Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિવાર સૂતો રહ્યો ને તસ્કરો હાથફેરો કરી ગયા:બે મોટરસાયકલ, બે મોબાઈલ અને રોકડ સહિત રૂપિયા 64 હજારના મુદ્દામાલની ચોરી

    14 hours ago

    શહેરમાં ઘરફોડી અને વાહન ચોરીના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે ગત રાત્રિએ વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. શહેરના કુકડા કેન્દ્ર પાસે ભાડે રહેતા અકરમભાઈ સીદાતર તારીખ 15 મેના રોજ રાત્રે 12 વાગ્યાની આસપાસ પરિવાર સાથે ઘરના દરવાજા બંધ કરીને સૂઈ ગયા હતા. રાત્રિના સમયે ઘરના મુખ્ય દરવાજાની બાજુનો દરવાજો, જેની સ્ટોપર ખુલ્લી હતી, ત્યાંથી અજાણ્યા ચોરો ઘરમાં પ્રવેશ્યા હતા. તસ્કરો ઘરમાં રાખેલા ફ્રિજ પરના પાકીટમાંથી ₹2000 રોકડા તેમજ ₹7000ની કિંમતનો સેમસંગ A-14 અને ₹5000ની કિંમતનો વીવો T-4 મોબાઈલ ફોન ચોરી ગયા હતા. બે બાઈકને પણ તસ્કરો ઉઠાવી ગયા બીજા દિવસે સવારે 8 વાગ્યે અકરમભાઈના માતા જાગ્યા ત્યારે ઘરની બહાર પાર્ક કરેલી તેમની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (GJ 04 DF 0849) ગાયબ જણાતા પરિવારે તપાસ શરૂ કરી હતી, જેમાં ઘરમાંથી મોબાઈલ અને રોકડની ચોરી થઈ હોવાનું પણ માલૂમ પડ્યું હતું. આ ચોરી અંગે જ્યારે પરિવારે આસપાસ તપાસ કરી, ત્યારે ઘરની પાછળના ખાંચામાં ટૂ-વ્હીલર ગેરેજ ચલાવતા ઈરફાનભાઈએ જણાવ્યું કે તેમના ગેરેજમાં રિપેરિંગમાં આવેલી અન્ય એક હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (GJ 04 DQ 4392) પણ રાત્રિ દરમિયાન જ ચોરાઈ ગઈ છે. આમ, અજાણ્યા તસ્કરો બે મોબાઈલ ફોન, ફ્રિજ પરથી રોકડા ₹2000 અને બે મોટરસાયકલ મળી કુલ ₹64000ની મતાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ સમગ્ર મામલે અકરમભાઈએ અજાણ્યા ચોર ઈસમો સામે ઘોઘા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ચાંદીની આયાત પર સરકારે પ્રતિબંધ લગાવ્યો:સિલ્વર બાર સહિત 3 કેટેગરીના નિયમો બદલાયા, હવે વિદેશથી મંગાવવા માટે મંજૂરી જરૂરી
    Next Article
    મનપાની પ્રિ-મોન્સુન કામગીરી સામે વિપક્ષ આક્રમક:અધૂરા રસ્તા અને ગટરના બ્લોકેજ મામલે વિપક્ષના નેતા લલિત પરસાણાનો મ્યુ.કમિશનરને પત્ર, કામગીરી ન થાય તો આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment