Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલોલના કાતોલ ગામે મહિલાનું ઝેરી દવા પીવાથી મોત:બે સંતાને માતા ગુમાવી, પોલીસ તપાસ શરૂ; આપઘાતનું કારણ અકબંધ

    10 hours ago

    પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કાતોલ ગામે રહેતી પાયલ માછી નામની પરિણીત મહિલાનું ઝેરી દવા પીવાથી મોત થયું છે. આ ઘટનાથી બે સંતાનોએ તેમની માતા ગુમાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બે સંતાનની માતા પાયલ માછીએ ગઈકાલે પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પરિવારજનોને જાણ થતાં જ તેમને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબો દ્વારા તેમને બચાવવાના પ્રયાસો કરાયા હતા, પરંતુ સારવાર દરમિયાન આજે તેમનું અવસાન થયું હતું. મૃતક પાયલબેનના બે બાળકો છે, જેમની ઉંમર પાંચ વર્ષ અને 18 માસ છે. પાયલબેને કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે હજુ જાણી શકાયું નથી. હાલમાં આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાલિકાના મુખ્ય ગેટ પર સ્પીકર ગુંજ્યા, 'સાહેબો, પેટ્રોલ બચાવો':રોજનું 7110 લિટર ઈંધણ વાપરતી SMC હવે કરકસરના મોડમાં, મિટિંગો માટે ધક્કા ખાવાને બદલે ઓનલાઈન થવા આદેશ
    Next Article
    નકલી ગૂગલ પ્લે અપડેટ દ્વારા 43,000 રૂપિયાનું સાયબર ફ્રોડ:પ્લે-સ્ટોરના નકલી નોટિફિકેશનથી છેતરપિંડી આચરી, 1930 પર ફરિયાદ કરી પેમેન્ટ બ્લોક કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ, જાણો બચવા માટેની ટીપ્સ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment