Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં શનિ જયંતી: મંદિરોમાં ભક્તોની ભીડ:ઇચ્છેશ્વર મહાદેવ મંદિરે વિશેષ અભિષેક, હવન અને મહાપ્રસાદ યોજાયો

    6 hours ago

    જામનગર શહેરમાં વૈશાખી અમાસ અને શનિવારના વિશેષ સંયોગ પર શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી. શનિદેવના દર્શન અને પૂજા માટે વહેલી સવારથી જ શહેરના વિવિધ શનિ મંદિરોમાં ભક્તો ઉમટી પડ્યા હતા. શનિ જયંતિ નિમિત્તે નાગેશ્વર વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી શનિધામ ખાતે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી. શ્રદ્ધાળુઓએ શનિદેવની શિલા પર તેલ અને કાળા તલનો અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી. આ ઉપરાંત, પવનચક્કી વિસ્તારમાં આવેલા શ્રી સૂર્યમુખી હનુમાનજી મંદિર સંલગ્ન શનિદેવના સ્થાનકે પણ ભક્તોએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કર્યું. સાંજના સમયે વિવિધ મંદિરોમાં મહાઆરતી અને પ્રસાદ વિતરણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા. શનિ જયંતિના અવસરે જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા શ્રી ઇચ્છેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. અહીં શનિદેવના વિશેષ પૂજન સાથે નીચે મુજબના કાર્યક્રમો યોજાયા: કાર્યક્રમોમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શનિદેવનો વિશેષ અભિષેક કરવામાં આવ્યો. વિશ્વ કલ્યાણ અર્થે શ્રી શનિદેવ યજ્ઞ (હવન)નું આયોજન કરાયું, જેમાં યજ્ઞની પૂર્ણાહુતિ સમયે પરંપરાગત રીતે બીડું હોમી આહુતિ અપાઈ. ધાર્મિક વિધિઓ બાદ ભક્તજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો.
    Click here to Read More
    Previous Article
    પહેલાં વાળ અને પછી પકોડીમાંથી હાડકું નીકળ્યું, VIDEO:અમદાવાદમાં યુવતીએ ફરિયાદ કરતા લારીવાળો માન્યો નહીં, પછી કહ્યું ભૂલ થઈ ગઈ ઉડીને આવ્યું હશે
    Next Article
    સરખેજમાં વૃદ્ધ દંપતીના બંગલા પર તસ્કરો ત્રાટ્કયા, 31.40 લાખની ચોરી:નારણપુરામાં મંદિરમાંથી ચાંદી, તાંબા-પિત્તળની મૂર્તિઓ ચોરી કરીને ફરાર થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment