Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણીની તીવ્ર અછત:પાલિકાની અણઆવડતથી ભુજમાં ફરી ‘ટેન્કર રાજ’ !

    11 hours ago

    પ્રખર ઉનાળાની વચ્ચે ભુજ શહેરમાં પાણી વિતરણની બેકાબૂ અવ્યવસ્થાએ નાગરિકોને હેરાન-પરેશાન કરી દીધા છે. ભુજ નગરપાલિકાની આયોજન ક્ષમતાની પોલ ખુલતી હોય તેમ શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લા પંદરેક દિવસથી પાણી ત્રીજા-ચોથા દિવસે તો ક્યાંક આઠ-આઠ દિવસે પહોંચે છે. ‘નર્મદાનું પાણી આવે છે, પણ ઘર–ઘર કેમ નથી પહોંચતું?’ એવો સવાલ હવે લોકો ખુલ્લેઆમ પૂછવા લાગ્યા છે. રાજ્ય સરકાર દ્વારા નર્મદાજળ અને અમૃત યોજના હેઠળ લાખો લિટરના ટાંકા, નવી પાઇપલાઇનો અને આધુનિક નેટવર્ક ઉભું કરવામાં આવ્યું હોવા છતાં તેનો યોગ્ય ઉપયોગ કરવામાં પાલિકા નિષ્ફળ રહી હોવાનું સ્પષ્ટ આક્ષેપ થઈ રહ્યા છે. પાણી વિતરણની ગેરવ્યવસ્થાએ હાલ એવી સ્થિતિ ઊભી કરી છે કે ભુજમાં ફરી એકવાર ‘ટેન્કર રાજ’ જીવંત થયું હોય તેવો માહોલ સર્જાયો છે. જરૂરિયાત મુજબ પાણી ન મળતાં લોકો હવે મજબૂરીએ ખાનગી ટેન્કરો મંગાવી રહ્યા છે. જે ટેન્કર અગાઉ 400 રૂપિયામાં મળતું હતું, તે આજે 700થી 1000 રૂપિયામાં વેચાઈ રહ્યું હોવાનું પ્રમુખ સ્વામી નગર, માધાપર, એરપોર્ટ રીંગરોડ તરફની વસાહતના લોકો જણાવે છે. પાણી જેવી જીવનજરૂરી ચીજ પર ખુલ્લેઆમ નફાખોરી થતી હોવા છતાં તંત્ર નિષ્ક્રિય છે. આટલું ઓછું હોય તેમ છેલ્લા ચાર દિવસથી પાલિકાએ 200 રૂપિયાની ફી લઈને થતી ટેન્કર નોંધણી પણ બંધ કરી દીધી છે. સુધરાઈ સંકુલમાં ઓફલાઈન નોંધણી માટે બારી રાખવામાં આવી છે, પરંતુ ઓનલાઈન પેમેન્ટ અને માંગ એટલી વધી ગઈ છે કે તંત્ર હાથ ઊંચા કરી બેઠું હોય તેવી સ્થિતિ છે. રાવલવાડી મધ્યે આવેલા ટાંકાથી જ સમગ્ર શહેર માટે ટેન્કરો ભરાઈ રહ્યા છે. ત્યાંની વ્યવસ્થા સંભાળતા દક્ષેશ ભટ્ટે જણાવ્યું હતું કે દરરોજ સવારે 7થી રાત્રે 10 વાગ્યા સુધીમાં 70થી 80 વરધીઓ પૂર્ણ થઈ શકે છે, જ્યારે હાલ આઠ દિવસ પહેલાની નોંધણીઓ પૂર્ણ કરવાની ફરજ પડી છે. ભુજમાં પાણીની સમસ્યા હવે માત્ર અછતનો મુદ્દો નથી, પરંતુ પાલિકાની આયોજનમાં અધુરાશ, અણઆવડત અને બેદરકારીનું જીવતું ઉદાહરણ બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પહેલા પાણી સમયસર આવતુ હતુ જો કે સત્તા મેળવ્યા પછી માંડ અઠવાડીયે પાણી આવે છે. { ચૂંટણી પહેલા સમયસર અને સત્તા મેળવ્યા પછી શહેરમાં માંડ અઠવાડીયે પાણી મળે છે ઈનસાઈટ રેસ્ટોરન્ટ, હોટલના કનેક્શન નોંધાયેલા કરતા બમણા ! ભુજમાં છેલ્લા એક દાયકામાં હોટલ અને રેસ્ટોરન્ટ અનેક ઘણી વધી ગઈ છે. પ્રવાસન વધતા આ ઉદ્યોગ પણ ફૂલ્યોફાલ્યો છે. રહેવાસીઓનો ઘર વપરાશ કરતા હોટલ અને રેસ્ટોરન્ટમાં પાણીનો વપરાશ અનેક ઘણો હોય તે સ્વાભાવિક છે અને તેમાં પણ કનેક્શન આપવામાં આવ્યું હોય તેના કરતાં બમણા માપની પાઇપલાઇન જતી હોવાની વિગત સામે આવી છે. એક અંદાજ મુજબ ભુજમાં લાખો લીટર પાણી તો આ હોટલ અને રેસ્ટોરન્ટમાં કોમર્શિયલ ચાર્જને બદલે રહેણાંક ચાર્જમાં અને અનેક ઘણું જઈ રહ્યું છે તેની પણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. ત્રીજા-ચોથા નહીં, ક્યાંક આઠ દિવસે પાણી }નાગરિકો મજબૂરીએ એક હજારથી બારસો રૂપિયામાં ટેન્કર ખરીદે છે
    Click here to Read More
    Previous Article
    અદાણી ગ્રીન એનર્જી કંપનીમાં ચોરીના આરોપીના જામીન મંજૂર:ખાવડાની કંપનીમાં ચોરીના આરોપીને સેશન્સ કોર્ટે શરતી જામીન આપ્યા
    Next Article
    હુમલાખોર વાંદરાને પકડવા કેળાનું છટકું:કમાટીબાગમાં સુરતના બાળકનો ગાલ ફાડી નાખનાર વાંદરો રોજ રાત્રે કમાટીબાગમાં અહીં બેસે છે, પકડવા કેળાનું છટકું ગોઠવાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment