Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોલેજ જઈ રહેલા તળાજાના વિદ્યાર્થીની બાઈકમાં ભયાનક આગ:સીદસર પાસે વાહન બળીને ખાખ, ચાલકનો આબાદ બચાવ

    9 hours ago

    છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે વાહનોમાં આગ લાગવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. ભાવનગર શહેરના સિદસર રોડ પર આવી જ એક ઘટના બની હતી, જેમાં કોલેજ જઈ રહેલા એક વિદ્યાર્થીની બાઈકમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે, વિદ્યાર્થીએ સમયસૂચકતા વાપરી બાઈક પરથી ઉતરી જતાં તેનો ચમત્કારિક બચાવ થયો હતો. પ્લગમાં સ્પાર્ક થતા અગનજ્વાળાઓ ભડકી મળતી માહિતી મુજબ, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં રહેતો અને સિદસર રોડ પર આવેલી કોલેજમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી દરરોજની જેમ પોતાના વતનથી બાઈક લઈને કોલેજ જવા નીકળ્યો હતો. મુસાફરી દરમિયાન સિદસર રોડ પર અચાનક બાઈકના પ્લગમાં સ્પાર્ક (શોર્ટ સર્કિટ) થયો હતો. આ સ્પાર્કને કારણે લાગેલી આગ જોતજોતામાં પેટ્રોલ ટેન્કના સંપર્કમાં આવતા આખું વાહન આગની લપેટમાં આવી ગયું હતું. વિદ્યાર્થીની સમયસૂચકતા અને લોકોની મદદ બાઈકમાંથી અગનજ્વાળાઓ નીકળતી જોઈ વિદ્યાર્થી ગભરાવાને બદલે હિંમત દાખવી બાઈકને રોડની સાઈડમાં સ્ટેન્ડ પર ચડાવી સલામત સ્થળે ખસી ગયો હતો. આ ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ફાયરના સાધનો (અગ્નિશામક) વડે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બાઈક બળીને ખાખ ભલે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો, પરંતુ ત્યાં સુધીમાં બાઈક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું હતું. સદનસીબે, આ ગંભીર અકસ્માતમાં વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચી ન હતી. ઉનાળાની ગરમીમાં વાહનોમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાના બનાવો વધી રહ્યા હોવાથી વાહનચાલકોમાં ફાળ પડી છે.
    Click here to Read More
    Previous Article
    OpenAI brings coding tool Codex to ChatGPT phone app
    Next Article
    ડભોડામાં જુગાર રમતા ચાર ઝડપાયા:લોકલ ક્રાઈમ બ્રાન્ચના દરોડાથી જુગારીઓમાં નાસભાગ મચી, 50 હજારનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment