Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અદાણી ગ્રીન એનર્જી કંપનીમાં ચોરીના આરોપીના જામીન મંજૂર:ખાવડાની કંપનીમાં ચોરીના આરોપીને સેશન્સ કોર્ટે શરતી જામીન આપ્યા

    11 hours ago

    ખાવડા વિસ્તારમાં આવેલી અદાણી ગ્રીન એનર્જીના ગોડાઉનમાંથી રૂ. 2.30 લાખના કોપર બસમાર પ્લેટો અને અર્થીંગ પ્લેટોની ચોરીના કેસમાં પકડાયેલા આરોપી મામદ અબ્દુલકરીમ સમાને સેશન્સ કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. ફરિયાદ મુજબ, 25 ફેબ્રુઆરીએ ખાવડા પોલીસ મથક વિસ્તારમાં આવેલી કંપનીના ગોડાઉનનું તાળું તોડી અજાણ્યા ઈસમોએ કોપર બસબાર પ્લેટો અને અર્થિંગ પટ્ટીઓ મળીને કુલ રૂ. 2.30 લાખનો મુદ્દામાલ ચોરી કર્યો હતો. આ મામલે ખાવડા પોલીસે તપાસ દરમિયાન શકદાર તરીકે લાખાવાંઢ, મોટા દિનારાના મામદ અબ્દુલકરીમ સમાની અટકાયત કરી હતી. આરોપીએ અગાઉ નીચલી અદાલતમાં જામીન માટે અરજી કરાતાં તેની અરજી નામંજૂર કરાઈ હતી. બાદમાં આરોપીએ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી જામીન માગ્યા હતા. સેશન્સ કોર્ટે આરોપીને શરતોને આધીન જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. જેમાં આરોપીના બચાવ પક્ષે ભુજના એડવોકેટ મુસ્કાન કાસમભાઈ લોઢીયા હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ:જિલ્લામાં જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાશે
    Next Article
    પાણીની તીવ્ર અછત:પાલિકાની અણઆવડતથી ભુજમાં ફરી ‘ટેન્કર રાજ’ !

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment