Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નકલી ગૂગલ પ્લે અપડેટ દ્વારા 43,000 રૂપિયાનું સાયબર ફ્રોડ:પ્લે-સ્ટોરના નકલી નોટિફિકેશનથી છેતરપિંડી આચરી, 1930 પર ફરિયાદ કરી પેમેન્ટ બ્લોક કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ, જાણો બચવા માટેની ટીપ્સ

    9 hours ago

    ટેકનોલોજીના આ યુગમાં સાયબર ક્રિમિનલ હવે ગૂગલ જેવા જ દેખાતા ફેક નોટિફિકેશન દ્વારા લોકોના બેંક એકાઉન્ટ સુધી પહોંચ મેળવી રહ્યા છે. વડોદરાના બાપોદ વિસ્તારમાં રહેતા ભાવેશ સોનાર આ પ્રકારના સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે, જેમાં તેમના ફોનમાં સીધું જ ગૂગલ પ્લે સ્ટોર અપડેટ નોટિફિકેશન આવ્યું હતું. માહિતી મુજબ, ભાવેશભાઈ નાઇટ શિફ્ટ જોબ પરથી ઘરે આવી આરામ કરી રહ્યા હતા ત્યારે તેમનો 12 વર્ષનો દીકરો મોબાઇલમાં ગેમ રમી રહ્યો હતો. આ દરમિયાન ગૂગલ પ્લે સ્ટોર અપડેટ માટેનું પોપ અપ નોટિફિકેશન આવ્યું હતું. બાળકે અપડેટ પર ક્લિક કરતા ફોન હેંગ થઈ ગયો હતો. ત્યારબાદ ફોન રીસ્ટાર્ટ કરતા બે અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ₹43,000 ડેબિટ થયાના SMS મળ્યા હતા. બેંક સ્ટેટમેન્ટ ચેક કરતા UPI મારફતે ₹23,000 ફિલિંગ સ્ટેશન ખાતે અને ₹20,000 અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર થયાનું સામે આવ્યું હતું. માત્ર 7 મિનિટમાં રૂપિયા ડેબિટ થતા સાયબર ફ્રોડ થયાનું લાગતા ભાવેશભાઈએ સાયબર એક્સપર્ટ નીતિન શ્રીમાળીનો સંપર્ક કર્યો હતો. પ્રાથમિક ટેકનિકલ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ગૂગલ અપડેટ તરીકે દેખાતું નોટિફિકેશન એક ફેક ઇન્ટરફેસ હતું, જેના પર ક્લિક કરતા ફોનમાં RAT Malware ધરાવતી APK ફાઇલ ઇન્સ્ટોલ થઈ હતી. આ Malware દ્વારા સાહેબ ક્રિમિનલ ફોનનો રીમોટ એક્સેસ મેળવી બેન્કિંગ અને UPI એપનો દુરુપયોગ કરી શકે છે. ટેકનિકલ ગાઈડન્સ મુજબ પીડિત દ્વારા તાત્કાલિક 1930 સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી પેમેન્ટ બ્લોક કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. Cyber Safety Tips: • Pop-up દ્વારા આવતા કોઈપણ Software Update પર Click ન કરવું. • Banking અને UPI Apps પર Strong Lock અથવા Biometric Security રાખવી. • અજાણી APK File અથવા શંકાસ્પદ Activity દેખાય તો તરત Internet બંધ કરી Device Scan કરાવવું. • Cyber Fraud થાય તો તરત 1930 અથવા cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવવી. નીતિન શ્રીમાળી દ્વારા જણાવાયું છે કે Cyber Criminal હવે માત્ર Link કે OTP નહીં પરંતુ Fake System Update દ્વારા પણ હુમલા કરી રહ્યા છે. સાથે AEPS Scam અને Deepfake આધારિત Fraud ના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો હોવાથી ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.
    Click here to Read More
    Previous Article
    કાલોલના કાતોલ ગામે મહિલાનું ઝેરી દવા પીવાથી મોત:બે સંતાને માતા ગુમાવી, પોલીસ તપાસ શરૂ; આપઘાતનું કારણ અકબંધ
    Next Article
    Heat Wave In Gujarat | રાજ્યમાં ગરમીનો પારો છટક્યો? ગરમીથી બચવા શું કરવું? | Red Alert | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment