Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:...એજન્સીએ પેમેન્ટ શીટમાં કર્મચારીના બદલે પોતાની કોલમમાં રકમ દર્શાવી કરોડો ઉપાડ્યા

    8 hours ago

    તેજસ રાવળ, હરેન્દ્ર સિંહ બારડ, ઇરફાન મલેક રાજ્યના આરોગ્ય વિભાગમાં આઉટસોર્સિંગ કર્મચારીઓના આર્થિક શોષણનો એક મોટો પર્દાફાશ થયો છે. મહેસાણાની ‘અલ્ટ્રા મોર્ડન એજન્સી' એ દાહોદ, ભાવનગર અને તાપી જિલ્લાના અંદાજે 1500 જેટલા વર્ગ-3 અને વર્ગ-4ના ગરીબ કર્મચારીઓના હક્કના 5.88 કરોડ ચાઉં કરી ગંભીર નાણાકીય ગેરરીતિ આચરી છે. ચોંકાવનારી બાબત એ છે કે કર્મચારીઓ આ શોષણ સામે અવાજ ન ઉઠાવે તે માટે એજન્સીએ અગાઉથી જ 100ના સ્ટેમ્પ પેપર પર નોટરી કરાવીને તેમના કાનૂની અધિકારો પર તરાપ મારી હતી. આ કૌભાંડમાં એજન્સીએ પેમેન્ટ શીટમાં અત્યંત ચાલાકીપૂર્વક ગરબડ કરી હતી. કર્મચારીઓને મળવાપાત્ર ‘લીવ ઓન કેશ’ (રજાના રોકડા નાણાં) સીધા પોતાના ખાતામાં ડાયવર્ટ કરી લીધા હતા. આખરે ભાંડો ફૂટતા ત્રણેય જિલ્લા પંચાયતની ટેન્ડર કમિટીએ તપાસ રિપોર્ટ તૈયાર કરી રિકવરીના આદેશ આપ્યા છે. અત્યાર સુધીમાં માત્ર દાહોદમાંથી 1 કરોડ પરત મળ્યા છે, જ્યારે ત્રણેય જિલ્લાની મળી કુલ 4.88 કરોડની વસૂલાત હજુ બાકી છે. આરોગ્ય વિભાગનું 5.88 કરોડનું ‘લીવ-કેશ’ કૌભાંડ? આ ફેરફારને કારણે એજન્સીના ખાતામાં જમા સિસ્ટમ: એજન્સી દર મહિને કર્મીઓનો પગાર, સર્વિસ ચાર્જ દર્શાવતી ‘પેમેન્ટ શીટ’ તૈયાર કરતી હતી. રકમનું ડાયવર્ઝન: નિયમ મુજબ કર્મીને મળવાપાત્ર રજાના રોકડાના અંદાજે 2000 સીધા તેમના ખાતામાં જવા જોઈએ, તેને બદલે એજન્સીએ રકમ ‘એજન્સીને ચૂકવવાપાત્ર રકમ’ની કોલમમાં દર્શાવી દીધી. સીધું પેમેન્ટ: આ ફેરફારને કારણે નાણાં કર્મીઓના બદલે સીધા એજન્સીના ખાતામાં જમા થવા લાગ્યા. અધિકારીઓની રહેમનજર: જવાબદાર અધિકારીઓએ કોઈ પણ વેરિફિકેશન કે તપાસ વગર પેમેન્ટ શીટ પર સહીઓ કરી નાણાં છૂટા કરી દીધા. 100 ના સ્ટેમ્પ પર નોટરી કરાવી મોઢા સીવી લીધા કૌભાંડના બોલતા આંકડા એજન્સી નામ: અલ્ટ્રા મોર્ડન એજન્સી સમય: નવે. 2023થી જાન્યુ. 2026 કુલ ઉચાપત રકમ: 5,88,51,420 જિલ્લાવાર બાકી રિકવરી-અસરગ્રસ્ત કર્મી દાહોદ જિલ્લો: 800 કર્મચારી - ₹2,83,45,276 ભાવનગર જિલ્લો: 450 કર્મચારી - ₹1,72,53,340 તાપી જિલ્લો: 250 કર્મચારી - ₹1,32,52,804 (નોંધ: આ આંકડા તપાસ સમિતિના રિપોર્ટ અને રિકવરી માટેના સત્તાવાર પત્રો આધારિત છે.) વિરોધ ન કરે માટે નોટરી કરાવી કર્મચારીઓના 'કાંડા કાપી' લીધા એજન્સીએ પોતાના ભ્રષ્ટાચારને છુપાવવા માટે કર્મચારીઓ પાસે 100ના સ્ટેમ્પ પેપર પર નોટરી કરાવી હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. આ લખાણમાં એવી શરત મૂકાઈ હતી કે, ભવિષ્યમાં કોઈ પણ સમસ્યા હોય તો કર્મચારી ક્યાંય રજૂઆત કરી શકશે નહીં. આ રીતે કર્મચારીઓના આંદોલન કે વિરોધ કરવાના પાયાના અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા. ટેન્ડરની શરતોનો સરેઆમ ભંગ ટેન્ડરની શરત 7.10.39 મુજબ એજન્સીએ માસિક વેતન ઉપરાંત સ્પેશિયલ એલાઉન્સ, બોનસ, રજા પગાર, યુનિફોર્મ અને આઈકાર્ડ આપવાના હતા. શરત 7.5 અને 7.10.43 મુજબ દર મહિનાની 7 તારીખ પહેલાં પગાર સ્લીપ આપવી અનિવાર્ય હતી. EPF, ESIC અને 2% સર્વિસ ચાર્જની મર્યાદા જેવી શરતોનું પણ પાલન કરવામાં આવ્યું નથી. દાહોદમાંથી 1 કરોડની રિકવરી થઈ, અન્ય જિલ્લાઓમાં પ્રક્રિયા ચાલુ દાહોદ અને તાપી જિલ્લાના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, એજન્સી પાસેથી રકમ રિકવર કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાંથી અત્યાર સુધીમાં રૂપિયા 1 કરોડની રિકવરી થઈ છે, જ્યારે હજુ રૂપિયા 1.20 કરોડ બાકી છે. ભાવનગર અને તાપી જિલ્લામાં પણ વસૂલાતની પ્રક્રિયા હાલ ગતિમાં છે.
    Click here to Read More
    Previous Article
    આજ રોજ શનિવાર અને શનિ જયંતિ:શનિદેવને ચઢાવો સરસવનું તેલ, કાળા તલનું દાન કરો; વાંચો ન્યાયના દેવતાના જન્મની પૌરાણિક કથા
    Next Article
    ‘ધર્મને રહેવા દો તમે તમારૂં કામ કરો’:રાજકોટમાં મંદીર તોડી પડાતા નાગરીકો વિફર્યા; રેલવે-EVની મુસાફરી કરી નેતાઓએ ફોટો પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment