Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘોઘંબાના જીંજરી ડેમમાં ડૂબી જવાથી બે યુવકના મોત:પશુ ચરાવતી વખતે કોઈ કારણસર એકનો પગ લપસ્યો, બીજો બચાવવા જતાં એ પણ પાણીમાં ગરકાવ

    2 सप्ताह पहले

    પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. તાલુકાના જીંજરી ગામમાં આવેલા જીંજરી ડેમમાં એક જ ફળિયાના બે મિત્રના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. એક મિત્રને પાણીમાં ડૂબતો બચાવવા જતાં બીજો મિત્ર પણ કાળનો કોળિયો બની ગયો હતો. આ અકસ્માતની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ગમગીની છવાઈ ગઈ છે. મૃતક યુવાનોની વિગત પશુ ચરાવતી વખતે સર્જાયો કાળમુખો અકસ્માત મળતી માહિતી મુજબ, ઘોઘંબા તાલુકાના જીંજરી ગામના સુરખેડ ફળિયામાં રહેતા 20 વર્ષીય યોગેશ પુનાભાઈ રાઠવા અને 21 વર્ષીય અશોક હિમજીભાઈ રાઠવા સોમવારે મોડી સાંજના સમયે ડેમ નજીક આવેલા પોતાના ખેતર પાસે પશુ ચરાવવા માટે ગયા હતા. પશુ ચરાવતી વખતે અથવા ડેમ પાસે પાણી ભરતી વખતે અચાનક યોગેશ રાઠવાનો પગ લપસી ગયો હતો અને તેઓ ડેમના ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. પોતાના મિત્રને ડૂબતો જોઈ બાજુમાં જ ઉભેલા અશોક રાઠવાએ જીવના જોખમે મિત્રને બચાવવા માટે ડેમના પાણીમાં ઝંપલાવ્યું હતું. પરંતુ કમનસીબે, પાણી ઊંડું હોવાને કારણે બંને મિત્ર પોતાની જાતને બચાવી શક્યા નહોતા અને બંનેના પાણીમાં શ્વાસ રુંધાવાથી મોત નીપજ્યા હતા. ફાયર બ્રિગેડનું કલાકો સુધી સર્ચ ઓપરેશન ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં ડેમ કિનારે ઉમટી પડ્યા હતા. આ અંગે તાત્કાલિક સ્થાનિક પોલીસ અને હાલોલ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર કંટ્રોલ રૂમને મેસેજ મળતા જ ફાયર ફાઈટરોની ટીમ રેસ્ક્યૂ સાધનો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ડેમના ઊંડા પાણીમાં બંને યુવકોની શોધખોળ માટે કલાકો સુધી ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આખરે મોડી રાત્રે ફાયર વિભાગની ટીમને બંને આશાસ્પદ મિત્રોના મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી હતી. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક વહીવટીતંત્ર અને આગેવાનોનું નિવેદન જીંજરી ગ્રામ પંચાયતના તલાટી એમ. ડી. પંડ્યાના જણાવ્યા મુજબ, 20 વર્ષીય યોગેશ પુનાભાઈ રાઠવા પશુ ચરાવતી વખતે કોઈ કારણસર પગ લપસી જતાં ડેમના ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો, જેને બચાવવા જતાં 21 વર્ષના અશોક રાઠવા પણ ડેમના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. આ અકસ્માતમાં બંને આશાસ્પદ યુવાનના મોત નિપજ્યાં છે. સ્થાનિક આગેવાન કિરણ ચૌહાણએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમારા ગામના બે યુવાન ડેમ નજીક ગયા હતા, જ્યાં કોઈ કારણસર એક યુવક ડૂબ્યો હતો અને તેને બચાવવાના પ્રયાસમાં અન્ય યુવક પણ ડેમમાં ડૂબી ગયો. આ ઘટનાથી આખું ગામ આઘાતમાં છે. ---- આ પણ વાંચો માંડવી, ધ્રાંગધ્રા અને શામળાજીમાં ડૂબી જવાથી 8ના મોત 12/5/26ના રોજ સુરતના માંડવી તાલુકા, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકા અને અરવલ્લીના શામળાજીમાં પાણીમાં ડૂબી જવાથી 8 લોકોના મોતની ત્રણ હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. માંડવીના કાકરાપાર ડેમમાં ડૂબી જવાથી એક જ પરિવારના 4 પિતરાઈ ભાઈના મોત થયા હતા, જ્યારે ધ્રાંગધ્રાના ગાજણવાવના તળાવમાં ડૂબી જતાં અમદાવાદના એક સગીર અને એક યુવકનું મોત થયું હતું. તો શામળાજીના મેશ્વો ડેમના બાઇક સાથે બે યુવક ડૂબી જતાં મોત થયા હતા. સંપૂર્ણ અહેવાલ વાંચો…
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં પ્રથમવાર શુક્લ યજુર્વેદ ધન પારાયણનું આયોજન:સનાતન સંસ્કૃતિના ઉત્કર્ષ અને રાષ્ટ્ર કલ્યાણ માટે સિદ્ધિવિનાયક મંદિરે કાર્યક્રમ
    Next Article
    Amit Shah LIVE | અમદાવાદથી ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન લાઈવ | Ahmedabad | Gujarat Visit

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment