Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંચેલાવ પાસે દોરાની ઘાસડી ભરેલી ટ્રક પલટી:બાઇક ચાલકને બચાવવા જતા ટ્રક ચાલક ઇજાગ્રસ્ત, સિવિલ હોસ્પિટલ ખસેડાયો

    6 hours ago

    ગોધરા નજીક ચંચેલાવ પાસે દોરાની ઘાસડી ભરેલી ટ્રક પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રક ચાલકને ઈજા થઈ હતી, જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે પર બની હતી. ટ્રક ચંચેલાવ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક એક બાઇક ચાલક સામે આવી ગયો હતો. બાઇક ચાલકને બચાવવાના પ્રયાસમાં ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ ગુમાવતા દોરાની ઘાસડી ભરેલી ટ્રક રોડ પર પલટી મારી ગઈ હતી. ટ્રકમાંથી દોરાની ઘાસડીઓ રસ્તા પર વિખેરાઈ જતાં હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રક ચાલકને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને તંત્રના અધિકારીઓ મદદ માટે પહોંચ્યા હતા. ઇજાગ્રસ્ત ટ્રક ચાલકને તાત્કાલિક ગોધરાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પરિવાર સૂતો રહ્યો ને તસ્કરો હાથફેરો કરી ગયા:બે મોટરસાયકલ, બે મોબાઈલ અને રોકડ સહિત રૂપિયા 64 હજાર ના મુદ્દામાલની ચોરી
    Next Article
    અમદાવાદ ઢોસા કાંડમાં નવો ઘટસ્ફોટ, બાળકીના શરીરમાં બેક્ટેરિયા મળ્યાં:પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો, એસિનેટોબેક્ટર બૌમાની નામના બેક્ટેરિયાથી શરીરમાં ગંભીર ચેપ ફેલાયો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment