Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાઘોડિયા લૂંટ કેસના તાર પંચમહાલ સુધી જોડાયા:સોનીને માર મારનાર લૂંટનારાઓનું પગેરું મળ્યું, લૂંટારૂઓ સુધી પહોંચવામાં પોલીસ એક કદમ દૂર

    7 hours ago

    વાઘોડિયામાં બજારમાં ફિલ્મી ધાબે સોના ચાંદીના વેપારીને લાકડાના સપાટા મારી લૂંટી લેવાની ઘટનામાં પોલીસે તપાસ તેજ બનાવી દીધી છે. પોલીસને લૂંટારુઓનું પગેરું મળી ગયું છે અને તપાસ પંચમહાલ તરફ આગળ વધારવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારુઓ સુધી પહોંચવાના પ્રયાસો કર્યા છે અને હવે તેઓ લૂંટારુઓથી માત્ર એક કદમ દૂર હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર રૂટ પરના સીસીટીવી ચેક કરવામાં આવ્યા વાઘોડિયામાં રાતે 8 કલાકે બનેલી ઘટનામાં લૂંટારુઓ દ્વારા અગાઉથી જ રેકી કરવામાં આવી હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું હતું જેના આધારે પોલીસે તપાસનો દોર શરુ કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટનાના અગાઉના પાંચ દિવસના સીસીટીવી પણ ચેક કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત લૂંટારુઓ જે બાઈક છોડીને નાસી છૂટયા હતા તેની પણ સઘન તપાસ કરવામાં આવી હતી. પોલીસે પોતાના બાતમીદારોને પણ સક્રિય કરી દીધા હતા અને લૂંટારુઓ સુધી પહોંચવાના પ્રયાસો કર્યા હતા. લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ પંચમહાલ તરફ ભાગ્યા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લૂંટારુઓ બે કે ત્રણ નહીં પરંતુ ચાર જેટલા હોઈ શકે છે. લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ એક બાઈક ત્યાં જ સ્લીપ થઇ જતા લૂંટારા અન્ય બાઈક ઉપર નાસી છૂટયા હતા. લૂંટ બાદ તેઓ પંચમહાલ તરફ ભાગ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત જે બાઈક મળી હતી તે પણ એમપી પાસિંગની હોવાનું ખુલ્યું હતું. ત્યારે પોલીસે હાલમાં સઘન પૂછપરછ હાથ ધરી લૂંટારૂઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. શું હતી લૂંટની સમગ્ર ઘટના? વાઘોડિયા શહેરમાં બજારમાં સોના ચાંદીની દુકાન ધરાવતા અને નારાયણ નગર સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ સોની દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા, દરમિયાન અગાઉથી જ લૂંટારુઓ તેઓની રાહ જોઈ રહ્યા હોય તેમ એક બાઈક પર સવાર ત્રણ અજાણ્યા બુકાનીધારી શખ્સોએ તેમને આંતર્યા હતા. જીગ્નેશભાઈ કંઈ સમજે તે પહેલા લૂંટારુઓએ જીગ્નેશભાઈના માથાના ભાગે લાકડાના ફટકા વડે ઉપરા-છાપરી હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં જીગ્નેશભાઈ નીચે પટકાતા લૂંટારુઓ તેમની પાસે રહેલી કિંમતી ઘરેણાં અને રોકડ ભરેલી બેગ ઝૂંટવીને પૂરપાટ ઝડપે નાસી છૂટ્યા હતા. લૂંટ ચલાવીને ભાગી રહેલા શખ્સો બાઈક લઈને ભાગવા જતા હતા. દરમિયાન તેમની બાઈક રસ્તા પર સ્લીપ થઇ ગઈ હતી અને ત્રણેય લૂંટારુઓ જમીન પર પટકાયા હતા. જો કે આસપાસના રહીશો જાગી જાય અને તેઓ પકડાઈ જાય તેવી બીકે લૂંટારુઓ એક બાઈક ઘટનાસ્થળે જ પડતી મૂકીને જ નાસી છૂટ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મહિલાએ સોનાની બંગડીઓ સેરવી લીધી, CCTV:દીકરાના સ્કૂલની ફી ભરવા માટે ચોરી કર્યાંની કબૂલાત, મૂળ પોરબંદરની મહિલાએ અમદાવાદમાં બે જ્વેલર્સમાં હાથફેરો કર્યો
    Next Article
    Tata Trusts Says Maharashtra Law Doesn't Affect Lifetime Trustees Appointed Before September 2025

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment