Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાઓને માહિતી આપતા ૪૦ ઝડપાયા:સરકારી અધિકારીઓની રેકી કરી વોટ્સએપથી રેડની માહિતી આપતા હતા

    2 सप्ताह पहले

    સુરેન્દ્રનગર પોલીસે ભૂમાફિયાઓને સરકારી અધિકારીઓની ગુપ્ત માહિતી પૂરી પાડવાના આરોપસર ૪૦ થી વધુ શખ્સોની ધરપકડ કરી છે. આ કાર્યવાહી મુળી, સાયલા અને થાન તાલુકાઓમાં કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ શખ્સો વોટ્સએપ ગ્રુપ બનાવીને ભૂમાફિયાઓને ગેરકાયદેસર ખનન સંબંધિત રેડ સહિતની ગુપ્ત માહિતી આપતા હતા. તેઓ સરકારી અધિકારીઓની રેકી કરીને તેમની ગતિવિધિઓ પર નજર રાખતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ શખ્સો ગેરકાયદેસર ખનનને પ્રોત્સાહન આપી રહ્યા હતા, જેના કારણે રાજ્ય સરકારને મોટા પાયે આર્થિક નુકસાન થતું હતું. પોલીસે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં સુરેન્દ્રનગરના ASP, લીંબડી અને ચોટીલાના DySP, તેમજ સાયલા, મુળી અને થાનના પીઆઈ અને પીએસઆઈ સહિતની પોલીસ ટીમ જોડાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    A bridge too far? India’s only ape species gets a helping hand, but needs bigger steps
    Next Article
    વલસાડમાં પશુ ક્રૂરતાનો પર્દાફાશ:ટ્રકમાં બે માળ બનાવી 112 બકરા બાંધ્યા, ₹30.50 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાનના 5 આરોપીઓ ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment