Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે સેલ્ફ એન્યુમેરેશન કર્યું:રાજ્યમાં આજથી વસ્તી ગણતરીનો પ્રારંભ, ઘરે બેઠા ઓનલાઈન સેલ્ફ એન્યુમેરેશન કરી શકાશે

    2 सप्ताह पहले

    રાજ્યમાં આજથી સત્તાવાર રીતે વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ડિજિટલ યુગમાં નાગરિકોની સુવિધા માટે આ વખતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેના અંતર્ગત લોકો આગામી 31મે સુધી સેલ્ફ એન્યુમેરેશન એટલે કે પોતે જ ઓનલાઈન માધ્યમથી પોતાની માહિતી અપલોડ કરી શકશે. આ ઝુંબેશ અંતર્ગત રાજ્યના તમામ ઘરોને આવરી લેવામાં આવશે અને ચોક્કસ આંકડા એકત્રિત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે સેલ્ફ એન્યુમેરેશન કર્યું હતું ત્યારે સુરત મહાનગર પાલિકા કમિશનર નાગરાજન સહિતના હાજર રહ્યા હતા. જનગણના 2027 દેશના ભાવી આયોજનનો મુખ્ય આધાર સ્તંભ: સીઆર પાટીલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે આ રાષ્ટ્રીય પ્રક્રિયા અંગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, જનગણના 2027 એ દેશના ભાવી વિકાસ અને આયોજન માટે ભારત સરકાર દ્વારા હાથ ધરાતી સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંની એક છે. વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત થતા ડેટાના આધારે જ સરકાર ભવિષ્યની નીતિઓ નક્કી કરે છે. આરોગ્ય, શિક્ષણ, આવાસ, સંસાધનોનું યોગ્ય વિતરણ અને અન્ય જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે આ આંકડા ખૂબ જ જરૂરી છે. જો આંકડા સાચા હશે, તો જ વિકાસનો લાભ યોગ્ય લોકો અને છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડી શકાશે. નાગરિકોની વિગતો સંપૂર્ણ ગુપ્ત રહેશે, નીતિ આયોગ અને બજેટ ફાળવણીમાં મદદ મળશે મંત્રી સીઆર પાટીલે નાગરિકોને આશ્વાસન આપતા જણાવ્યું છે કે, જનગણના દરમિયાન લોકો દ્વારા આપવામાં આવેલી તમામ માહિતી કાયદા મુજબ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે. આ માહિતીનો ઉપયોગ માત્ર આંકડાકીય વિશ્લેષણ અને વિકાસલક્ષી હેતુઓ માટે જ થાય છે. વસ્તી ગણતરીના આધારે જે સચોટ આંકડા સામે આવશે, તેનાથી નીતિ આયોગ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને પોતાના વાર્ષિક બજેટમાં યોગ્ય જોગવાઈઓ કરવામાં મોટી મદદ મળશે. સચોટ ડેટાના કારણે જ જનહિતના કામો વધુ સારી રીતે હાથ ધરી શકાશે અને સામાન્ય જનતાને તેનો મોટો ફાયદો મળશે. નોકરીયાત વર્ગ માટે ઓનલાઈન નોંધણી આશીર્વાદરૂપ, સક્રિય ભાગ લેવા અપીલ ઘણા પરિવારોમાં લોકો નોકરી કે વ્યવસાયના કારણે દિવસ દરમિયાન ઘરની બહાર રહેતા હોય છે. આવા સમયે જો વસ્તી ગણતરીના કર્મચારીઓ ઘરે આવે તો માહિતી અધૂરી રહી જવાની કે વ્યક્તિ બાકાત રહી જવાની શક્યતા રહે છે. આ સમસ્યાના ઉકેલ માટે મંત્રીએ જણાવ્યું કે, જે લોકો દિવસ દરમિયાન ઘરે હાજર નથી રહી શકતા, તેમણે સમયસર આ યોજનાનો લાભ લઈ 'સ્વ-ગણના' (સેલ્ફ એન્યુમેરેશન) પ્રક્રિયા હેઠળ ઘરે બેઠા જ ઓનલાઈન સાચી અને સંપૂર્ણ માહિતી નોંધી દેવી જોઈએ. રાષ્ટ્ર નિર્માણમાં આ એક મહત્વનું યોગદાન છે. ઘરે આવતા સરકારી કર્મચારીઓને સહકાર આપવા નમ્ર વિનંતી કેન્દ્રીય મંત્રીએ રાજ્યના તમામ નાગરિકોને સજાગ રહીને આ પ્રક્રિયામાં જોડાવા આહવાન કર્યું છે. તેમણે અપીલ કરી છે કે, આવો આપણે સૌ સાથે મળીને જનગણના 2027ને સફળ, સચોટ અને સર્વસમાવેશી બનાવીએ. આપણી વસ્તી ગણતરી આપણા જ વિકાસ માટે છે. આ સાથે જ તેમણે વસ્તી ગણતરીના કામ અર્થે ઘરે-ઘરે આવનારા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને પણ પૂરેપૂરો સહયોગ આપવા માટે જનતાને નમ્ર વિનંતી કરી છે, જેથી આ રાષ્ટ્રીય કાર્ય સમયસર અને ક્ષતિરહિત પૂર્ણ થઈ શકે.
    Click here to Read More
    Previous Article
    ગૃહમંત્રી અમિત શાહે 'મિલિયન માઇન્ડ્સ ટેક સિટી'નું ઉદ્ઘાટન કર્યું:ગુજરાતનો પ્રથમ IGBC પ્લેટિનમ રેટેડ SEZ IT પાર્ક તૈયાર, 70 હજારથી વધુ હાઈ-સ્કિલ્ડ નોકરીઓ સર્જાશે
    Next Article
    जेब्रा क्रॉसिंग पर मारी थी टक्कर, कोमा में है लड़की... 9 साल बाद कोर्ट ने आरोपी को 20 हजार जुर्माना लेकर छोड़ा

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment