Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એજન્ટ ફરાર:વલસાડમાં કોમ્પ્યુટર ઇન્સ્ટિટયુટનો માર્કેટિંગ એજન્ટ એડમિશનના રૂ. 9.80 લાખ લઇ ચુનો ચોપડી ફરાર

    9 hours ago

    વલસાડમાં ગૌરવ પથ ઉપર આવેલી એક કોમ્પ્યુટર ઇન્સ્ટિટયુટના માર્કેટિંગ એજન્ટે વિદ્યાર્થીઓના એડમિશનની રૂ.9.80 લાખની ફીની રકમ ચાઉં કરી ફરાર થઇ ગયો હતો. ઇન્સ્ટિટ્યુટના માલિકે તેમની સંસ્થાના એજન્ટ વિરૂધ્ધ છેતરપિંડીની એફઆઇઆર નોંધાવતાં ખાનગી કોમ્પ્યુટર કલાસિસ વર્તુળમાં ભારે ચકચાર જાગી હતી. વલસાડના અબ્રામા સોના સરિતા સોસાયટીમાં રહેતાં 51 વર્ષીય રાકેશ કરણસિંહ ચૌહાણ શહેરના ગૌરવપથ ઉપર આવેલા કળશ એપાર્ટમેન્ટના ત્રીજા માળે 2014થી સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટયુટ ચલાવે છે.જેમાં કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવે છે. 2015ની સાલમાં અબ્રામા મણિબાગમાં રહેતો મૂળ મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાના લખની તાલૂકાનો રહીશ વિજેયન્દ્ર તુલસીરામ ગૌનાન્ડે સંસ્થામાં 3 મહિના નોકરી કરીને ચાલી ગયો હતો. ત્યારબાદ 7 ઓકટોબર 2024ના રોજ તે ફરી આવીને વિદ્યાર્થીઓના એડમિશનના માર્કેટિંગના કામકાજ માટે પુછપરછ કરતાં રાકેશ ચૌહાણે તેની માર્કેટિંગ એજન્ટ તરીકે એપોઇન્ટમેન્ટ કરી હતી આ કામગીરી માટે વિજયેન્દ્રએ હા પાડી હતી અને બીજા સ્ટાફ તરીકે 3 છોકરીને નોકરી પર રાખી હતી અને તેમને પગાર વિજયેન્દ્ર જાતે જ આપતો હતો. આમ વિજયેન્દ્ર એડમિશન ફીની રકમ જમા કરાવતો હતો અને પગાર ચૂકવી દેવાતો હતો.દરમિયાન રાકેશભાઇની તબિયત ઓક્ટબર 2025માં બગડી જતાં તેઓ ઓફિસમાં આવી શક્યા ન હતા અને વિજેયન્દ્રને વિદ્યાર્થીઓના એડમિશનના પૈસા આવે તે તેમને ઘરે પહોંચતા કરવા અથવા ઓફિસમાં જમા કરવા કહ્યું હતુ.તેને વારંવાર ફોન કરવા છતાં મોબાઇલ બંધ આવતો હતો.એજન્ટ વિજેયન્દ્ર 24 ડિસેમ્બર 2025ના રોજ સંસ્થા છોડીને ભાગી ગયો હતો. છેવટે રાકેશ ચૌહાણે રૂ.9.80 લાખની ઠગાઇ મામલે માર્કેટિંગ એજન્ટ વિજયેન્દ્ર તુલસીરામ ગોનાન્ડ વિરૂધ્ધ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    તડ-ભાડસી નજીક બે બાઈક અથડાયા:જૂનાગઢના બે યુવાનને ગંભીર ઈજા, ઉના હોસ્પિટલે ખસેડાયા
    Next Article
    કેનેડાથી અભદ્ર ટિપ્પણી કરનાર સામે ગુનો:કેનેડાથી પાટીદાર સમાજ અને વડાપ્રધાન અંગે પોસ્ટમાં અભદ્ર ટિપ્પણી કરનાર ભાવિક અમીન સામે ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment