Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અદાણી CNGના ભાવમાં રૂ.2.25નો વધારો:અમદાવાદમાં ભાવ વધીને પ્રતિ કિલો 86ને પાર, રીક્ષાનું ભાડું એક કિમીએ વધારીને રૂ. 20 સુધી કરવા માગ

    6 hours ago

    ગઈકાલે(15મે) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3- 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જે બાદ હવે મોંઘવારીનો વધુ એક માર લોકોને સહન કરવાનો વારો આવ્યો છે. બીજી તરફ આજે (16મે)અદાણી દ્વારા CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગઈકાલે મોડી રાતથી જ ભાવમાં 2.25 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકવામા આવ્યો છે. CNGના ભાવમાં 1.50 રૂપિયાના ભાવ વધારા બાદ ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા પહેલા CNGનો ભાવ 83.77 રૂપિયા પ્રતિ કિલો પર હતો જે હવે વધીને 86.02 રૂપિયા પહોંચી ગયો છે. જેથી એક સાથે 2.25 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવતા રિક્ષા ચાલકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો છે. રીક્ષાનું ભાડું એક કિમીએ વધારીને રૂ. 20 સુધી કરવા માગ અદાણી CNGના ભાવમાં વધારો હવે ભાડામાં પણ વધારો કરવાની વિચારણા ચાલી રહી છે. ટ્રાન્સપોર્ટ કમિશનર અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને ભાડામાં વધારો કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. રેગ્યુલર ભાડા(મિટર વગર)માં રૂ. 20થી 30નો ભાવ વધારો અને એક કિલોમીટર ભાડામાં 15થી 20 રૂપિયા કરવા માટે માગ કરવામાં આવી છે. જો કે આ ભાવ વધારાની રજૂઆત એપ્રિલ મહિનામાં CNGના ભાવમાં વધારો થયો ત્યારે કરવામાં આવી હતી. જો કે અત્યારે ભાડા વધારાની રજૂઆત વિચારણા હેઠળ છે. જો ભાડામાં વધારો થશે તો મુસાફરોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવશે. અદાણી CNGનો ભાવ વધતાં રિક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો ગઈકાલે(15મે) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂ. 3નો વધારો થતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જ્યારે હવે અદાણી CNGના ભાવમાં વધારો કરવામાં આવતા રિક્ષા ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અત્યારે સૌથી વધુ અદાણી CNGનો વપરાશ રિક્ષા ચાલકો કરી રહ્યા છે. ત્યારે અદાણી CNGના ભાવમાં 2.25 રૂપિયાનો વધારો થતા સૌથી વધુ અસર રિક્ષા ચાલકોને થવાની છે. ભાવ વધારો પરત ખેંચવાની માગ કરી ત્યારે એક સમય હતો કે પેટ્રોલ અને CNGના ભાવમાં ઘણો તફાવત જોવા મળતો હતો. પરંતુ હવે CNGના ભાવ પણ પેટ્રોલના ભાવના સમકક્ષ પહોંચી જતા રિક્ષા ચાલકોએ અદાણીએ કરેલા ભાવ વધારાનો વિરોધ કરી રહ્યા છે. તેમજ જે પણ ભાવ વધારો અદાણી દ્વારા કરવામાં આવ્યો છે તે પરત ખેંચવાની પણ માંગ કરવામાં આવી છે. એક મહિનામાં 4 રૂપિયા જેટલો ભાવ વધારો કરતાં રિક્ષાચાલકોમાં રોષ અમદાવાદ રિક્ષા ચાલક એક્તા યુનિયનના વિજય મકવાણાએ જણાવ્યું હતું કે, એક મહિનામાં 4 રૂપિયા જેટલો ભાવ વધારો કરવામાં આવતા રીક્ષા ચાલકોને તેની માઠી અસર થવાની છે. કારણ કે અમદાવાદ શહેરમાં અઢી લાખ રીક્ષા ચાલકો CNGનો સૌથી વધુ ઉપયોગ કરી રહ્યા છે. જેથી આ ભાવ વધારાની સીધી અસર તેમના ઘર અને પરિવાર પર પડવાની છે. એક દિવસમાં 20 રૂપિયાનો ભાવ વધારો રિક્ષાચાલકોને થવાનો છે. કંપની માલિકોએ રિક્ષાચાલકોના ખિસ્સામાંથી રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો છે. જેથી અમે તેનો વિરોધ કરી રહ્યા છીએ અને ભાવ વધારો પરત ખેંચવામાં આવે તેવી માંગ કરી રહ્યા છીએ. કારણકે જો રીક્ષા ચાલકોને CNG માં ફાયદો થશે તો તેમને રોજગારી મળી રહેશે અને મુસાફરોને પણ ફાયદો થશે. ‘ભાડામાં પણ વધારો કરવા માટે રજૂઆત કરી ’ વધુમાં વિજય મકવાણાએ જણાવ્યું હતું કે, તેમજ જો આગામી સમયમાં ભાવ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો રીક્ષા ચાલકો હડતાલ પર ઉતરશે અને પોતાની માંગણી સરકાર સમક્ષ મુકશે. અગાઉ પણ 1.50 રૂપિયો ભાવ વધારો CNGમાં કરવામાં આવ્યો હતો. રિક્ષા ચાલક રોજ કમાઈને રોજ ખાય છે જેથી તેની મોંઘવારીની અસર ખૂબ થવાની છે. છેલ્લા ત્રણ વર્ષથી તમામ વસ્તુઓમાં મોંઘવારી વધી છે પરંતુ રિક્ષા ચાલકોએ એક પણ રૂપિયાનો ભાવ વધારો ભાડામાં કર્યો નથી. કારણ કે દર વર્ષે મોંઘવારીના પ્રમાણે રિક્ષા ચાલકોનું ભાડું પણ વધવું જોઈએ પરંતુ તે વધ્યું નથી. જનતા આમ પણ મોંઘવારીથી પીડાઈ રહી છે ત્યારે ભાડામાં વધારો કરવો અમને યોગ્ય લાગ્યો નથી. જો કે હવે વારંવાર CNGના ભાવમાં વધારો કરવામાં આવતા ભાડામાં પણ વધારો કરવા માટે રજૂઆત કરી છે. રિક્ષા ચાલકોને પેટ્રોલના સમક્ષક ખર્ચ થઈ રહ્યો છે. જેથી હવે પેટ્રોલથી રિક્ષા ચલાવવી કે CNGથી રિક્ષા ચલાવીએ. ‘રિક્ષા ચાલકોને સરકાર જોતી નથી, સરકાર સબસીડી આપે’ રિક્ષાચાલક વિરાજભાઈએ જણાવ્યું હતું કે, અત્યારે અમદાવાદમાં ભિક્ષાચાલકોને મોંઘવારીનો ખૂબ જ માર સહન કરવો પડી રહ્યો છે. રીક્ષા ચાલકો કોઈ મોટા માણસ નથી આખો દિવસ રિક્ષા ચલાવે છે ત્યારે તેમના ઘરનો ચૂલો સળગતો હોય છે. આખા દિવસમાં રીક્ષા ચાલકોને કોઈપણ પ્રકારનો ધંધો થતો નથી. જો શાકભાજી લેવા જઈએ તો તેમાં પૈસા પૂરા થઈ જાય છે. બાળકોની ફી ભરવી પણ અમારા માટે મુશ્કેલ બની ગઈ છે. અમારા જેવા ગરીબ રિક્ષા ચાલકોને સરકાર જોતી નથી. સરકાર સબસીડી આપે અથવા CNGના ભાવમાં ઘટાડો કરે તો જ રીક્ષા ચાલકોને રાહત મળશે. રિક્ષા ચાલકોને ભાવ વધારો કરવો તેવી સ્થિતિ સર્જાઈ કારણ કે 2 એપ્રિલ, 2026ના અદાણી CNG દ્વારા 1.50 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. તે વખતે પણ રિક્ષા ચાલકોએ સરકારમાં ભાવ વધારો પરત ખેંચવા માટે રજૂઆત કરી હતી. જો કે ભાવ વધારો થયા બાદ પણ રિક્ષા ચાલકોએ ભાડામાં કોઈપણ પ્રકારનો વધારો કર્યો નહતો. પરંતુ હવે ફરી એક વખત 2.25 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવતા રિક્ષા ચાલકોને ભાવ વધારો કરવો તેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે છેલ્લા 3 વર્ષથી રિક્ષા ચાલકોએ ભાડામાં કોઈપણ પ્રકારનો વધારો કર્યો નથી. આ પણ વાંચો 2 એપ્રિલે અદાણીએ CNGમાં કિલોએ રૂ1.50 ભાવ વધાર્યો હતો અદાણી CNGના ભાવમાં 3 એપ્રિલ પ્રતિ કિલોએ 1.50 (દોઢ રૂપિયા)નો તોતિંગ વધારો ઝીંકાયો હતો. સીએનજીના ભાવમાં રૂ.1.21ના ઘટાડા બાદ 3 વખતના વધારાથી CNG રૂ. 2.60 જેટલો મોંઘો થયો. જેથી અમદાવાદમાં નવો ભાવ 83.77 રૂપિયા થયો હતો. ઉલ્લેખનીય છે કે, અદાણીના CNG પંપ અમદાવાદ, વડોદરા અને ખેડામાં સૌથી વધુ છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    અમાવસ્યા અને શનિ જયંતિનો સમન્વય જપ-તપ-દાન-પુણ્યનો અનેરો અવસર:ન્યાયના દેવ શનેશ્વર મહારાજની જન્મજયંતિની આસ્થાભેર ઉજવણી કરાઈ, મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ જામી
    Next Article
    સુરત નવી સિવિલ હોસ્પિ.ના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો. ધારીત્રી પરમારની બદલી:ડો. પારુલ વડગામાને ચાર્જ; આરોગ્ય મંત્રીની મુલાકાત દરમિયાન અનેક બેદરકારીઓ સામે આવી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment