Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેનેડાથી અભદ્ર ટિપ્પણી કરનાર સામે ગુનો:કેનેડાથી પાટીદાર સમાજ અને વડાપ્રધાન અંગે પોસ્ટમાં અભદ્ર ટિપ્પણી કરનાર ભાવિક અમીન સામે ગુનો નોંધાયો

    9 hours ago

    સરદારધામના કાર્યક્રમ અગાઉ સોશિયલ મીડિયા ઉપર મુકાયેલી પોસ્ટ અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. શહેરના નિઝામપુરા વિસ્તારમાં રહેતા અને કેબલ ઓપરેટર તરીકે વ્યવસાય કરતા પૂરવકુમાર પટેલ દ્વારા આ ફરિયાદ નોંધાવાઇ છે. સાયબર ક્રાઈમ વિભાગે પટેલ સમાજ, વડા પ્રધાન અને ભાજપ વિરુદ્ધ અભદ્ર લખાણની પોસ્ટ તાત્કાલિક દૂર કરાવી છે. ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે ભાવિક અમીન નામના શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ પોતાની ફેસબુક પ્રોફાઇલ પરથી પાટીદાર સમાજની લાગણી દુભાય અને વડાપ્રધાન તેમજ ભાજપ વિરુદ્ધ ઉશ્કેરણીજનક લખાણ લખીને તેને પોસ્ટ કર્યું હતું. આ અંગે ફરિયાદીના જણાવ્યા અનુસાર, ગત 9 તારીખે ફેસબુક પર ભાવિક અમીન નામની આઈડી પરથી એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં પાટીદાર સમાજની બહેન-દીકરીઓ વિશે અત્યંત બિભત્સ અને અશોભનીય શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ પોસ્ટમાં માત્ર જ્ઞાતિવાદ જ નહીં, પરંતુ દેશના વડાપ્રધાન અને સત્તાધારી પક્ષ વિરુદ્ધ પણ વાંધાજનક લખાણ લખવામાં આવ્યું હોવાનું પણ બહાર આવ્યું છે. આરોપી પોતાને કોંગ્રેસ પક્ષનો પૂર્વ પ્રવક્તા અને પોતે અત્યારે પત્રકાર હોવાનું સોશિયલ મીડિયા ઉપર લખ્યું છે. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ 353(2), 294(2) તેમજ આઈટી એક્ટની કલમ 67 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ચાવડા આ કેસની તપાસ ચલાવી રહ્યા છે અને ભાવિક અમીનના આખા એકાઉન્ટ ઉપર મુકાયેલી પોસ્ટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પાટીદાર સમાજનું અપમાન ક્યારેય સાંખી લેવાશે નહીં વડા પ્રધાનના હસ્તે સરદારધામનું લોકાર્પણ હતું. રાજ્ય ભરના પટેલોએ સહેયોગ આપ્યો હતો. વડા પ્રધાનને સરદાર રત્ન એવોર્ડ પણ આપવાનો હતો. આ કાર્યક્રમના બે દિવસ અગાઉ ભાવિક અમીનની પોસ્ટ મે સોશિયલ મીડિયા ઉપર જોઈ હતી. જે પટેલ સમાજ અને વડા પ્રધાન તેમજ ભાજપ વિરુદ્ધ લખાણ હતું. ખાસ કરીને પટેલ સમાજમાં ઉશ્કેરાટ ફેલાય એવું આ કૃત્ય હતું. પાટીદાર સમાજનું અપમાન સાંખી લેવાશે નહીં. મેં ભાવિક અમીન સામે કડક કાર્યવાહીની માંગ કરી છે તેમ ફરિયાદીએ જણાવ્યું છે. કેનેડાથી ભાવિક અમીનનું એકાઉન્ટ ઓપરેટ થતું હતું પોલીસ તપાસમાં એવી વિગતો સપાટી પર આવી છે કે આરોપી ભાવિક અમીન હાલ કેનેડામાં છે અને ત્યાં બેસીને જ ગુજરાતમાં સામાજિક વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય કરી રહ્યો છે. સરદારધામના મહત્વના કાર્યક્રમ પૂર્વે જ આ પ્રકારે પોસ્ટ કરીને સમાજમાં રોષ જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, સાયબર ક્રાઇમે ગંભીરતા દાખવી તાત્કાલિક ધોરણે આ વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયા પરથી દૂર કરાવી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    એજન્ટ ફરાર:વલસાડમાં કોમ્પ્યુટર ઇન્સ્ટિટયુટનો માર્કેટિંગ એજન્ટ એડમિશનના રૂ. 9.80 લાખ લઇ ચુનો ચોપડી ફરાર
    Next Article
    Virat Kohli's ODI World Cup Ultimatum Leaves BCCI In A Tight Spot

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment