Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૌ મહત્ત્વતા:કચ્છના યુવાનોમાં ‘પંચગવ્ય ગોબર સ્નાન’, ગૌસંસ્કૃતિ તરફ ફરી વધી રહ્યું છે આકર્ષણ

    9 hours ago

    આજના આધુનિક યુગમાં જ્યાં યુવા પેઢી પશ્ચિમી સંસ્કૃતિ અને બજારના મોંઘા કોસ્મેટિક્સ પાછળ દોડે છે, ત્યારે સરહદી જિલ્લા કચ્છમાં એક વિપરીત પરિવર્તન જોવા મળ્યું છે. સામાન્ય રીતે ગોબરનું નામ સાંભળતા જ નાક મચકોડતા યુવાનો હવે સવારે ગૌશાળાઓમાં પહોંચી, શુલ્ક ભરીને ‘પંચગવ્ય ગોબર સ્નાન’કરી રહ્યા છે. પૂર્વ કચ્છ અંજારના, નાની નાગલપર અને પશ્ચિમ કચ્છના રામપર વેકરા ખાતે દર મહિને યોજાતા આ કાર્યક્રમોમાં યુવાનોની સંખ્યા માં વધારો થયો છે. દેશી ગાયનું દૂધ, દહીં, શુદ્ધ ઘી, ગૌમૂત્ર અને મુખ્ય ઘટક તરીકે તાજાં ગોબરના મિશ્રણમાં ચંદન ઉમેરીને એક લેપ તૈયાર કરાઈ છે. મિશ્રણને અંદાજે એક કલાક સુધી આખા શરીરે રગડી સાદા પાણીથી સ્નાન કરવામાં આવે છે. તાજેતરમાં જ ગો સેવા ગતિવિધિ કચ્છ અને નીલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્રના સંચાલક મેઘજીભાઈ હીરાણી તથા રામપર વેકરાની તપોવનધામ ગોશાળાના સંચાલક દેવચરણ સ્વામીના માર્ગદર્શન હેઠળ પંચગવ્ય સ્નાનનું આયોજન કરાયું હતું. જેમાં 21 સંતો સહિત કુલ 78 લોકો જોડાયા હતા, જેમાંથી 90 ટકા તો માત્ર યુવાનો જ હતા. ગો સેવા ગતિવિધિના સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર સંયોજક રામજી વેલાણીએ જણાવ્યું હતું કે, ભુજ મુખ્ય સ્વામિનારાયણ મંદિરના કોઠારી ગોલોકવિહારી સ્વામી અને વિદ્યાર્થી સંતોએ પણ આ પ્રવૃત્તિમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. અનેક લોકોએ સ્વયં ગાય રાખવાનો નિર્ણય લીધો છે. જેમની પાસે ગાય રાખવાની જગ્યા કે અનુકૂળતા નથી, તેઓએ ‘ગો હોસ્ટેલ’નો વિચાર રજૂ કર્યો છે. જેમાં સામુહિક રીતે ગૌપાલન કરી ગૌ-સંસ્કૃતિને બચાવવાનો પ્રયાસ કરાશે. સાથે જ, પંચગવ્ય ગોબર સ્નાન કર્યાના અનુભવના પરિણામે અનેક યુવાનોએ હવેથી બજારના કેમિકલયુક્ત સાબુ કે શેમ્પૂનો ત્યાગ કરી ગાય આધારિત ઉત્પાદનો વાપરવાનો અને અન્યોને જોડવાનો સંકલ્પ લીધો છે. ગોબર સ્નાનના ફાયદા
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:UPમાં વાવાઝોડાંથી 111 મોત, પુતિને દુ:ખ વ્યક્ત કર્યું, દિલ્હીમાં ચાલુ બસે રેપ; ચોટીલા પાસે બર્નિંગ બસમાં 4 ભડથું
    Next Article
    ઓનલાઈન સટ્ટો રમતો ઇસમ ઝડપાયો:ભચાઉમાં મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો, 4ના નામ ખુલ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment