Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ગર્લફ્રેન્ડના મનમોજી વર્તનથી પરેશાન છું':'ક્યારેક પ્રેમમાં ઓળઘોળ ને ક્યારેક મેસેજનો જવાબ પણ ન આપે': જાણો 'બ્રેડક્રમ્બિંગ'થી બચવાની રીત

    7 hours ago

    પ્રશ્ન- મારી ઉંમર 28 વર્ષ છે. હું છેલ્લા કેટલાક મહિનાઓથી એક છોકરીને ડેટ કરી રહ્યો છું. તેનું વર્તન ખૂબ જ વિચિત્ર છે. ક્યારેક તો તે ખૂબ વાતો કરે છે, ઘણા પ્લાન બનાવે છે, ફોન કરે છે, મળે છે, અમે સાથે ફરીએ છીએ. ક્યારેક અચાનક ઘણા દિવસો માટે ગાયબ થઈ જાય છે. ફોન ઉપાડતી નથી, મેસેજનો જવાબ આપતી નથી. શું આ વર્તન સામાન્ય છે? શું તે આ સંબંધને લઈને ગંભીર છે? હું આ વર્તનને કેવી રીતે સમજું, શું કરું? નિષ્ણાત- ડૉ. જયા સુકુલ, ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ, નોઇડા જવાબ- પ્રશ્ન પૂછવા બદલ આભાર. સંબંધની શરૂઆતમાં ઉતાર-ચઢાવ આવવા સામાન્ય છે. પરંતુ જો કોઈ વ્યક્તિનું વર્તન સતત આવું જ રહે છે, તો તેને મનોવિજ્ઞાનમાં 'હૉટ-એન્ડ-કોલ્ડ બિહેવિયર' કહેવામાં આવે છે. જોકે, તમે તમારા પ્રશ્નમાં એ સ્પષ્ટ કર્યું નથી કે- અમે આ શક્યતાઓ વિશે એટલા માટે પૂછી રહ્યા છીએ, કારણ કે તમારા પ્રશ્નથી એ સ્પષ્ટ નથી કે તમને લઈને ડેટિંગ પાર્ટનરનો દૃષ્ટિકોણ શું છે? જોકે, જો બંને તરફથી પ્રેમનો અહેસાસ ન પણ હોય, તેમ છતાં કોઈ સંબંધમાં આવી સ્થિતિ સ્વસ્થ નથી. પ્રેમ કોઈ 'સંતાકુકડી'ની રમત નથી કોઈપણ સંબંધમાં સ્થિરતા પાયા સમાન હોય છે. આના આધારે સંબંધનું ભવિષ્ય નક્કી થાય છે. આ કોઈ ‘સંતાકુકડી’ (હાઇડ એન્ડ સીક)ની રમત નથી કે થોડા દિવસ સાથે છીએ અને થોડા દિવસો માટે અચાનક ગાયબ થઈ ગયા. આ પ્રકારની પરિસ્થિતિઓ સંબંધને ઝેરી બનાવી શકે છે. ગ્રાફિકમાં જુઓ, ટૉક્સિક સંબંધના સંકેતો- પાર્ટનર આવું ક્યારે વર્તન કરે છે? સામાન્ય રીતે પાર્ટનર આવું વર્તન ત્યારે કરે છે, જ્યારે તે રિલેશનશિપને લઈને અનિશ્ચિતતામાં હોય છે. શક્ય છે કે તે તમને પસંદ કરતી હોય, પરંતુ ભવિષ્યને લઈને ખાતરી ન હોય. તમે જણાવ્યું કે, તમે હજુ ડેટિંગ ફેઝમાં છો. એનો અર્થ એ છે કે સંબંધને લઈને કોઈ કમિટમેન્ટ નથી. આવી સ્થિતિમાં શક્ય છે કે તે તમારા સિવાય અન્ય વિકલ્પો પણ શોધી રહી હોય. આને 'અવૉઇડન્ટ બિહેવિયર' કહેવાય છે. એના બધા કારણો ગ્રાફિકમાં જોઈએ- યુવતીનો દૃષ્ટિકોણ પણ સમજો એ જરૂરી નથી કે યુવતી જાણીજોઈને તમારું દિલ દુખાવી રહી હોય. કેટલાક લોકો સંબંધોમાં વધુ નજીક આવવાથી ડરે છે. જ્યારે લાગણીઓ ખૂબ તીવ્ર બની જાય છે, ત્યારે તેઓ થોડું અંતર રાખવા લાગે છે. ક્યારેક જૂના સંબંધોના ખરાબ અનુભવો, જવાબદારીનો ડર અથવા જીવનની અન્ય મુશ્કેલીઓ પણ કારણ હોઈ શકે છે. તેથી કોઈ નિર્ણય લેતા પહેલા ખૂલીને વાત કરવી જરૂરી છે. બ્રેનનું ‘ડોપામાઇન લૂપ’માં ફસાવું જો કોઈ વ્યક્તિ હપ્તામાં પ્રેમ કરે છે, તો તેનાથી મગજ 'ડોપામાઇન લૂપ'માં ફસાઈ જાય છે. જ્યારે પાર્ટનર સારી રીતે વાત કરે છે, ત્યારે હાઈ અનુભવાય છે અને જ્યારે તે ગાયબ થાય છે, ત્યારે બેચેની અનુભવાય છે. Gen-Z તેને 'બેડક્રમ્બિંગ' પણ કહે છે. એનો અર્થ એ છે કે, વ્યક્તિને ફક્ત એટલા જ પ્રેમનાં ટુકડા આપવા, જેથી તે સંબંધ છોડીને ન જાય, પરંતુ તેને પૂરો હક પણ ન મળે. હવે તમારે એ શોધવું પડશે કે, ક્યાંક તમે પણ 'ડોપામાઇન લૂપ'માં ફસાઈ તો નથી ગયા ને. તેને નીચે આપેલા ગ્રાફિકમાં જોઈએ- સંબંધમાં જવાબદારી પણ જરૂરી સંબંધ ફક્ત એક વ્યક્તિના હિસાબે ચાલતો નથી. એમાં બંનેની પોતપોતાની હાજરી મહત્ત્વની હોય છે. એમાં બંને લોકોના સરખા ઇન્વેસ્ટમેન્ટ્સ હોય છે. આની સાથે બંનેની પોતપોતાની જવાબદારીઓ પણ હોય છે. તમારે શું કરવું જોઈએ? જે પરિસ્થિતિમાં તમે અત્યારે ફસાયેલા છો, તેમાં કોઈ પણ ઉતાવળિયો નિર્ણય તમને અપરાધભાવમાં મૂકી શકે છે. તેથી કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો- સ્પષ્ટ વાતચીત કરો યોગ્ય સમય પસંદ કરીને તમે તમારી લાગણીઓ શેર કરો. પાર્ટનરને સ્પષ્ટપણે જણાવો કે, 'જ્યારે તું ઘણા દિવસો સુધી ગાયબ હોય છે, ત્યારે હું મૂંઝવણ અને અસુરક્ષિતતા અનુભવું છું.' આ પ્રકારના વાક્યો પરિસ્થિતિને વધુ સારી રીતે વર્ણવી શકે છે. સાથે જ સંબંધની દિશા અને અપેક્ષાઓ પર ખૂલીને વાત કરવી જરૂરી છે. કમ્યુનિકેશનની અપેક્ષાઓ નક્કી કરો તમારા માટે કેટલી વાતચીત કે અપડેટ જરૂરી છે, તે સ્પષ્ટ કરો. જો પાર્ટનરને જગ્યા જોઈતી હોય, તો તે અગાઉથી જણાવે. આવો એક મૂળભૂત નિયમ બનાવવાથી સંબંધને સ્થિર બનાવી શકાય છે. ભાવનાત્મક સીમાઓ બનાવો તમારી ખુશીઓ અને મૂડને ફક્ત એક વ્યક્તિની ઉપલબ્ધતા પર નિર્ભર ન થવા દો. આ કોઈપણ સંબંધ માટે સ્વસ્થ નથી. મિત્રો, કામ અને શોખ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ભાવનાત્મક સંતુલન જળવાઈ રહે છે. સમયમર્યાદા નક્કી કરો સંબંધને સમજવા માટે પોતાને એક નિશ્ચિત સમય આપો. જો આ સમયગાળા દરમિયાન પણ વર્તનમાં સાતત્ય ન આવે, તો તે સંકેત છે કે સામેવાળી વ્યક્તિ પોતાનું 100 ટકા નથી આપી રહી. સન્માનને પ્રાથમિકતા આપો યાદ રાખો, જ્યાં તમારી હાજરીની કદર થતી નથી, ત્યાં સ્વસ્થ અને લાંબા સમય સુધી ટકી રહેલો પ્રેમ બની શકવો મુશ્કેલ છે. અંતિમ સલાહ જે સંબંધ તમને વારંવાર તમારી પોતાની કિંમત પર પ્રશ્ન કરવા મજબૂર કરે, તે લાંબા ગાળે ખુશી આપી શકતો નથી. પ્રેમમાં ઉત્સાહ જરૂરી છે, પરંતુ સ્થિરતા તેનાથી પણ વધુ જરૂરી છે. જો કોઈ વ્યક્તિ તમારી હાજરીને સરળતાથી સ્વીકારી શકતો નથી, તો તે પણ તેનો એક જવાબ હોઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    Behind stone-pelting in Madhya Pradesh village, dispute over a dam and villages set to be submerged
    Next Article
    નેશનલ હાઈવે પર ચાલતી કારમાં આગ લાગી:ઉનાળામાં જોખમ વધારે, ઓવરહિટિંગના 10 સંકેતો; કારને ઠંડી રાખવા માટેની 8 ટિપ્સ

    Related લાઈફ સ્ટાઈલ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment