માહોલ છવાયો છે અને અન્ય દર્શનાર્થીઓને સાવચેતીની રાખવા અંગેની સૂચના આપવામાં આવી છે. નદીમાં સ્નાન કરતી વખતે સૂચનાઓનું પાલન કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ પણ વાંચો ઘોઘંબાના જીંજરી ડેમમાં ડૂબી જવાથી બે યુવકના મોત ઘોઘંબાના જીંજરી ડેમમાં ડૂબી જવાથી બે યુવકના મોત:પશુ ચરાવતી વખતે કોઈ કારણસર એકનો પગ લપસ્યો, બીજો બચાવવા જતાં એ પણ પાણીમાં ગરકાવ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાંથી ગત 16મી મેના રોજ એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. તાલુકાના જીંજરી ગામમાં આવેલા જીંજરી ડેમમાં એક જ ફળિયાના બે મિત્રના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. એક મિત્રને પાણીમાં ડૂબતો બચાવવા જતાં બીજો મિત્ર પણ કાળનો કોળિયો બની ગયો હતો. આ અકસ્માતની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ગમગીની છવાઈ ગઈ છે. મૃતક યુવાનોની વિગત યોગેશ પુનાભાઈ રાઠવા (ઉંમર: 20 વર્ષ) અશોક હિમજીભાઈ રાઠવા (ઉંમર: 21 વર્ષ) બંને રહે સુરખેડ ફળિયું, જીંજરી ગામ, ઘોઘંબા મળતી માહિતી મુજબ, ઘોઘંબા તાલુકાના જીંજરી ગામના સુરખેડ ફળિયામાં રહેતા 20 વર્ષીય યોગેશ પુનાભાઈ રાઠવા અને 21 વર્ષીય અશોક હિમજીભાઈ રાઠવા સોમવારે મોડી સાંજના સમયે ડેમ નજીક આવેલા પોતાના ખેતર પાસે પશુ ચરાવવા માટે ગયા હતા. (વાંચો સંપૂર્ણ અહેવાલ) આ પણ વાંચો માંડવી, ધ્રાંગધ્રા અને શામળાજીમાં ડૂબી જવાથી 8ના મોત 12/5/26ના રોજ સુરતના માંડવી તાલુકા, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકા અને અરવલ્લીના શામળાજીમાં પાણીમાં ડૂબી જવાથી 8 લોકોના મોતની ત્રણ હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. માંડવીના કાકરાપાર ડેમમાં ડૂબી જવાથી એક જ પરિવારના 4 પિતરાઈ ભાઈના મોત થયા હતા, જ્યારે ધ્રાંગધ્રાના ગાજણવાવના તળાવમાં ડૂબી જતાં અમદાવાદના એક સગીર અને એક યુવકનું મોત થયું હતું. તો શામળાજીના મેશ્વો ડેમના બાઇક સાથે બે યુવક ડૂબી જતાં મોત થયા હતા.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
    Click here to Read More
    Previous Article
    તમિલનાડુના CM વિજયને મળ્યા કમલ હાસન, 6 માંગણીઓ કરી:કમલે કહ્યું- સરકારી OTT પ્લેટફોર્મ લોન્ચ કરો, પાયરસી રોકવા માટે મજબૂત સિસ્ટમ બનાવો
    Next Article
    પંચમહાલ પોલીસે બે વોન્ટેડ આરોપીઓને ઝડપ્યા:LCB અને SOGએ રાઇફલ-ઘરફોડ ચોરી અને જુગારના ગુનામાં કાર્યવાહી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment