Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા બજેટ પર ભાર:ક્રૂડથી સપ્લાય ચેન તૂટી, શ્રમિકથી લઇ ઉદ્યોગોમાં ઉત્પાદન સુધીની અસર

    6 hours ago

    હિંમતનગર સહિત ઉત્તર ગુજરાતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો છે. દૂધમાં રૂ. 2 અને પેટ્રોલ-ડીઝલમાં રૂ. 3ના ઝીંકાયેલા ભાવવધારાએ સામાન્ય માણસના ઘરનું બજેટ ખોરવી નાખ્યું છે. ઈરાન-ઈરાક યુદ્ધના લીધે ક્રૂડના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં 10% સુધીનો વધારો તોળાઈ રહ્યો છે, જેના કારણે આગામી દિવસોમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને શાકભાજીના ભાવમાં મોટો ઉછાળો આવવાની દહેશત છે. ખાતર અને ડીઝલના ભાવમાં થયેલા તોતિંગ વધારા સામે ખેડૂત આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂત અગ્રણી ધીરજભાઈ પટેલે સરકાર સામે આક્રોશ ઠાલવતા જણાવ્યું છે કે, એક તરફ ખેતી ખર્ચ બમણો થયો છે અને બીજી તરફ ટેકાના ભાવમાં વધારો થતો નથી. જો સ્થિતિ આવી જ રહી તો જગતનો તાત ખેતીથી વિમુખ થઈ જશે, જેના માટે શાસકોની નીતિઓ જવાબદાર ગણાશે. નેતાઓના પગાર બંધ કરી ખેડૂતોના દેવા માફ કરો, નહીં તો ખેતી છોડવા સિવાય છૂટકો નથી. હાલની સ્થિતિમાં પણ માલવાહક વાહનોના ભાડા, બસ, રિક્ષા, ઓટો ટ્રાવેલ્સના ભાડા અને સ્કૂલ બસ-વાનનું ભાડું પણ વધનાર છે. વેકેશન બાદ આ ખર્ચ પણ ઘરના બજેટમાં આવી જશે. ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ ફિરોજભાઈ કંડીયાએ જણાવ્યું કે ડીઝલના ભાવ વધતા બેઠકનુ આયોજન કર્યુ છે. લાંબા સમયથી માલભાડામાં વધારો કર્યો નથી. ડીઝલના ભાવ વધતા હવે પોસાય તેમ ન હોવાની લાગણી પ્રવર્તી રહી છે. માલભાડામાં સરેરાશ 10 ટકાની આસપાસ વધારો કરાશે યુદ્ધના કારણે સર્જાયેલા ક્રૂડસંકટથી તમામ ચીજવસ્તુઓની સપ્લાય ચેન તૂટી ગઈ છે. ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટેશન મોંઘું બન્યું છે, જેના કારણે જીવન જરૂરી દરેક ચીજવસ્તુના ભાવમાં વધારો થવાની શક્યતા છે. વાહન વ્યવહાર ઉપરાંત રોડ બનાવવા માટેના ડામર સહિત પ્લાસ્ટિકની 44 જેટલી વસ્તુઓ ક્રૂડ આધારિત છે. શાકભાજી, કરિયાણું, દવા અને ફેક્ટરીઓ સહિત તમામ ક્ષેત્રોમાં તેની અસર શરૂ થઈ ગઈ છે. કાચા માલનો પૂરતો સપ્લાય ન મળતાં પુરવઠા કરતાં માંગ વધી રહી છે. ગરીબના આંટાથી લઇને ફેક્ટરીમાં કામ કરતા કારીગરો સુધી મંદીની અસર વર્તાશે. ઝડપથી ઉકેલ નહીં આવે તો આ મોટી મંદીના સંકેત છે. જ્યાં પુરવઠો ઓછો અને માંગ વધુ રહેશે, ત્યાં મોંઘવારી અને બજાર અસ્થિરતા વધવાની શક્યતા રહેશે. હાલ તો આનો ઉકેલ જ્યાં ટુ વ્હીલરથી ચાલે એમ છે ત્યાં ફોર વ્હીલરનો ઉપયોગ ટાળવો જોઈએ અને જ્યાં સાયકલ થી ચાલે તેમ છે ત્યાં ટુ વ્હીલર પણ ટાળવું જોઈએ. - ગણેશ ત્રિપાઠી, અર્થશાસ્ત્રી દૂધ, પેટ્રોલ-ડીઝલ બાદ હવે ટ્રાન્સપોર્ટ અને ખેતીમાં મોંઘવારી, સામાન્ય જનતા અને ખેડૂતો બેહાલ એક પરિવારના માસિક ખર્ચમાં સરેરાશ 20 ટકાનો વધારો થશે 6 સભ્યોનું પરીવાર હોય અને બાર મહિનાનું દાળ ચોખા અનાજ કઠોળ તેલ ભરવાની પ્રથા જાળવી રાખી હોય તો બે ટુ વ્હીલર, એક ફોર વ્હીલર, દૂધ, શાકભાજી, ન્હાવા ધોવાના સાબુ, પાવડર, ઘરની રોજીંદી સાફ સફાઈની વસ્તુઓ, રાંધણ ગેસ વગેરે પાછળ સરેરાશ 8 થી 10 હજારનો ખર્ચ થાય છે. દૂધ, પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ વધતા હવે આ ખર્ચમાં 20 ટકાનો વધારો થઈ જશે તે નિશ્ચિત છે. બાકી પેકીંગમાં દર મહિને કરિયાણા સહિતની તમામ ચીજવસ્તુઓ લાવતા પરિવારોની માસિક ખર્ચ આનાથી પણ વધી શકે છે.
    Click here to Read More
    Previous Article
    ડીઝલ માટે લાઈનો:ખેતીમાં સીઝન ટાણે જ ડીઝલ માટે લાઈનો છતાં ખેડૂતો ખાલી હાથે પરત
    Next Article
    Oxfam India activities are against country’s economic interest, MHA tells High Court

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment