Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામદેવ ડાંગર વધુ એક દિવસના રિમાન્ડ પર:કુલદીપસિંહ જાડેજાને જેલ હવાલે, હથિયાર કોની પાસેથી ખરીદ્યું તે અંગે તપાસનો ધમધમાટ

    6 hours ago

    રાજકોટ શહેરના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં ગત શનિવારના રોજ ફાયરિંગ થયું હતું. જે કેસ બાદ પોલીસ તપાસ દરમિયાન આરોપી રામદેવ ડાંગરના બે હથિયાર તેના બે સાગરીત પાસેથી મળી આવતા રિમાન્ડ દરમિયાન સાગરીત કુલદિપસિંહ જાડેજા પાસેથી વધુ એક દેશી બનાવટની પિસ્તોલ મળી આવી છે. જેને કબજે કરી કુલદિપસિંહ જાડેજા વિરુધ્ધ અલગથી ગુનો નોંધ્યો હતો. પોલીસે 15 મેએ જેલમાંથી કબજો મેળવી હથિયારના સપ્લાયર તરીકે રામદેવ ડાંગરનું નામ ખુલતા તેને એક દિવસના રિમાન્ડ પર મેળવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હથિયાર કોની પાસેથી મેળવ્યું તે મામલે પૂછપરછ ફાયરિંગ કેસમાં પોલીસે અત્યાર સુઘી ચાર આરોપીની ધરપકડ કરી ત્રણ ગેરકાયદે હથિયાર અને એક પરવાનાવાળું મળી કુલ 4 હથિયાર કબજે કરવામાં આવ્યા છે. અગાઉ ઝડપાયેલા બે હથિયાર રામદેવ ડાંગરને નામચીન ભરત કુગશીયાએ આપ્યાની કબૂલાત આપતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. આ ઉપરાંત કુલદીપસિંહ જાડેજા પાસેથી મળી આવેું હથિયાર કોની પાસેથી કેટલી કિંમતમાં અને ક્યા સમયે ખરીદ્યું એ દિશામાં રિમાન્ડ દરમિયાન પુછપરછ પોલીસ દ્વારા હાથ ધરવમાં આવી છે. દિવ્યરાજસિંહે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું શહેરના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં જેમકો સેલ્સ એન્ડ સર્વિસ સ્ટેશન ખાતે શનિવારે સાંજે પૈસાની લેતી દેતીમાં થયેલી તકરાર બાદ બલી ડાંગરના સાગરીત રામદેવ ડાંગર ઉપર લાઇન બોય દિવ્યરાજસિંહ સરવૈયાએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા જોકે તેમાં કોઈને ઈજા પહોંચી ન હતી અને ઘટના બાદ બંનેપક્ષોએ સમાધાન કરી લેતા ગાંધીગ્રામ પોલીસે સરકાર તરફે ફરિયાદી બની ખૂનની કોશિશ, આર્મ્સ સેટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી રામદેવ ડાંગર અને દિવ્યરાજસિંહ સરવૈયાની ધરપકડ કરી હતી. કુલદીપસિંહ જાડેજાને જેલ હવાલે કરાયો આરોપી રામદેવ ડાંગરના બે હથિયાર તેના બે મિત્રો કુલદીપસિંહ દશરથસિંહ જાડેજા (ઉ.વ.33) અને અજયસિંહ વનરાજસિંહ ચુડાસમા(ઉ.વ.32)ને આપ્યા હતા. જેણે તુરંત અહીંથી હથિયાર લઈ જામનગર રોડ પર પરાસર પાર્ક પાસે પટ્ટમાં દાટી દીધા હતા. જે હથિયાર અને જીવતા કાર્ટિઝ પોલીસે કબજે કર્યા હતા અને આ બંને આરોપીઓની ધરપકડ કરી આરોપીઓના રિમાન્ડ મેળવી તપાસ કરી હતી. ત્યારે આરોપી કુલદીપસિંહ જાડેજાના ઘરમાંથી વધુ એક દેશી બનાવટની પિસ્તોલ મળી આવતા પોલીસે અલગથી એક ગુનો નોંધી રૂપિયા 10,000નો મુદામાલ કબજે કર્યો હતો. પુછપરછ કરતા આ હથિયાર તેને રામદેવ ડાંગરે આપ્યું હોવાની કબૂલાત આપતા આજ રોજ પોલીસે બન્નેને કોર્ટમાં રજૂ કરતા કુલદીપસિંહ જાડેજાને જેલ હવાલે કરાયો હતો. તો રામદેવ ડાંગરને એક દિવસના રિમાન્ડ પર મેળવી ગેરકાયદે હથિયાર કેટલા રૂપિયામાં કોની પાસેથી ક્યાં સમયે ખરીદ્યું તેની પુછપરછ હાથ ધરી છે. સપ્લાયર ભરત કુંગશીયાની શોધખોળ રાજકોટ પોલીસે અગાઉ કબ્જે કરેલા બે ગેરકાયદે હથિયાર આરોપી રામદેવ ડાંગરને નામચીન ભરત કુગશીયાએ સપ્લાય કર્યા હોવાની કબૂલાત આપતા પોલીસે સપ્લાયર ભરત કુંગશીયાની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ફાયરિંગ કેસમાં પોલીસે અત્યાર સુઘી ચાર આરોપીની ધરપકડ કરી ત્રણ ગેરકાયદે હથિયાર અને એક પરવાના વાળું મળી કુલ 4 હથિયાર કબ્જે કરવામાં આવ્યા છે. રામદેવ ડાંગર ઉપર બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું રાજકોટના જામનગર રોડ પર શનિવારે સાંજે 4.30 વાગ્યા આસપાસ ફાયરિંગની ઘટના બની હતી. જેની જાણ ગાંધીગ્રામ પોલીસને રાત્રે મળતા સ્થળ પર જઈ તપાસ કરતા સીસીટીવી ફૂટેજ પરથી ફાયરિંગની ઘટના બની હોવાનું ફલિત થયું હતું. જેમાં દિવ્યરાજસિંહ સરવૈયા બલેનો કાર લઈ આવ્યો હતો અને કારમાંથી ઉતરી પોતાના પરવાનાવાળા હથિયારમાંથી સામેની તરફ ઊભેલા રામદેવ ડાંગર ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. તે વખતે સ્થળ પર હાજર અન્ય લોકો તેને સાઈડમાં લઇ જતા તેનો બચાવ થયો હતો. બીજી તરફ રામદેવે પણ પોતાની પાસે રહેલ દેશી પિસ્તોલ સામે તાકી હતી ઘટના બાદ બંને પક્ષે સમાધાન થઈ ગયું હતું. પરંતુ ગાંધીગ્રામ પોલીસે બનાવની ગંભીરતા દાખવી સરકાર તરફે ફરિયાદી બની બંને સામે હત્યાનો પ્રયાસ આર્મ્સ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. કુલદીપસિંહ અને અજયસિંહ પાસેથી હથિયાર કબજે કર્યાં હતા ગત રવિવારના રોજ પોલીસે આરોપી દિવ્યરાજસિંહ મજબૂતસિંહ સરવૈયા (ઉ.વ.40) અને રામદેવ લક્ષ્મણભાઈ ડાંગર (ઉ.વ.44) ની ધરપકડ કરી લાઇસન્સવાળું હથિયાર બે ખાલી કાર્ટીસ બલેનો કાર અને રામદેવની ફોર્ચ્યુનર કાર અને ત્રણ મોબાઈલ સહિત રૂ.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પછી પોલીસે સઘન પૂછતાછ કરતા રામદેવ ડાંગરે પોતાની પાસે રહેલ દેશી પિસ્તોલ અને તેની ફોરચ્યુનર કારમાં પણ એક હથિયાર હોય જેથી તુરંત તેના મિત્ર કુલદીપ ઉર્ફે લાલાને જાણ કરી હતી. બાદમાં કુલદીપસિંહ અને તેનો અન્ય મિત્ર અજયસિંહ અહીં આવ્યા હતા અને બંને હથિયાર લઈ જામનગર રોડ પર પરાસર પાર્ક ખુલ્લા પટમાં બંને હથિયાર અને કાર્ટિસ્ટ દાટી દીધા હતા. જેથી પોલીસે બંને આરોપી કુલદીપસિંહ જાડેજા અને અજયસિંહ ચુડાસમાને ઝડપી લઈ બંને હથિયાર અને સાત જીવતા કાર્ટીઝ કબજે કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    CCPA imposes Rs 15 lakh fine on 2 coaching institutes for deceptive JEE, NEET ads
    Next Article
    પરિવાર સૂતો રહ્યો ને તસ્કરો હાથફેરો કરી ગયા:બે મોટરસાયકલ, બે મોબાઈલ અને રોકડ સહિત રૂપિયા 64 હજાર ના મુદ્દામાલની ચોરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment