Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંગણવાડી કાર્યકરોનો કલેક્ટર કચેરીએ હલ્લો:વસ્તી ગણતરીની વધારાની કામગીરી સોંપાતા આવેદનપત્ર આપ્યું

    6 hours ago

    વલસાડ જિલ્લામાં આંગણવાડી કાર્યકરોએ વસ્તી ગણતરીની વધારાની કામગીરી સોંપવામાં આવતા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં એકત્ર થયેલી બહેનોએ આ કામગીરીનો સખત વિરોધ કરી આવેદનપત્ર સુપરત કર્યું. વલસાડ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ (B.M.S.) સાથે જોડાયેલી આ કાર્યકર બહેનોને તેમના પર્સનલ અને સર્વિસ મોબાઈલ ફોન પર ટેક્સ્ટ મેસેજ દ્વારા વસ્તી ગણતરીની કામગીરી સોંપવામાં આવી હતી. સંઘના પ્રમુખ પ્રીતિબેન પ્રતાપગઢવાલા અને મહામંત્રી દીપ્તિબેન પટેલની આગેવાની હેઠળ કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી. કાર્યકરોએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી કે, સરકારના પરિપત્ર મુજબ તેમની મુખ્ય કામગીરી આંગણવાડી સંબંધિત જ હોય છે. જેમાં બાળકોને પૂર્વ-પ્રાથમિક શિક્ષણ આપવું, પૂરક પોષક આહાર પૂરો પાડવો, તેમજ સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને કિશોરીઓને 'ટેક હોમ રાશન' (THR) વિતરણ કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, દૈનિક ધોરણે ઓનલાઈન પોષણ ટ્રેકર એપમાં ડેટા અપડેટ કરવા, રોજની હાજરી (AVT), બાળકોના વજન અને ઊંચાઈની એન્ટ્રી, e-KYC તેમજ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY), પોષણ સુધા, સંગમ અને અગમ જેવી અસંખ્ય એપ્લિકેશનો પર ઓનલાઈન કામગીરીનો પહેલેથી જ અસહ્ય બોજ છે. આ સ્થિતિમાં વસ્તી ગણતરીની વધારાની કામગીરી કરવી બિલકુલ શક્ય નથી. સંઘના પ્રમુખ પ્રીતિબેન પ્રતાપગઢવાલાએ જણાવ્યું હતું કે, "અમે માનદ વેતન કર્મચારી છીએ. અગાઉ BLO (બીએલઓ)ની કામગીરી વખતે પણ બહેનો પર દબાણ કરીને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. હવે વસ્તી ગણતરીની કામગીરી થોપીને બહેનોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. અમે મશીન નથી, માણસ છીએ. જો વસ્તી ગણતરી કરવા માટે બહેનો પર જબરદસ્તી કરવામાં આવશે, તો અમે આંગણવાડીની ફરજ પણ નિભાવવી કે નહીં તે અંગે પરિવાર સાથે ચર્ચા કરીને આકરો નિર્ણય લઈશું." કાર્યકર બહેનોએ ચીમકી ઉચ્ચારી છે કે, તેઓ આ વધારાની કામગીરી કોઈ પણ સંજોગોમાં સ્વીકારશે નહીં. જો તંત્ર દ્વારા જબરદસ્તી કરવામાં આવશે તો આંગણવાડીના મૂળભૂત કામો જેવા કે કુપોષણ નાબૂદી અને બાળ કલ્યાણની પ્રવૃત્તિઓ પર માઠી અસર પડી શકે છે. તેમણે કલેક્ટર કચેરીના અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરી વહેલી તકે ન્યાયની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    NEET પેપર લીક કેસમાં મોટી ધરપકડ:NTAની એક્સપર્ટ ટીચર નીકળી માસ્ટરમાઈન્ડ, વિદ્યાર્થીઓને બોટની-ઝૂઓલોજીના ઘણા પ્રશ્નો જણાવ્યા
    Next Article
    જન્મદિવસે જ યુવકની હત્યા કરનાર 4 આરોપીઓ ઝડપાયા:રૂ. 3 લાખની ઉઘરાણીમાં સુરતની કુખ્યાત ગેંગે યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment