Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદેશ યાત્રા ન કરવાનો સંકલ્પ લીધો:"સોનું નહીં ખરીદીએ' ભાજપ ધારાસભ્યો અને હોદ્દેદારોનો સંકલ્પ, 3 પાસે 16થી 210 તોલા છે

    6 hours ago

    વડાપ્રધાન મોદીની અપીલને જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પ્રમુખ અને ધારાસભ્યો અને આગેવાનોએ સોનું નહીં ખરીદવાનું, વિદેશ યાત્રા નહીં કરવાની અને પેટ્રોલ, ડીઝલમાં બચત કરવા માટે શુક્રવારે કમલમ કાર્યાલય ખાતે સંકલ્પ લીધા હતા. જોકે, 3 ધારાસભ્યોના પરીવાર પાસે પહેેલેથી જ 16 થી લઇ 210 તોલા સુધી સોનાના દાગીના છે. જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોરની અધ્યક્ષતામાં અને ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલ, ખેરાલુ ધારાસભ્ય સરદાર ચૌધરી, કડી ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા, મહામંત્રીઓ અને પક્ષના હોદ્દેદારો અને આગેવાનોએ આગામી એક વર્ષ સુધી સોનાની ખરીદી નહીં કરવા, ઘરમાં પણ તેલના વપરાશમાં ઘટાડો કરવા સહિતનો સંકલ્પ લીધો હતો. પ્રમુખ ગિરીશ રાજગોરે જણાવ્યું કે, વડાપ્રધાનની અપીલને પગલે મેં પણ મારી અમેરિકાની વિદેશ યાત્રા રદ કરી છે અને ધારાસભ્યો સહિત તમામ આગેવાનો હવે કાર પુલિંગ કરીને ઓછી વાપરીશું, ઇલેક્ટ્રોનિક વાહનનો ઉપયોગ કરીશું. મેં પણ ઇલેક્ટ્રોનિક ગાડી લેવાનું કહી દીધું છે. ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલે તો નવી ઇવી ગાડી પણ લઈ લીધી છે અને અન્ય ધારાસભ્યો અને આગેવાનો હવે ગાડીનો ઓછો ઉપયોગ કરશે. સોનું અને વાહનની સંપત્તિ 1. રાજેન્દ્ર ચાવડા, કડી-MLA {16 તોલા સોનું (14.08 લાખ) { કોઈ વાહન નામે નથી 2. સરદાર ચૌધરી, ખેરાલુ-MLA { 200 તોલા સોનું (રૂ.1 કરોડ) { બે હાઇપ્રોફાઇલ કાર 3. કિરીટ પટેલ, ઊંઝા-MLA { 220 તોલા સોનું (1.03 કરોડ) { એક કાર, એક ટુ-વ્હિલર (નોંધ : સોનાના દાગીના અને વાહનની માહિતી ચૂંટણી સોગંધનામા પ્રમાણે છે)
    Click here to Read More
    Previous Article
    બાંધકામ વેસ્ટ રોડ સાઇડ ઢલવાય છે છતાં યોગ્ય પગલાનો અભાવ:મહેસાણામાં બાંધકામ સાઇટ પર હવે સલામતી વ્યવસ્થાની ચકાસણી કરાશે
    Next Article
    મિશન કર્મયોગી:અરજદાર સાથે વાત , ધક્કાખાવા ન પડે અને આત્મીયતાનો અનુભવ થાય અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment