Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છાવડમાં ચોર સમજી લોકોએ માનસિક અસ્વસ્થ યુવકને ઘેર્યો:ગોધરા તાલુકા પોલીસે કુનેહપૂર્વક ગ્રામજનોના રોષમાંથી ઉગાર્યો, સુરક્ષિત રીતે પરિવાર સાથે મિલન કરાવ્યું

    2 weeks ago

    પંચમહાલ જિલ્લાની ગોધરા તાલુકા પોલીસે 'ઓપરેશન મિલાપ' અભિયાન હેઠળ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસે એક માનસિક અસ્વસ્થ યુવાનને ગ્રામજનોના રોષમાંથી ઉગારી, કુનેહપૂર્વક પૂછપરછ કરીને તેને સુરક્ષિત રીતે તેના પરિવાર સુધી પહોંચાડ્યો હતો. ગ્રામજનોએ ચોર સમજી ઘેર્યો હતો આ ઘટના ગોધરા તાલુકાના છાવડ ગામ પાસે બની હતી. ત્યાં સ્થાનિક રહીશોએ એક અજાણ્યા યુવાનને શંકાસ્પદ હાલતમાં ફરતો જોયો હતો. ગ્રામજનોએ તેને ચોર સમજીને ઘેરી લીધો હતો અને તાત્કાલિક ગોધરા તાલુકા પોલીસને આ અંગે જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવાનને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. પોલીસે સંવેદનશીલતા દાખવી પોલીસ સ્ટેશન લાવ્યા બાદ યુવાનની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન જણાયું કે યુવાન માનસિક રીતે અસ્વસ્થ હોવાથી સ્પષ્ટ વાત કરી શકતો ન હતો. આવી પરિસ્થિતિમાં ગોધરા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એ. વાય. પટેલ અને તેમની ટીમે કડકાઈ વાપરવાને બદલે સંવેદનશીલતા દાખવી હતી. પોલીસે અલગ-અલગ યુક્તિઓ અજમાવીને પ્રેમપૂર્વક તેની સાથે વાતચીત શરૂ કરી હતી. ગુમ થયેલા દીકરાનું પરિવાર સાથે પુનર્મિલન પોલીસના આ સંવેદનશીલ પ્રયાસો સફળ રહ્યા હતા. યુવાને પોતાનું નામ ધર્મેન્દ્ર ગુમાનસિંહ પટેલ અને પોતે મોરવા હડફના ખાનપુર ગામનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. આ વિગતો મળતા જ પોલીસે તાત્કાલિક ખાનપુર ગામમાં સંપર્ક કર્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ધર્મેન્દ્ર છેલ્લા કેટલાય સમયથી ગુમ હતો અને તેનો પરિવાર તેની શોધખોળ કરી રહ્યો હતો. ગોધરા તાલુકા પોલીસે તાત્કાલિક તેના પરિવારનો સંપર્ક કરીને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને કાયદાના રક્ષકની સાથે સખાની ભૂમિકા ભજવીને યુવાનને તેના પરિવારને સોંપ્યો હતો. વર્ષોથી ગુમ થયેલો દીકરો પરત મળતા પરિવારજનોએ પોલીસની આ સરાહનીય કામગીરીનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ચાની ખાલી રકાબીથી જૂનાગઢના વૃદ્ધાની હત્યાનો ભેદ ખૂલ્યો:શેરબજારમાં રૂપિયા હારી ગયા બાદ પાડોશમાં જ રહેતા યુવકે પૈસા માટે હત્યા કર્યાનો ઘટસ્ફોટ
    Next Article
    જનગણના 2027 અંતર્ગત સ્વ-ગણતરી પ્રક્રિયા શરૂ:પંચમહાલ કલેક્ટર અજય દહિયાએ નાગરિકોને ઓનલાઈન ભાગ લેવા અપીલ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment