Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમાવસ્યા અને શનિ જયંતિનો સમન્વય જપ-તપ-દાન-પુણ્યનો અનેરો અવસર:ન્યાયના દેવ શનેશ્વર મહારાજની જન્મજયંતિની આસ્થાભેર ઉજવણી કરાઈ, મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ જામી

    5 hours ago

    શ્રદ્ધાળુઓ કાળા તલ, સરસવનું તેલ સહિતના દ્રવ્યોથી મહારાજ પર અભિષેક આજે શનિવારના રોજ અમાસ સાથે ગ્રીષ્મ કાળના અંતિમ માસ વૈશાખ માસનું સમાપન થશે, ત્યારે આજરોજ નવગ્રહ પૈકી એક તથા દેવો-માનવોના કર્મોનો હિસાબ રાખતાં તથા કર્મ મુજબ ફળ પ્રદાન કરતાં સૂર્ય પુત્ર શનિ મહારાજનો આજે જન્મદિવસ પણ છે ત્યારે આજરોજ ભાવિક ભક્તો અમાસે બેવડો ધર્મલાભ મળશે, જેના પગલે શહેર સાંઈબાબા મંદિર ખાતે શનિ દેવના મંદિર ખાતે સવારથી જ દર્શનાર્થે ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. આપણે ત્યાં હિન્દુ ધર્મમાં સોમવતી, બુધવતી અને શનિવારી અમાવસ્યાનું આગવું વર્ણન અને મહાત્મ્ય છે, ત્યારે આજે શનિવારના રોજ અમાસની સાથે ન્યાયના દેવ ભગવાન શનેશ્વર મહારાજની જન્મજયંતિ પણ છે, શાસ્ત્ર કથન અનુસાર આજે જાતકે કરેલા જપ-તપ-દાન સાથેનું કર્મ સહસ્ત્રગણું પુણ્યફળ આપે છે દર વર્ષે વૈશાખ વદ અમાસના રોજ માતા છાયાદેવી તથા સૂર્યનારાયણના પુત્ર શનિમહારાજનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. આજે શહેર-જિલ્લામાં આવેલા શનિ મંદિરો તથા હનુમાનજી મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી, શનિમહારાજને સરસવ તથા ચમેલીના તેલનો અભિષેક પસંદ છે, આથી શ્રદ્ધાળુઓ કાળા તલ, સરસવનું તેલ સહિતના દ્રવ્યોથી મહારાજ પર અભિષેક કર્યો હતો, તેમજ શનિ સહસ્ત્ર તથા શનિચાલીસા અને શ્રી શનિ સુક્તમના પાઠ કરી મહારાજને પ્રસન્ન કરવા પ્રયત્નો કરાશે. આજે કરેલું સદ્દકાર્ય સહસ્ત્રગણું ફળ આપે છે, તેમજ આજે પવિત્ર જળાશયોમાં સ્નાનાદીનું પણ ખાસ મહાત્મ્ય છે, આથી શ્રદ્ધાળુઓ સમુદ્ર સ્નાન કરી ઈશ્વરને પ્રસન્ન કરવા પ્રયત્નો કરશે.
    Click here to Read More
    Previous Article
    ‘No AIADMK in Tamil Nadu government’: TVK ally’s message to Vijay after trust vote
    Next Article
    અદાણી CNGના ભાવમાં રૂ.2.25નો વધારો:અમદાવાદમાં ભાવ વધીને પ્રતિ કિલો 86ને પાર, રીક્ષાનું ભાડું એક કિમીએ વધારીને રૂ. 20 સુધી કરવા માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment