Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદા જિલ્લામાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:વેપારીઓ દ્વારા અછત દર્શાવાતા તંત્ર સક્રિય, કાળાબજારી અટકાવવા આયોજન

    2 सप्ताह पहले

    નર્મદા જિલ્લામાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં, વેપારીઓ દ્વારા અછત દર્શાવવામાં આવી રહી છે. આ મુદ્દો જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો, જેના પગલે તંત્ર સક્રિય બન્યું છે. ખેડૂતોને સમયસર ખાતર મળી રહે અને કાળાબજારી અટકે તે માટે આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજપીપળા સહિત જિલ્લાના છ તાલુકા મથકો અને ગ્રામ્ય કક્ષાએ 50થી વધુ સરકારી, સહકારી અને ખાનગી ખાતર વેચાણ કેન્દ્રો કાર્યરત છે. શહેરી વિસ્તારોમાં ખાતર સરળતાથી ઉપલબ્ધ હોવા છતાં, ગ્રામ્ય વિસ્તારો અને તાલુકા મથકોએ હંમેશા ખાતરની માંગ જોવા મળે છે. ખાતરની દુકાનો પર લાંબી કતારો લાગતી હોય છે, જે પાછળ કાળાબજારી અને ખાતરનો ગેરકાયદેસર દારૂ બનાવટમાં ઉપયોગ થતો હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. આ બાબતે નાયબ ખેતી નિયામક એમ.એમ. પટેલે સ્પષ્ટતા કરી હતી કે, નર્મદા જિલ્લામાં ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લામાં કોઈપણ પ્રકારની ખાતરની અછત સર્જાય તેવી પરિસ્થિતિ નથી. તેમણે ખાતરી આપી હતી કે, ખેડૂતોને ખાતરની કોઈ તકલીફ પડશે નહીં. પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ ખેડૂતમિત્રોને સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તે માટે આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લામાં વિવિધ ખાતરો રોડ સપ્લાય દ્વારા વારાફરતી પદ્ધતિથી સંબંધિત વેચાણ કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. ખેડૂતમિત્રોને ખાતર અંગે કોઈપણ પ્રશ્ન કે મુશ્કેલી હોય તો નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) કચેરી, વડિયા પેલેસનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રણુજાથી દર્શન કરી પરત ફરતાં ધાનેરાના યાત્રાળુનો અકસ્માત:રાજસ્થાનમાં ભારતમાલા રોડ પર નીલગાયને બચાવતાં સ્કોર્પિયો પલટી ગઈ, ઘટનાસ્થળે 3નાં મોત, 3ને ઈજા
    Next Article
    Indian Kesar Mangoes Sold Out in USA | અમેરિકન લોકોને લાગ્યો ભારતીય કેરીનો ચસ્કો | News18 | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment