Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શુક્રવારનું રાશિફળ:મેષ અને કન્યા રાશિના જાતકોને પ્રમોશનના પ્રબળ યોગ, ગ્રહદશાના સાથથી ધન રાશિને મોટી સફળતા મળશે

    9 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 15 મે 2026, શુક્રવારના રોજ વૈશાખ વદ તેરસ/ચૌદસ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ મેષ છે. રાહુકાળ સવારે 10:57થી 12:35 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- દિવસ સામાન્ય રહેશે. કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિઓ પણ સર્જાશે, પરંતુ તમે તમારી યોગ્યતા અને વ્યવહારુ વિચારસરણીથી તેનો ઉકેલ લાવી શકશો. પ્રગતિ માટે સ્વભાવમાં થોડો સ્વાર્થ લાવવો પણ જરૂરી છે. ખાસ કરીને મહિલાઓ માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ છે. નેગેટિવ- માનસિક અને ભાવનાત્મક સ્થિતિમાં સંતુલન જાળવી રાખો. જોશમાં હોશ ન ગુમાવો. કોઈપણ પ્રકારની દસ્તાવેજી કાર્યવાહી કરતી વખતે નાની ભૂલ તમારા માટે મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. આવકની સાથે ખર્ચમાં પણ વધારો થશે. વ્યવસાય- કાર્યક્ષેત્રમાં આજે કેટલીક અનુકૂળ તકો સામે આવશે, પરંતુ કર્મચારીઓ સાથે કોઈ વાતને લઈને પરસ્પર મતભેદ થઈ શકે છે. આને ઉકેલવામાં કોઈ વરિષ્ઠ વ્યક્તિની મધ્યસ્થી સફળ રહેશે. કમિશન અને વીમા સંબંધિત કાર્યોમાં કોઈ વિશેષ સિદ્ધિ મળશે. નોકરીમાં પ્રમોશનના મહત્ત્વના યોગ બની રહ્યા છે. લવ- પતિ-પત્નીના પરસ્પર તાલમેલથી ઘરનું વાતાવરણ વ્યવસ્થિત અને ખુશખુશાલ રહેશે. યુવાનોએ પ્રેમ સંબંધોમાં પડીને સમય બગાડવો જોઈએ નહીં. સ્વાસ્થ્ય- કબજિયાત અને વાયુ વિકાર જેવી સમસ્યાઓથી રાહત મેળવવા માટે તમારી દિનચર્યાને સુવ્યવસ્થિત રાખવી પડશે. યોગ અને ધ્યાનને પણ તમારી દિનચર્યામાં સામેલ કરવું જરૂરી છે. લકી કલર- વાદળી લકી નંબર- 7 પોઝિટિવ- વાહન સંબંધિત ખરીદીની યોજનાઓ બનશે. મોસાળ પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. વિદ્યાર્થીઓની સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ તેમના પક્ષમાં આવશે, માત્ર તેમને પહેલાં કરતાં વધુ મહેનત કરવાની જરૂર છે. કલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળશે. નેગેટિવ- કોઈપણ પ્રકારના વિવાદમાં તમારી જાતને સામેલ કરશો નહીં. કોઈ મિત્ર અથવા સંબંધીને પૈસાની મદદ પણ કરવી પડી શકે છે. આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે કોઈ અયોગ્ય કાર્યનો સહારો ન લો. તમારા ગુસ્સા અને આવેશ પર કાબૂ રાખવો જરૂરી છે. વ્યવસાય- વ્યવસાયમાં ફેરફાર અંગે લેવામાં આવેલા નિર્ણયો સાચા સાબિત થશે. માર્કેટિંગ સંબંધિત કાર્યો પર વધુ ધ્યાન આપો. કોઈ મોટા અધિકારી અથવા નેતા સાથેની તમારી મુલાકાત ફાયદાકારક સાબિત થશે. નોકરી કરતા લોકો પર જવાબદારીઓ વધશે. લવ- પતિ-પત્નીના પરસ્પર તાલમેલથી ઘરની કોઈપણ સમસ્યા ઉકેલાઈ જશે. મનોરંજનમાં સમય પસાર થશે. સ્વાસ્થ્ય- તમારી ખાણીપીણી અને દિનચર્યાને સંયમિત રાખો. તેનાથી સ્વાસ્થ્ય સુધરશે અને ગેસ, એસિડિટી વગેરે જેવી સમસ્યાઓથી પણ રાહત મળશે. લકી કલર- બ્લુ લકી નંબર- 4 પોઝિટિવ- આજે વધુ પડતા કાર્યભારને કારણે થોડા પરેશાન રહેશો, પરંતુ મન મુજબ પરિણામ મળવાથી ખુશી પણ થશે. તમારી યોગ્યતા અને કાર્યક્ષમતાની પ્રશંસા થશે. બાળકોના શિક્ષણ અથવા કરિયર સંબંધિત કોઈ કામ થઈ શકે છે. આવક અને ખર્ચ સમાન રહેશે. નેગેટિવ- નાની નાની વાતો પર ગુસ્સો કરવો એ બની રહેલા કામને બગાડી શકે છે. જોકે, અત્યારે મહેનત મુજબ પરિણામ નહીં મળે, પરંતુ તમારા પ્રયત્નોમાં બિલકુલ ઘટાડો કરશો નહીં. કોઈપણ સમસ્યા આવે, ત્યારે તેના નિરાકરણ માટે તેના મૂળ સુધી જવું જરૂરી છે. વ્યવસાય- વેપારમાં ચાલી રહેલી અડચણો દૂર થશે. હોટેલ-રેસ્ટોરન્ટનું કામ કરનારાઓને સારો નફો થવાનો છે. સ્ટાફ અને કર્મચારીઓનો તમારા કાર્યમાં યોગ્ય સહયોગ રહેશે. પરંતુ કોઈપણ કાર્ય કરતી વખતે કાયદાકીય નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે, અન્યથા મુશ્કેલી આવી શકે છે. લવ- ઘરમાં સુખ-શાંતિ રહેશે, પરંતુ તમારા દાંપત્ય સંબંધોમાં કોઈ અન્ય વ્યક્તિની દખલગીરી ન થવા દો. પ્રેમ સંબંધો મર્યાદાપૂર્ણ રહેશે. સ્વાસ્થ્ય- ચિંતા અને તણાવ જેવી પરિસ્થિતિઓને તમારા પર હાવી થવા ન દો. ગેસ અને અપચાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારું ખાનપાન સંયમિત રાખો. લકી કલર- કેસરી લકી નંબર- 3 પોઝિટિવ- છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી દોડાદોડીમાંથી આજે થોડી રાહત મળશે અને તમે તમારા અંગત કાર્યો પર ધ્યાન આપી શકશો. કોઈ અનુભવી અને ધાર્મિક પ્રવૃત્તિ ધરાવતી વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી વિચારધારામાં પણ સકારાત્મક પરિવર્તન આવશે. નેગેટિવ- તમારી ક્ષમતા કરતા વધારે જવાબદારીઓ ન લો. વધુ પડતા કાર્યભાર અને વ્યસ્તતાને કારણે થાક અને ચીડિયાપણું અનુભવી શકો છો. મહિલાઓએ નકામી વાતોમાં સમય બગાડવો નહીં. વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકના માર્ગદર્શનને પૂરી રીતે અનુસરવાની જરૂર છે. વ્યવસાય- કાર્યક્ષેત્રમાં તમે તમારી મહેનત અને ક્ષમતાથી યોગ્ય વ્યવસ્થા ગોઠવી શકશો. સાથે જ ફેરફાર સંબંધિત યોજનાઓ પર કામ થશે. કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખો, કારણ કે તમારા લક્ષ્યને સફળ બનાવવામાં તેમનો યોગ્ય સહયોગ રહેશે. લવ- ગૃહસ્થ જીવન સુખદ અને શાંતિપૂર્ણ રહેશે. પ્રેમ સંબંધોમાં મર્યાદામાં રહેવું જરૂરી છે. સ્વાસ્થ્ય- વર્તમાન વાતાવરણ અને પ્રદૂષણથી તમારો બચાવ કરો. આ માટે યોગ, ધ્યાન વગેરે યોગ્ય ઉકેલ છે. લકી કલર- પીળો લકી નંબર- 2 પોઝિટિવ- કામ સરળતાથી પૂર્ણ થતા જશે, માત્ર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની જરૂર છે. ઘરમાં સુધારા અને જાળવણી સંબંધિત પણ કેટલીક યોજનાઓ બનશે અને આ યોજનાઓ ટૂંક સમયમાં અમલમાં પણ આવશે. જનસંપર્કનો દાયરો પણ વધશે અને ઘર પરિવારની જવાબદારીઓ પણ સારી રીતે નિભાવી શકશો. નેગેટિવ- પડોશીઓ સાથે કોઈ વાતને લઈને વાદ-વિવાદની સ્થિતિ બનશે. નકામી વાતોમાં ગૂંચવાઈ જવાને બદલે ઘરની પ્રવૃત્તિઓમાં અને બાળકો સાથે વ્યસ્ત રહો. નકામા ખર્ચાઓ પણ ઓછા કરો. ફાઇનાન્સ સંબંધિત કોઈ મોટો નિર્ણય લેવાનું ટાળો. વ્યવસાય- વેપારની સ્થિતિમાં સુધારો થશે અને નફો પણ વધશે. ફેરફાર સંબંધિત યોજનાઓ પર પણ વિચાર-વિમર્શ થશે. આયાત-નિકાસ સાથે જોડાયેલા લોકોનો કોઈ ખાસ સંપર્ક બની શકે છે. નોકરિયાતોને તેમની મહેનત પ્રમાણે પરિણામ મળશે. લવ- જીવનસાથીની સલાહ તમારા માટે સંજીવની જડીબુટ્ટી જેવું કામ કરશે. તમે તમારા કાર્યોને શ્રેષ્ઠ રીતે અમલમાં મૂકી શકશો. લગ્નેત્તર સંબંધોથી દૂર રહો. સ્વાસ્થ્ય- કોઈપણ પરિસ્થિતિમાં તણાવ લેવાનું ટાળો. દેશી તથા આયુર્વેદિક વસ્તુઓનું વધુમાં વધુ સેવન કરો. લકી કલર- કેસરી લકી નંબર- 3 પોઝિટિવ- કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ રાહતભર્યો રહેવાનો છે. કોઈપણ ક્ષેત્રમાં ચાલી રહેલી અડચણો દૂર થતી જણાશે. પારિવારિક પરંપરા અને સંસ્કારો જાળવી રાખવા માટે તમારા દ્વારા કેટલાક શ્રેષ્ઠ પ્રયાસો થઈ શકે છે. આધ્યાત્મિક સ્થળે થોડો સમય વિતાવવાથી તમારો માનસિક અને શારીરિક થાક દૂર થશે. નેગેટિવ- બીજાના અંગત કાર્યોમાં તમારી દખલગીરી અને અધિકાર ન રાખો. તેનાથી સંબંધોમાં કડવાશ આવશે. ભાઈઓ સાથે સંબંધો મધુર રાખવામાં તમારું યોગદાન જરૂરી છે. જો કોઈ મદદ પણ કરવી પડે, તો સંકોચ ન કરો. બાળકોએ મસ્તીની સાથે અભ્યાસમાં પણ ધ્યાન આપવું. વ્યવસાય- તમારી વ્યાવસાયિક પાર્ટીઓ સાથેના સંબંધોને વધુ મજબૂત કરવાની જરૂર છે. આનાથી તમને શ્રેષ્ઠ ઓર્ડર મળવાની પણ શક્યતા છે. ખાનપાન સાથે સંબંધિત વેપારમાં ફાયદો થશે. નોકરિયાતોને મન મુજબ કાર્યભાર મળશે, સાથે જ પ્રમોશન પણ શક્ય છે. લવ- પતિ-પત્ની વચ્ચે કોઈ બહારની વ્યક્તિની દખલગીરીને કારણે કેટલીક ગેરસમજ ઉભી થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં પણ થોડો મનભેદ રહેશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય અને સંબંધોમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખો. ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા રહી શકે છે. લકી કલર- ફિરોજી લકી નંબર- 6 પોઝિટિવ- તમે તમારી જવાબદારીઓને સારી રીતે નિભાવશો, જેનાથી મનમાં સંતોષની ભાવના રહેશે. ભાવનાત્મક રીતે નજીકના સંબંધીઓ સાથે તમારા સંબંધો મધુર બનશે. મહેમાનગતિમાં પણ ખુશખુશાલ સમય પસાર થશે. રોકાણ સંબંધિત બાબતો પર પણ વિચાર થશે. નેગેટિવ- પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખવી. શક્ય હોય તો ઓનલાઇન પેમેન્ટ્સને જ પ્રાધાન્ય આપો. વધુ સંવેદનશીલ હોવાને કારણે કોઈ મહત્ત્વપૂર્ણ કામ અધૂરું રહી જશે, તેથી પ્રેક્ટિકલ બનો. વિદ્યાર્થીઓ અને યુવાનોને કેટલીક અડચણોનો સામનો કરવો પડી શકે છે. વ્યવસાય- કારોબારી બાબતોમાં કરવામાં આવેલા પ્રયાસોના સારા પરિણામ મળવાના છે. ગ્લેમર, ફેશન વગેરે સંબંધિત વ્યવસાયમાં વધુ ધ્યાન આપવું પડશે. વેપારના કામકાજ અંગે કોઈ યાત્રા પણ કરવી પડી શકે છે. નોકરીમાં કાર્યભાર વધવાને કારણે તણાવ રહેશે. લવ- ઘરમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં તમારો પ્રયાસ જરૂરી છે. પ્રેમ સંબંધોમાં તણાવની સ્થિતિ બની શકે છે, તમારા સાથીને મનાવવાનો પૂરો પ્રયાસ કરો. સ્વાસ્થ્ય- તમે તમારી દિનચર્યા અને આહાર પ્રત્યે સજાગ રહેશો. તમે તમારી જાતને ઊર્જાવાન અને આત્મવિશ્વાસથી ભરપૂર અનુભવશો. લકી કલર- ક્રીમ લકી નંબર- 5 પોઝિટિવ- આજે તમારી સામે કોઈ એવી દરખાસ્ત આવી શકે છે, જે તમારા માટે ફાયદાકારક રહેશે. કોઈ અનુભવી અને ખાસ વ્યક્તિના માર્ગદર્શનથી તમને કોઈ નિર્ણય લેવામાં મદદ મળશે. કોઈ જરૂરિયાતમંદ સંબંધીને મદદ કરવાથી તમને આત્મિક અને માનસિક શાંતિ મળશે. નેગેટિવ- અંગત બાબતોને લઈને થોડી ચિંતા પણ રહેશે. ઈર્ષાળુ લોકોથી અંતર જાળવી રાખો. જમીન-મિલકત સંબંધિત અથવા પૈસાની લેવડ-દેવડ કરતી વખતે થોડી બેદરકારી સંબંધોમાં તિરાડ પાડી શકે છે. થોડો સમય આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વિતાવવો યોગ્ય રહેશે. વ્યવસાય- વ્યવસાયમાં કંઈક ને કંઈક સમસ્યાઓ રહેશે પરંતુ સાથે જ સરકારી કામ સંબંધિત વ્યવસાયમાં ફાયદો થઈ શકે છે. યુવા વર્ગ પોતાના કરિયરને લઈને ઝડપી નિર્ણય લેશે અને સફળ પણ થશે. આ સમયે તમારી કાર્યપદ્ધતિ કોઈની સામે જાહેર ન કરો, અન્યથા તમારી મહેનતનો શ્રેય બીજું કોઈ લઈ શકે છે. લવ- પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઈને થોડી નોક-ઝોક જેવી સ્થિતિ રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે. સ્વાસ્થ્ય- આ સમયે પ્રદૂષણ અને બદલાતા વાતાવરણથી તમારો બચાવ અવશ્ય કરો. હળવો અને પૌષ્ટિક ખોરાક લો. લકી કલર- બદામી લકી નંબર- 2 પોઝિટિવ- આજે ગ્રહ સ્થિતિ તમને કંઈક સારું આપવા માટે પ્રયત્નશીલ છે. જો તમે કોઈ ખાસ કાર્ય માટે પ્રયત્ન કરી રહ્યા છો, તો તેનાથી સંબંધિત યોગ્ય સફળતા મળવાની છે. લોકોની વાતોની ચિંતા કર્યા વગર તમારા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત રાખવું તમને ફાયદો આપશે. નેગેટિવ- બાળકોને સંસ્કાર અને સંસ્કૃતિનું જ્ઞાન આપો. તેમની સમસ્યાઓને સાંભળો અને ઉકેલો. તમારા અહંકાર અને ગુસ્સાને કારણે વાતાવરણ થોડું અસ્તવ્યસ્ત થઈ શકે છે, આ વાતનું ધ્યાન રાખો. યુવાનોએ સંગત બાબતે સજાગ રહેવું પડશે. વ્યવસાય- દૂરના પક્ષો સાથે સંપર્ક બનશે અને કામકાજ અંગે કરવામાં આવેલી કોઈ નજીકની યાત્રા તમારા માટે ફાયદાકારક રહેશે. પ્રોફેશનલ લોન, ટેક્સ વગેરે સંબંધિત બાબતોમાં થોડી ગૂંચવણો આવશે. નોકરિયાતોનો ઓફિસમાં યોગ્ય પ્રભાવ જળવાઈ રહેશે. લવ- દાંપત્ય જીવન સુખદ રહેશે. પ્રેમ સંબંધો જાહેર થઈ શકે છે, પરંતુ તેની નકારાત્મક અસર નહીં પડે. સ્વાસ્થ્ય- માથાનો દુખાવો અને નસોમાં ખેંચાણ જેવી સમસ્યા રહી શકે છે. સમયાંતરે આરામ પણ ચોક્કસ લેવો. નાની સાવધાની તમને સમસ્યામાંથી મુક્તિ અપાવશે. લકી કલર- વાદળી લકી નંબર- 7 પોઝિટિવ- ઘણી તકો સામે આવશે, પરંતુ ભાવુક થવાને બદલે પ્રેક્ટિકલ રીતે તમારા કાર્યો પૂર્ણ કરો. આનાથી મોટાભાગના કામ સમયસર પૂરા થશે. સમાજ અને નજીકના સંબંધીઓ વચ્ચે તમારો દબદબો પણ જળવાઈ રહેશે. નેગેટિવ- જૂની નકારાત્મક વાતોને વર્તમાન પર હાવી ન થવા દો, અન્યથા તણાવ વધી શકે છે. તમારા મનપસંદ કાર્યોમાં સમય પસાર કરવાથી તમને સકારાત્મક ઊર્જા મળશે. બીજાની બાબતોમાં વધુ દખલ ન કરો. યુવા વર્ગે કોઈ સમસ્યા આવે ત્યારે ગભરાવાને બદલે કામ કરવાની રીત બદલવી જોઈએ. વ્યવસાય- વ્યવસાયમાં જો વિસ્તરણ સંબંધિત કોઈ યોજના બનાવી રહ્યા હોય, તો તેના પર પુનર્વિચાર કરવો જરૂરી છે. જોકે, આવક વધારવાની કેટલીક સારી તકો પણ તમને મળી શકે છે, માત્ર તેને મેળવવામાં વિલંબ ન કરો. ઓફિશિયલ બાબતોમાં પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રહેશે. લવ- દાંપત્ય જીવનમાં મધુરતા જાળવી રાખવા માટે નાની-મોટી નકારાત્મક વાતોને અવગણો. પ્રેમ સંબંધોના મામલામાં એકબીજા પ્રત્યે સન્માનની ભાવના રાખો. સ્વાસ્થ્ય- તમારી વ્યવસ્થિત દિનચર્યા અને ખાનપાન તમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખશે. માત્ર વર્તમાન હવામાનથી તમારો બચાવ કરો. લકી કલર- સફેદ લકી નંબર- 1 પોઝિટિવ- આજે મીડિયા અથવા ફોન દ્વારા કોઈ ખાસ માહિતી મળશે, જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. આધ્યાત્મિકતા અને ધાર્મિક કાર્યોમાં પણ રુચિ વધશે. સાસરી પક્ષ સાથે ચાલી રહેલા મનદુઃખ દૂર થશે. યુવા વર્ગે ભવિષ્યની પ્રવૃત્તિઓનું આયોજન કરવું જોઈએ કારણ કે સમય અનુકૂળ છે. નેગેટિવ- ભાઈ-બહેનો સાથે સંબંધો મધુર જાળવી રાખવા માટે જો કોઈ સમજૂતી પણ કરવી પડે તો ખચકાશો નહીં. કોઈપણ પ્રકારની સમસ્યા આવે તો કોઈ નજીકના મિત્ર સાથે વિચાર-વિમર્શ અવશ્ય કરો. સ્વભાવમાં થોડી નમ્રતા રાખવી જરૂરી છે. જીદ અને ગુસ્સામાં પરિસ્થિતિ બગડી પણ જાય છે. વ્યવસાય- ઓનલાઈન સંબંધિત વ્યવસાયમાં તમારી જાતને અપડેટ રાખવાની જરૂર છે. જો તમે કોઈ નવું કામ શરૂ કર્યું છે, તો અત્યારે કેટલીક અડચણો રહેશે. પરંતુ હિંમત હારશો નહીં, જલ્દી જ પરિસ્થિતિ અનુકૂળ થઈ જશે. રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા વેપારીઓને સારો પ્રોજેક્ટ મળશે. લવ- દાંપત્ય સંબંધોમાં મધુરતા રહેશે. ધ્યાન રાખજો કે પ્રેમ સંબંધો તમારા માટે કોઈ સમસ્યા ઊભી કરી શકે છે. સ્વાસ્થ્ય- વર્તમાન હવામાનને કારણે એલર્જી અને શરદી-ઉધરસ જેવી સમસ્યા રહી શકે છે. તમારો યોગ્ય બચાવ કરો. લકી કલર- લીલો લકી નંબર- 3 પોઝિટિવ- અનુકૂળ સમય છે. વિચારેલી યોજનાઓ સફળ થતી જણાશે. તમારી જાતને ભાવનાત્મક રીતે ખૂબ જ મજબૂત અનુભવશો. ઘરના વરિષ્ઠ સભ્યોના સહયોગ અને આશીર્વાદથી તમારી યોજનાઓને બળ મળશે. બાળકો અભ્યાસ ઉપરાંત અન્ય સર્જનાત્મકતામાં પણ રુચિ લેશે. નેગેટિવ- જ્યારે તમારી બધી વસ્તુઓ સાચી દિશામાં જઈ રહી હોય, ત્યારે ઉતાવળ ન કરો. તમારા નજીકના સંબંધીઓ સાથેના સંબંધોમાં મધુરતા જાળવી રાખો. સાથે જ પડોશીઓ અથવા બહારની વ્યક્તિઓ સાથે કોઈ પણ અંગત વાતો શેર ન કરો. વ્યવસાય- વ્યવસાયને આગળ વધારવાની દિશામાં ચાલી રહેલા પ્રયાસોમાં ઘણી હદ સુધી સફળતા મળશે. માત્ર કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ અને માર્ગદર્શન અવશ્ય લેવું. સરકારી કર્મચારીઓએ પબ્લિક ડીલિંગ કરતી વખતે ખાસ સાવધ રહેવું. કેટલાક વિરોધીઓ સક્રિય થઈ શકે છે. લવ- પરિવારના સભ્યો સાથે કોઈ વાતને લઈને મનદુઃખ થઈ શકે છે. સમય અનુસાર તમારા વર્તનમાં પણ ફેરફાર લાવવો જરૂરી છે. એકબીજાની લાગણીઓનું સન્માન કરો. સ્વાસ્થ્ય- મોસમી બીમારીઓ પ્રત્યે સચેત રહો. શરીરમાં થોડી સુસ્તી અને આળસ હાવી રહેશે. વ્યવસ્થિત દિનચર્યા રાખો. લકી કલર- મોરપીંછ લકી નંબર- 8
    Click here to Read More
    Previous Article
    15 મેનું અંકફળ:અંક 1, 4 અને 9ના જાતકોને વેપારમાં વૃદ્ધિના સંકેત, અંક 7ના જાતકો માટે નવી મિલકત ખરીદવાનો શ્રેષ્ઠ સમય
    Next Article
    ફિનાઈલ પીને યુવકને આપઘાતનો પ્રયાસ:છૂટાછેડા માટે પત્નીએ રૂ.20 લાખ રોકડા અને 5 તોલા સોનું માંગ્યાનો આક્ષેપ, આડાસબંધ અને સાસરિયાઓ ત્રાસ આપતા હોવાનો પણ દાવો

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment