Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 20થી વધુ ઘાટ પર 5 લાખ લોકો કરશે છઠપુજા:ડિંડોલીમાં તળાવ પર જગ્યાઓ રોકવાનું શરૂ, ઉત્તર ભારત તરફ જતી સ્પેશિયલ ટ્રેનોની સંખ્યામાં વધારો કરવા માંગ

    1 week ago

    સુરત શહેરમાં વસતા લાખો ઉત્તર ભારતીયો માટે છઠ પૂજા એ સૌથી મોટો તહેવાર છે. દર વર્ષે છઠ પૂજામાં ભાગ લેનાર શ્રદ્ધાળુની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ વર્ષે પણ સુરત જિલ્લામાં અંદાજે 4 થી 5 લાખ જેટલા લોકો છઠ પૂજામાં જોડાશે તેવી શક્યતા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કૃત્રિમ તળાવો (થડ) અને નહેર-નદી કાંઠે વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આટલી વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડવાના હોવાથી ડિંડોલી ખાતે છઠ પૂજા તળાવ પર શ્રદ્ધાળુઓએ એક મહિના પહેલાથી જ પોતાની જગ્યા રોકવાનું શરૂ કરી દીધું છે. લોકોએ તળાવની પાળ પર પોતાના નામ અને મોબાઈલ નંબર લખીને અત્યારથી જ જગ્યા બુક કરી લીધી છે. ડિંડોલીમાં જગ્યા રોકવા મુદ્દે બિહાર સમાજની સ્પષ્ટતા ડિંડોલીમાં ઘાટ પર નામ અને નંબર લખીને જગ્યા રિઝર્વ કરવાની પ્રથા સામે આવતા બિહાર સમાજના આગેવાનોએ સ્પષ્ટતા કરી છે. બિહાર સમાજના લોકોએ અપીલ કરી છે કે, આ પ્રકારનું કોઈ 'રિઝર્વેશન' સંસ્થા તરફથી કરવામાં આવતું નથી. આ વ્યવસ્થા માત્ર સ્થાનિક લોકોએ પોતાની અનુકૂળતા માટે જાતે જ ઊભી કરી છે. સંસ્થા દ્વારા તમામને એક જ દિવસે એકત્ર થવા જણાવાયું છે. આગેવાનોના જણાવ્યા અનુસાર, છઠ પૂજા માટે આવતા તમામ લોકોનો સમાવેશ થઈ જાય છે, કોઈએ આ રીતે જગ્યા રોકી રાખવાની જરૂર હોતી નથી. 20થી વધુ સ્થળોએ પૂજા માટેની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા અને વિવિધ સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે શહેરમાં 18 થી 20 જેટલી જગ્યાઓ પર છઠ પૂજાની ભવ્ય વ્યવસ્થા કરવામાં આવે છે. અંબિકા નિકેતન પાછળ તાપી નદીના કિનારે અને અન્ય કૃત્રિમ તળાવો પર જે માહોલ સર્જાય છે, તે જોઈને એવું લાગે છે કે જાણે સુરત એક મિની બિહાર બની ગયું છે. આયોજકોના જણાવ્યા મુજબ સુરતમાં થતી છઠ પૂજાની વ્યવસ્થા બિહારમાં થતી વ્યવસ્થા કરતા જરાય ઉતરતી કક્ષાની નથી હોતી. દર વર્ષે નવા વ્રતીઓ આ પૂજામાં જોડાઈ રહ્યા છે. તહેવારોમાં વતન જવાની હોડ: રેલવે વ્યવસ્થા પડે છે ટૂંકી એક તરફ લાખો લોકો સુરતમાં છઠ પૂજા કરે છે, તો બીજી તરફ દિવાળી અને છઠ પૂજાના તહેવારોમાં સુરતથી લાખોની સંખ્યામાં પરપ્રાંતિયો પોતાના વતન ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, બંગાળ અને ઓડિશા જતા હોય છે. તહેવારોની આ સિઝનમાં સુરત રેલવે સ્ટેશન પર ભારે ભીડ ઉમટી પડે છે. રેલવે દ્વારા ચલાવવામાં આવતી સ્પેશિયલ ટ્રેનો પણ આ ભીડ સામે વામણી પુરવાર થાય છે. પરિણામે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. બિહાર સમાજની રેલવે વિભાગને અપીલ: સુવિધાઓમાં વધારો કરો વતન જતા મુસાફરોની હાલાકીને જોતા બિહાર સમાજ દ્વારા રેલવે તંત્રને આગોતરી વ્યવસ્થા કરવા માટે અપીલ કરવામાં આવી છે. સંસ્થાની માંગ છે કે ઉત્તર ભારત તરફ જતી સ્પેશિયલ ટ્રેનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવામાં આવે. આ ઉપરાંત, જે દિવસે સ્પેશિયલ ટ્રેન ઉપડવાની હોય તે દિવસે રેલવે સ્ટેશનની બહાર કલાકો સુધી રાહ જોતા મુસાફરો માટે ખાસ સુવિધાઓ ઊભી કરવામાં આવે. મુસાફરોને તડકામાં ઊભા ન રહેવું પડે તે માટે છાંયડા (મંડપ) અને પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. 'રેલવે વધુ ટ્રેનો ફાળવે અને મુસાફરોને અસુવિધા ન પડે તે જરૂરી' આ અંગે બિહાર ઝારખંડ સમાજ ટ્રસ્ટના ફાઉન્ડર પ્રેસિડેન્ટ અજય ચૌધરીએ જણાવ્યું હતું કે, "સુરતમાં છઠ પૂજાનો માહોલ અદભુત હોય છે. પાલિકાના સહયોગથી ખૂબ મોટી વ્યવસ્થા થાય છે, જેમાં ૪ થી ૫ લાખ લોકો ભાગ લે છે. ડિંડોલીમાં જે જગ્યા રોકવાની વાત છે, તે કોઈ નિયમ નથી. લોકો પોતાની રીતે નાના મંડપ કે સામાન મૂકવા આવું કરે છે, પરંતુ તમામને જગ્યા મળી જ રહે છે. અમારી મુખ્ય ચિંતા રેલવેની વ્યવસ્થા છે. તહેવારોમાં વતન જવા માટે લોકો ૧૨ થી ૨૪ કલાક સુધી સ્ટેશન પર લાઈનમાં ઊભા રહે છે. હું રેલવે વિભાગને આગ્રહ કરું છું કે વધુમાં વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવે. સાથે જ સ્ટેશન પર મુસાફરોને ૧૨ કલાક સુધી તડકામાં ઊભા ન રહેવું પડે તે માટે પીવાના પાણી અને છાંયડાની યોગ્ય વ્યવસ્થા થાય તે ખૂબ જરૂરી છે."
    Click here to Read More
    Previous Article
    ભાડા કરારની હકુમત વહીવટી શાખાને સોંપવાનો વિરોધ:વઢવાણ બાર એસોસિએશને રાજ્યવ્યાપી વકીલ આંદોલનને આપ્યું સંપૂર્ણ સમર્થન
    Next Article
    Amar Ujala Bulletin 7 July: Sanju Out, Vaibhav In? IND vs ZIM Squad | UP Rain Alert | Monsoon

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment