Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ જિ.પંચાયતની સિક્યોરિટી એજન્સી સંચાલક સામે કૌભાંડની ફરિયાદ:ખોટા બિલો બનાવી સરકારી નાણાની ઉચાપત, ચોકીદારોને ધમકાવ્યા

    9 hours ago

    પાટણ જિલ્લા પંચાયત અને જિલ્લા વિકાસ અધિકારી (DDO)ના નિવાસસ્થાને સુરક્ષા પૂરી પાડવાના કોન્ટ્રાક્ટમાં કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટ સ્થિત રામ સિક્યોરિટી એજન્સીના સંચાલક કેયુર રસીકલાલ અનડકટ સામે છેતરપિંડી, ખોટા દસ્તાવેજો બનાવવા અને સરકારી નાણાંની ઉચાપત કરવા બદલ પાટણ સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, એજન્સીના સંચાલકે રૂ. 91,000ની સિક્યોરિટી ડિપોઝિટની રકમ ભરી ન હતી. વધુમાં, ફરજ પર ન હોય તેવા વ્યક્તિઓના ખોટા નામે બિલો બનાવી સરકારી નાણાં મેળવ્યા હતા. પાટણ જિલ્લા પંચાયતની બાંધકામ શાખામાં સીનિયર ક્લાર્ક પ્રવિણભાઈ હરજીભાઈ દેસાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, વર્ષ 2025માં રામ સિક્યોરિટી એજન્સીને 9 ચોકીદારો પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. જાન્યુઆરી 2026 થી માર્ચ 2026 દરમિયાન એજન્સીએ કુલ 9 ચોકીદારોના બિલો રજૂ કર્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મનિષ ગરચર, મિત ગોહેલ, ધનેશ કોટક, શીવા, વિશાલ, અનુજ, બીપીન, સૌરભ અને શિવમ નામના વ્યક્તિઓએ ક્યારેય ફરજ બજાવી ન હતી. એજન્સીએ આ ખોટા નામના વ્યક્તિઓને ચોકીદાર તરીકે દર્શાવી સરકારમાંથી નાણાં મેળવી લીધા હતા. આ ઉપરાંત, જે ચોકીદારો ખરેખર ફરજ બજાવતા હતા તેમને નિયત લઘુત્તમ વેતન કરતાં ઓછો પગાર ચૂકવવામાં આવતો હતો. સંચાલક કેયુર અનડકટે ચોકીદારોને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપીને વોટ્સએપ પર ક્યુ.આર. કોડ મોકલી અંદાજે રૂ. 23,500 પરત મેળવી લીધા હતા. સરકારી કચેરી દ્વારા ચોકીદારોના પગાર માટે મોકલવામાં આવેલો રૂ. 3,46,518નો ચેક એજન્સીના ખાતામાં જમા થયા પછી પણ ત્રણ દિવસ સુધી નાણાંની હંગામી ઉચાપત કરવામાં આવી હતી. હાલમાં પાટણ પોલીસે બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બલોલનગર ‘મોત’નો ઓવરબ્રિજ, વધુ એકનું મોત:અમદાવાદમાં વળાંક પર બાઈક ચાલક ડિવાઇડર સાથે અથડાઈ બ્રિજ પરથી નીચે પડતા મોત, 10 દિવસમાં અકસ્માતનો બીજો બનાવ
    Next Article
    નવસારી રિંગરોડ પર યુવાનની હત્યા:જૂની અદાવતમાં ચપ્પુના ઘા ઝીંક્યા, હુમલાખોરો કારમાં ફરાર, પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment