Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાંધકામ વેસ્ટ રોડ સાઇડ ઢલવાય છે છતાં યોગ્ય પગલાનો અભાવ:મહેસાણામાં બાંધકામ સાઇટ પર હવે સલામતી વ્યવસ્થાની ચકાસણી કરાશે

    6 hours ago

    મહેસાણા શહેરમાં ચાલી રહેલી બાંધકામ સાઇટો પર કામ કરતા શ્રમિકો તેમજ સામાન્ય લોકોની સલામતી અને પર્યાવરણ જાળવણી માટેના પગલાં લેવા મનપાનું ટી.પી. તંત્ર હવે સ્થળ નિરીક્ષણ સર્વે કરશે અને ખૂટતી વ્યવસ્થાઓ પૂર્ણ કરવા નોટિસ આપશે. બાંધકામ વિકાસ પરવાનગી વખતે જરૂરી વ્યવસ્થાઓ સૂચવવામાં આવતી હોય છે. તેમાં સ્થળ પર બાંધકામની ઊંચાઈ પ્રમાણે પતરાની વાડ બનાવવી તેમજ સલામતી માટે ગ્રીન નેટ લગાવવાની ફરજિયાત વ્યવસ્થા રાખવાની હોય છે। બહુમાળી બિલ્ડિંગમાં કામ કરતા શ્રમિકોની સલામતી માટે ચારે બાજુ સ્કેફોલ્ડિંગ સાથે મજબૂત ડબલ લેયર સેફ્ટી નેટ તેમજ વર્કિંગ પ્લેટફોર્મની નીચે યોગ્ય એન્કરેજ ડિવાઇસથી બાંધકામ કરવાનું રહેશે. બાંધકામ પ્લોટ બહાર મ્યુનિસિપલ રસ્તા પર કન્સ્ટ્રક્શન સામગ્રી અથવા કાટમાળ મૂકી દબાણ ન થાય તેની તકેદારી રાખવાની રહેશે। જોકે ઘણી જગ્યાએ કન્સ્ટ્રક્શન વેસ્ટ રોડ સાઇડ પર જ પડ્યો હોવાની ફરિયાદો જોવા મળે છે. બાંધકામ સાથે સંકળાયેલા મજૂરો માટે સેનિટેશન વ્યવસ્થા, હંગામી આવાસ, આંધણ ગેસની સુવિધા તેમજ કિચન વેસ્ટના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવી જરૂરી છે. તાજેતરમાં વિસનગર રોડ પર આવેલી આઇકોનિક સાઇટ પર શ્રમિકોના હંગામી વસવાટ બાદ વેસ્ટ યથાવત હાલતમાં પડ્યો હોવાનું સામે આવ્યું હતું.જોકે હવે ટી.પી તંત્ર શહેરની તમામ ખાનગી બાંધકામ સાઇટોનો સર્વે શરૂ કરશે.જેમાં બાંધકામ પરવાનગીના નિયમોને ધ્યાનમાં રાખીને સલામતી સંબંધિત તમામ 15 જોગવાઈઓનું બાંધકામ સાઇટ પર ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    IPL 2026 Points Table Today: CSK’s playoff chances take blow after LSG defeat
    Next Article
    વિદેશ યાત્રા ન કરવાનો સંકલ્પ લીધો:"સોનું નહીં ખરીદીએ' ભાજપ ધારાસભ્યો અને હોદ્દેદારોનો સંકલ્પ, 3 પાસે 16થી 210 તોલા છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment