Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં પશુ ક્રૂરતાનો પર્દાફાશ:ટ્રકમાં બે માળ બનાવી 112 બકરા બાંધ્યા, ₹30.50 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાનના 5 આરોપીઓ ઝડપાયા

    2 weeks ago

    વલસાડ જિલ્લામાં પશુ ક્રૂરતાનો એક કિસ્સો સામે આવ્યો છે. વલસાડ રૂરલ પોલીસે સુરત-મુંબઈ નેશનલ હાઈવે નં. 48 પર યશવઈ બ્રિજ નજીકથી એક 16 વ્હીલર ટ્રક ઝડપી પાડી હતી. આ ટ્રકમાં 112 બકરાઓને અત્યંત દયનીય હાલતમાં ખીચોખીચ ભરવામાં આવ્યા હતા. પોલીસે ટ્રક અને બકરાઓ સહિત કુલ ₹30.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને રાજસ્થાનના પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. મોગરાવાડી વિસ્તારના વલ્લભભાઈ ઉર્ફે વિશાલભાઈ આહિર, જેઓ વર્ષ 2018થી એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિ તરીકે સેવા આપે છે, તેમણે શંકાસ્પદ ટ્રક જોઈને ‘112’ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. સુરત તરફથી મુંબઈ જતી RJ-02-GC-8626 નંબરની મરૂન કલરની ટાટા ટ્રકમાં ગેરકાયદેસર રીતે પશુઓ ભરાયા હોવાની માહિતી મળતા વલસાડ રૂરલ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. ટ્રકમાં બે માળ બનાવી 112 બકરાઓ બાંધ્યા હતા પોલીસે યશવઈ બ્રિજ નજીક ટ્રકને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રકની અંદરનું દ્રશ્ય ચોંકાવનારું હતું. પંચોની હાજરીમાં વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી સાથે તપાસ કરતાં જાણવા મળ્યું કે ટ્રકમાં લોખંડના પાતરા વડે ગેરકાયદેસર રીતે ડબલ ડેકર બનાવવામાં આવ્યો હતો. બંને માળમાં નાના-મોટા કુલ 112 બકરાઓને હલનચલન ન કરી શકે તેવી સ્થિતિમાં ઠાંસીને ભરવામાં આવ્યા હતા. પશુઓ માટે ખાવા માટે ઘાસચારો કે પીવા માટે પાણીની કોઈ વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી. અનેક બકરાઓ અસ્વસ્થ અને નબળી હાલતમાં જોવા મળ્યા હતા. બકરીઈદ નિમિત્તે મુંબઈ વેચવા જવાની કબૂલાત પકડાયેલા આરોપીઓએ પોલીસ પૂછપરછમાં કબૂલ્યું હતું કે તેઓ રાજસ્થાનના અલવર જિલ્લામાંથી બકરાઓ સસ્તા ભાવે ખરીદીને મુંબઈના દેવનાર માર્કેટમાં બકરીઈદ નિમિત્તે ઊંચા ભાવે વેચવા લઈ જઈ રહ્યા હતા. પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં ₹25 લાખની ટાટા 16 વ્હીલર ટ્રક અને ₹5.50 લાખના 112 બકરાઓનો સમાવેશ થાય છે, જેનો કુલ મુદ્દામાલ ₹30.50 લાખ થાય છે. પોલીસે રાજસ્થાનના પાંચ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓ તમામ આરોપીઓ રાજસ્થાનના અલવર જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો વલસાડ રૂરલ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 281, પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960 ની વિવિધ કલમો તેમજ સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. કેસની તપાસ એ.એસ.આઈ. સંજયભાઈ પાલને સોંપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાઓને માહિતી આપતા ૪૦ ઝડપાયા:સરકારી અધિકારીઓની રેકી કરી વોટ્સએપથી રેડની માહિતી આપતા હતા
    Next Article
    વડોદરામાં કાળઝાળ ગરમી વચ્ચે પગરખાં વિતરણ:સ્વામિનારાયણ વડતાલ ગાદી ટ્રસ્ટ અને લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા સેવા કાર્ય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment