Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં પ્રથમવાર શુક્લ યજુર્વેદ ધન પારાયણનું આયોજન:સનાતન સંસ્કૃતિના ઉત્કર્ષ અને રાષ્ટ્ર કલ્યાણ માટે સિદ્ધિવિનાયક મંદિરે કાર્યક્રમ

    2 सप्ताह पहले

    ભરૂચના ઇતિહાસમાં પ્રથમ વખત સનાતન સંસ્કૃતિના ઉત્કર્ષ અને રાષ્ટ્ર કલ્યાણ માટે શુક્લ યજુર્વેદ મધ્યદિન શાખાના ધન પારાયણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સિદ્ધિવિનાયક મંદિર ખાતે યોજાશે. શહેરના ધાર્મિક વર્તુળોમાં આ પવિત્ર કાર્યક્રમને લઈ વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પુરાણોમાં ભૃગુકચ્છ તરીકે વર્ણિત ભરૂચની ધરતીને વિશેષ આધ્યાત્મિક મહત્વ પ્રાપ્ત છે. માન્યતા મુજબ, અહીં બલિરાજાએ પોતાનો ૧૦૦મો અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ કર્યો હતો, જ્યાં ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરી આ ભૂમિને પાવન બનાવી હતી. આવી ઐતિહાસિક અને ધાર્મિક મહિમા ધરાવતી ધરતી પર યોજાઈ રહેલો આ વૈદિક કાર્યક્રમ વિશેષ મહત્વ ધરાવે છે. આ પ્રસંગે વેદમૂર્તિ કરણભાઈ રાવલ ઉપસ્થિત રહેશે. ભરૂચની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ખુમાનસિંહ વાસિયાએ જિલ્લાના તમામ ધાર્મિક ભાવના ધરાવતા નાગરિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું છે. તેમણે વેદોના મહત્વ અને સનાતન ધર્મના મૂળ તત્વોની જાણકારી મેળવવા લોકોને અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Amar Ujala Bulletin 17 May 2026: Balen Shah को Supreme Court से झटका | Rajdhani Express Fire News
    Next Article
    ઘોઘંબાના જીંજરી ડેમમાં ડૂબી જવાથી બે યુવકના મોત:પશુ ચરાવતી વખતે કોઈ કારણસર એકનો પગ લપસ્યો, બીજો બચાવવા જતાં એ પણ પાણીમાં ગરકાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment