Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી બનશે સુરતનું ટ્વિન સિટી:ભાજપે 'વિઝન નવસારી' મેનિફેસ્ટો જાહેર કર્યો; મહિલા-વૃદ્ધોને ફ્રી બસ, EV ટેક્સ મુક્તિ

    1 week ago

    નવસારી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીએ 'વિઝન નવસારી' મેનિફેસ્ટો જાહેર કર્યો છે. આ મેનિફેસ્ટોમાં નવસારીને સુરતનું 'ટ્વિન સિટી' બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સિટી બસમાં મફત મુસાફરી તેમજ ઇલેક્ટ્રિક વાહનો (EV) પર મ્યુનિસિપલ ટેક્સમાંથી મુક્તિ આપવાનું વચન અપાયું છે. જિલ્લા ભાજપ અધ્યક્ષ ભુરાભાઈ શાહ અને ધારાસભ્ય રાકેશ દેસાઈની ઉપસ્થિતિમાં આ ઢંઢેરો જાહેર કરાયો હતો. તેમાં નવસારીને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની સાથે નાગરિકોને આર્થિક રાહતો આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ભાજપના મેનિફેસ્ટોમાં સૌથી મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ તરીકે નવસારી અને સુરત વચ્ચે 'ટ્વિન સિટી' કોરિડોર વિકસાવવાનું વચન અપાયું છે. આ કોરિડોરથી બંને શહેરો વચ્ચે કનેક્ટિવિટી વધશે અને વેપાર-રોજગારના નવા અવસરો ઊભા થશે. પર્યાવરણ સંરક્ષણ માટે ઇલેક્ટ્રિક વાહનો (EV) પરનો મ્યુનિસિપલ વાહન વેરો સંપૂર્ણપણે નાબૂદ કરવાની પણ જાહેરાત કરાઈ છે. શહેરની પરિવહન વ્યવસ્થાને સુલભ બનાવવા માટે મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે સિટી બસ સેવા મફત રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જળ સંચયને પ્રોત્સાહન આપવા માટે, જે નાગરિકો રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અપનાવશે તેમને મ્યુનિસિપલ ટેક્સમાં વિશેષ રાહત અને આર્થિક સહાય અપાશે. ભાજપે દાવો કર્યો છે કે, છેલ્લા સમયગાળામાં નવસારી-વિજલપોરમાં રૂ. 170 કરોડથી વધુના વિકાસકાર્યો પૂર્ણ થયા છે. આ કાર્યોમાં મુખ્ય માર્ગો માટે રૂ. 78 કરોડ અને વિજલપોર રિંગ રોડ માટે રૂ. 3.89 કરોડનો ખર્ચ સામેલ છે. શુદ્ધ પાણી માટે દૂધિયા તળાવ અને વિજલપોરમાં રૂ. 38.83 કરોડના ખર્ચે વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ સ્થાપિત કરાયા છે. આ ઉપરાંત, 5 નવા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન અને આધુનિક મોડેલ ફાયર સ્ટેશનનું પણ નિર્માણ થયું છે. મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નવા 4 ગામોના વિકાસ માટે પણ વિશેષ આયોજન કરાયું છે. જેમાં પાણી પુરવઠા માટે રૂ. 60 કરોડ અને ગટર લાઇન માટે રૂ. 54 કરોડ ફાળવવામાં આવ્યા છે. રેલવે સ્ટેશન પ્રિસિંકટ ડેવલપમેન્ટ માટે રૂ. 15 કરોડ, પૂર્ણા નદીના પૂરથી રક્ષણ માટે રૂ. 50 કરોડના ખર્ચે ફ્લડ પ્રોટેક્શન વોલ અને સમગ્ર શહેરમાં CCTV સર્વેલન્સ, આધુનિક શાકભાજી માર્કેટ તથા ધૂળમુક્ત 'આઇકોનિક રોડ' બનાવવાનું આયોજન પણ મેનિફેસ્ટોમાં સામેલ છે.
    Click here to Read More
    Previous Article
    આર્મીમેનમાથી રાજકારણી બનેલા ધર્મેન્દ્રસિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું:રડતા-રડતા કહ્યું- મારી ટિકિટ કપાતા દુઃખના તોફાનમાં વહી રહ્યો છે, કોંગ્રેસે મારી સાથે દગો કર્યો
    Next Article
    સુરતમાં પ્રસાદીમાં ઝેર ભેળવી પરિવારને ખતમ કરવાના કેસમાં ઘટસ્ફોટ:પડોશી મહિલાએ લાડુમાં ઉંઘની ગોળીઓ નાંખી હતી, દીકરીના ભાગવામાં હાથ હોવાની શંકાએ વેર વાળવા ષડ્યંત્ર ઘડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment