Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘હું તેની ગર્લફ્રેન્ડ છું, લગ્ન કરવા છે’, અડધીરાતે હાઈવોલ્ટેજ ડ્રામા:શરીર સંબંધ બાંઘી લગ્નની ના પાડતા યુવતી યુવકના ઘરે પહોંચી ગઈ; દુષ્કર્મ-મારામારીની સામસામે ફરિયાદ

    2 weeks ago

    ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમસંબંધ અને લગ્નની બાબતને લઈને ભારે વિવાદ સર્જાયો છે, જેમાં બંને પક્ષો દ્વારા સામસામી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. એક તરફ પીડિત યુવતીએ યુવક સામે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા બાદ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી મારામારી કર્યાની ગંભીર ફરિયાદ નોંધાવી છે. તો બીજી તરફ, યુવકના પરિવારે પણ બંને બહેનો સામે તેમના ફ્લેટના પાર્કિંગમાં આવીને ઝઘડો, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પક્ષ-1: યુવતીની ફરિયાદ, એટ્રોસિટી અને દુષ્કર્મનો આક્ષેપ ભોગ બનનાર યુવતીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, વિરાજ ઝાલા (શરૂઆતમાં ચિરાગ ઝાલા તરીકે ઓળખ આપેલી) નામના શખસે ઇન્સ્ટાગ્રામ પર તેનો સંપર્ક કરીને મિત્રતા કેળવી હતી. આશરે 6 મહિના પહેલાં તેણે યુવતીને નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોલાવી હતી અને લગ્નની લાલચ આપી મૈત્રી કરાર કર્યા હતા. ત્યારબાદ અલગ-અલગ હોટેલોમાં લઈ જઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે, બાદમાં યુવકે લગ્ન કરવાની સાફ ના પાડી દેતાં યુવતી ગઈકાલે સાંજે આશરે 07:00 વાગ્યે કાળિયાબીડ વિસ્તારમાં આવેલા વિરાજ ઝાલાના ઘરે પહોંચી હતી. ત્યાં યુવકની માતા અને બહેન સાથે વાતચીત કરવા જતાં મામલો બિચક્યો હતો અને ઝઘડો થયો હતો. યુવતીનો આક્ષેપ છે કે, તેને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવી હતી અને તેની સાથે મારામારી કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે શખસ સામે એટ્રોસિટી એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પક્ષ-2: યુવકના પરિવારની ફરિયાદ, ઘરમાં ઘૂસી મારામારીનો આક્ષેપ બીજી તરફ, મૂળ ભરતનગર અને હાલ કાળિયાબીડ સ્થિત 'નક્ષત્ર ફ્લેટ'ના રૂમ નંબર 402 માં રહેતા અને વિરાજ ઝાલાના બહેન પ્રાપ્તિબેન ગોહિલે બે બહેનો સામે વળતી ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગત રાત્રિના સમયે તેઓ પોતાના પિયરે માતાને મળવા આવેલા હતા, ત્યારે ફ્લેટના સિક્યુરિટી ગાર્ડે આવીને જાણ કરી કે પાર્કિંગમાં બે યુવતીઓ તેમના ભાઈને ગાળો આપી રહી છે. જ્યારે ફરિયાદી મહિલા, તેમની માતા અને ભાઈ નીચે પહોંચ્યા અને ગાળો બોલવાનું કારણ પૂછ્યું, ત્યારે તેમાંથી એક યુવતીએ પોતાને વિરાજની ગર્લફ્રેન્ડ ગણાવી લગ્ન કરવાની જીદ કરી હતી. ફરિયાદીના પરિવારે યુવતીઓ પાસે તેમના માતા-પિતાના મોબાઈલ નંબર માંગતા જ બંને યુવતીઓ ઉશ્કેરાઈ ગઈ હતી. તેમણે ફરિયાદી અને તેમની વૃદ્ધ માતા સાથે ઝપાઝપી કરી, ધક્કો મારી નીચે પાડી દીધા હતા અને હાથ મચકોડી ગળા પરથી પકડી ઈજા પહોંચાડી હતી તથા ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે બંને યુવતીઓ સામે BNSની કલમ 115(2), 352, 351(3), 314 અને 54 મુજબ ગુનો નોંધ્યો છે. બન્ને પક્ષોની ફરિયાદ લઈને તપાસ શરૂ કરી છેઃ PI નિલમબાગ પોલીસ મથકના પીઆઈ ડી.પી. ઉનડકટે ઘટના અંગે જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના ઘટી છે. પ્રાથમિક તપાસ મુજબ, વિરાજ ઝાલાએ ઇન્સ્ટાગ્રામ પર યુવતીનો સંપર્ક કરી, લગ્નની લાલચ આપી જુદી-જુદી હોટલોમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા. બાદમાં લગ્નની ના પાડતાં યુવતી તેના ઘરે ગઈ હતી, જ્યાં જ્ઞાતિ વિષયક અપમાન અને મારામારી થઈ હોવાની ફરિયાદ મળી છે. સામા પક્ષે વિરાજ ઝાલાની બહેને પણ બંને બહેનો સામે ઘરે આવીને ઝઘડો અને અશાંતિ ફેલાવવાની ફરિયાદ આપી છે. પોલીસે એક પક્ષે એટ્રોસિટી અને BNS તથા સામા પક્ષે મારામારીની કલમો હેઠળ ગુના નોંધીને તટસ્થ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    A bridge too far? India’s only ape species gets a helping hand, but needs bigger steps
    Next Article
    સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાઓને માહિતી આપતા ૪૦ ઝડપાયા:સરકારી અધિકારીઓની રેકી કરી વોટ્સએપથી રેડની માહિતી આપતા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment