Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૃહમંત્રી અમિત શાહે 'મિલિયન માઇન્ડ્સ ટેક સિટી'નું ઉદ્ઘાટન કર્યું:ગુજરાતનો પ્રથમ IGBC પ્લેટિનમ રેટેડ SEZ IT પાર્ક તૈયાર, 70 હજારથી વધુ હાઈ-સ્કિલ્ડ નોકરીઓ સર્જાશે

    2 सप्ताह पहले

    કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ત્રાગડ ખાતે ગણેશ હાઉસિંગ દ્વારા “મિલિયન માઇન્ડ્સ ટેક સિટી”નું ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતાં. USD 1.5 બિલિયનના રોકાણ સાથે ગુજરાતનું પ્રથમ IGBC પ્લેટિનમ રેટેડ SEZ IT પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે. વૈશ્વિક કંપનીઓએ 8 લાખ સ્ક્વેર ફૂટ લીઝિંગ કર્યું છે પ્રોજેક્ટથી 70 હજારથી વધુ હાઈ-સ્કિલ્ડ નોકરીઓ સર્જાવાની સંભાવના છે. અમદાવાદને GCC અને ટેક્નોલોજી કંપનીઓ માટે નવું હબ બનાવવાનો દાવો કરવામાં આવ્યો છે. IBM, TCS, Valtech, Withum અને Searce સહિત વૈશ્વિક કંપનીઓએ 8 લાખ સ્ક્વેર ફૂટ લીઝિંગ કર્યું છે. AICTE મંજૂર GREMI સીટી કેમ્પસનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અમદાવાદ-ગાંધીનગર કોરિડોરને ઈનોવેશન અને નોલેજ ઇકોનોમીનું કેન્દ્ર બનાવવાનો વિઝન છે. ‘AI સ્પેશિયલિસ્ટથી લઈ એન્જિયર ઊભા થશે’ મિલિયન માઈન્ડસ ટેક સિટી ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશમાં સૌએ વિકાસની રાજનીતિને વધારી છે. પશ્ચિમ બંગાળના વિજય બદલ કેન્દ્રીય ગૃહ મંત્રીને અભિનંદન પાઠવું છું. ગુજરાત આજે ભારતના વિકાસનું મોડલ બન્યું છે. ગુજરાત અનેક ક્ષેત્રે પ્રગતિ કરી છે. મિલિયન માઈન્ડ ટેક પ્રોજેક્ટ હજારો રોજગારીની તકો ઊભી કરશે. સરકારની IT અને GCC પોલિસીથી IT સેક્ટર ખૂબ પ્રગતિ કરશે. AI સ્પેશિયલિસ્ટથી લઈ એન્જિયર ઊભા થશે. CMએ વધુમાં કહ્યું કે, ગાંધીનગર ગિફ્ટ સિટી અને સાણંદ ધોલેરામાં ગુજરાતના આર્થિક યુગના એન્જિન બનશે. અમદાવાદ આજે ભારતના સૌથી ઝડપતા શહેરોમાંથી એક શહેર છે. મિલિયન માઈન્ડ ટેક સિટી માટે ગણેશ હાઉસિંગ ગ્રુપના શેખર પટેલને અભિનંદન પાઠવું છું. કેન્દ્રીય ગૃહ મંત્રી અને મુખ્યમંત્રી ટેક સિટીની મુલાકાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મિલિયન માઈન્ડસ ટેક સિટી ખાતે ભાગ લેવા માટે પહોંચ્યા છે. થોડીવારમાં રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પહોંચશે. સૌપ્રથમ કેન્દ્રીય ગૃહ મંત્રી અને મુખ્યમંત્રી ટેક સિટીની મુલાકાત લેશે. રાજ્યના સૌથી મોટા IT પાર્કની મુલાકાત લેશે અને ત્યારબાદ તેઓ કાર્યક્રમમાં હાજર લોકોને સંબોધિત કરશે. અમિત શાહનું આજ(17મે)ના દિવસનું શેડ્યુલ ગાંધીનગર અને તેની આસપાસના વિસ્તારો માટે આજનો દિવસ વિકાસ કાર્યોથી ભરચક રહેશે, જેમાં સવારથી સાંજ સુધી વિવિધ પ્રકલ્પોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવશે. સવારે 10:30 વાગ્યે ત્રાગડ વિસ્તારમાં 'મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક' અને ત્યારબાદ ગાંધીનગર ઇનોવેશન સેન્ટરના ઉદ્ઘાટન સાથે ટેકનોલોજીકલ ક્ષેત્રને વેગ મળશે. બપોરના સત્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા બગીચા, મધુર ડેરી પ્લાન્ટ, પેથાપુરમાં નર્મદા જળ પ્રણાલી અને STP પ્લાન્ટની મુલાકાત સહિતના લોકઉપયોગી કાર્યો સંપન્ન થશે. દિવસના અંત ભાગમાં યોગ સ્ટુડિયો, પુસ્તકાલય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય મહત્વના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરીને જનતાને અનેક નવી સુવિધાઓ ચરણોમાં સમર્પિત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    WHO declares Ebola outbreak a global health emergency: Here’s all you need to know about the virus
    Next Article
    સુરતમાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે સેલ્ફ એન્યુમેરેશન કર્યું:રાજ્યમાં આજથી વસ્તી ગણતરીનો પ્રારંભ, ઘરે બેઠા ઓનલાઈન સેલ્ફ એન્યુમેરેશન કરી શકાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment