Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માધાપરમાં માનવતા લજવાઈ:બે વર્ષની બાળકી પર સગી માતા અને સાવકા પિતાનો અત્યાચાર

    14 hours ago

    તાલુકાના માધાપર ગામે સમાજને હચમચાવી દે તેવી અને અત્યંત ક્રૂર ઘટના સામે આવી છે. માધાપરના જુનાવાસ વિસ્તારમાં રહેતા એક દંપતીએ પોતાની જ બે વર્ષની માસૂમ બાળકી પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હોવાનું બહાર આવ્યું છે. આ મામલે જાગૃત નાગરિકની ફરિયાદના આધારે માધાપર પોલીસે સગી માતા અને સાવકા પિતા વિરુદ્ધ પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે. હાલમાં આરોપી પિતાને જેલ હવાલે કરવામાં આવ્યો છે, જ્યારે માતા પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આરોપી સાવકા પિતાએ માસૂમ બાળકીને દિવાલ સાથે ભટકાવી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આટલેથી ન અટકતા, નરાધમ પિતાએ બાળકીને જમીન પર સુવડાવી બીડી વડે ડામ આપ્યા હતા. શરીરના અન્ય ભાગો પર બટકા ભરી લોહીલુહાણ કરી હતી. આ અત્યાચારમાં બાળકીની સગી માતાએ પણ સાથ આપ્યો હતો અને માથાના ભાગે માર મારતા બાળકીને મગજમાં હેમરેજ જેવી ગંભીર ઇજા પહોંચી છે. જાણવા મળતી વિગતો મુજબ, બાળકીની માતાએ તેના પ્રથમ પતિ સાથે છૂટાછેડા લીધા બાદ આ બીજા લગ્ન કર્યા હતા. બીજા લગ્ન બાદ સાવકો પિતા અને માતા બંને બાળકી પર સતત ત્રાસ ગુજારતા હતા. બાળકી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં પોલીસ તેની ખાસ દેખરેખ રાખી રહી છે. માધાપર પોલીસે આ મામલે હત્યાનો પ્રયાસ, પોક્સો, બાળ ન્યાય (બાળકોની કાળજી અને રક્ષણ) સહિતની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર કચ્છમાં ચકચાર મચાવી દીધી છે અને જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, બનાવ એટલો ગંભીર છે કે બાળકીની સ્થિતિ જોઈ પોલીસ સ્ટાફ પણ સ્તબ્ધ થઈ ગયો હતો આરોપીઓને કડક સજા અપાવવા કવાયત માધાપર પોલીસ આ કેસમાં ઝડપી ચાર્જશીટ રજૂ કરવા તજવીજ હાથ ધરી રહી છે જેથી આરોપીઓને કડકમાં કડક સજા અપાવી શકાય. માધાપર પીઆઈ એ.કે.જાડેજાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, બાળકીને સરકારી ધારાધોરણ મુજબ સહાય મળે અને તેના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે તેને કોઈ સારી સંસ્થામાં આશરો મળે તે માટે પોલીસ તમામ પ્રયાસો કરશે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુરના ભંગાર ગોડાઉનમાં ભીષણ આગ:ચડોતરમાં શોર્ટસર્કિટથી ભંગારના ગોડાઉનમાં આગ લાગી,10 કિમી સુધી ધુમાડાના ગોટે-ગોટા દેખાયા
    Next Article
    Hope for Ganeshkhind Road trees as civic body agrees to review citizens’ alternative plan

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment