Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની પ્રિ-મોન્સુન કામગીરી સામે વિપક્ષ આક્રમક:અધૂરા રસ્તા અને ગટરના બ્લોકેજ મામલે વિપક્ષના નેતા લલિત પરસાણાનો મ્યુ.કમિશનરને પત્ર, કામગીરી ન થાય તો આંદોલનની ચીમકી

    14 hours ago

    હવામાન શાસ્ત્રીઓ દ્વારા આ વર્ષે ચોમાસું વહેલું બેસવાની સત્તાવાર આગાહી કરવામાં આવી છે, ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની પ્રી-મોન્સુન કામગીરી તદ્દન ગોકળગાય ગતિએ ચાલતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જૂનાગઢ મનપાના વિરોધ પક્ષના નેતા લલિતભાઈ વિઠ્ઠલભાઈ પરસાણાએ આ ગંભીર મામલે કમિશનરને લેખિત પત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરી છે. વહીવટી શૂન્યાવકાશની સ્થિતિ હાલમાં જ જૂનાગઢ મનપાના કમિશનરની બદલી થઈ હોવાથી વહીવટી શૂન્યાવકાશ જેવી સ્થિતિ સર્જાઈ છે. નવા કમિશનર ચાર્જ સંભાળી આખું સેટઅપ ગોઠવશે ત્યાં સુધીમાં ચોમાસું માથે આવી જશે. આવા કપરા સમયે ડેપ્યુટી કમિશનર કે અન્ય ઉચ્ચ અધિકારીઓએ ખાસ જાગૃત થઈને યુદ્ધના ધોરણે કામગીરી ઉપાડવી અત્યંત જરૂરી બની ગઈ છે. મુખ્ય સમસ્યાઓ અને વિપક્ષની રજૂઆતો ખોદાયેલા અને બિસ્માર રસ્તાઓ: શહેરમાં રોડ-રસ્તા અને ભૂગર્ભ ગટરની સ્થિતિ અત્યંત દયનીય છે. જોષીપરા ઓવરબ્રિજની કામગીરીને કારણે મજેવડી દરવાજાથી ગાંધી ચોક સુધીનો મુખ્ય રસ્તો બિસ્માર બન્યો છે. આ ઉપરાંત, GIDCથી સકરબાગ સુધીનો રસ્તો પણ આખો ખોદી નાખવામાં આવ્યો છે, જેનાથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી શકે છે. મનપા સામે આંદોલનની વિપક્ષની ચીમકી દર વર્ષે પ્રી-મોન્સુન કામગીરીના નામે માત્ર કાગળ પર લાખો રૂપિયાના આંધણ થાય છે અને વાસ્તવિકતામાં પહેલા જ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. જો આગામી દિવસોમાં ગટરની સફાઈ અને રસ્તાઓ પર મેટલિંગ-રોલીંગની નક્કર કામગીરી જમીન પર નહીં દેખાય, તો જૂનાગઢની જનતાના હિત અને આરોગ્યના રક્ષણ માટે વિપક્ષ દ્વારા મહાનગરપાલિકા સામે ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પરિવાર સૂતો રહ્યો ને તસ્કરો હાથફેરો કરી ગયા:બે મોટરસાયકલ, બે મોબાઈલ અને રોકડ સહિત રૂપિયા 64 હજારના મુદ્દામાલની ચોરી
    Next Article
    Gujarat News LIVE | આજના તમામ મહત્વના સમાચાર | Latest Gujarati News | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment