Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હીરાના કારખાનેદારને જાનથી મારી નાખવાની ધમકી:કારીગરનો મોબાઈલ લઈ જવાના મામલે અરજી કર્યાની અદાવતમાં ધમકી આપ્યાની બે શખસ સામે ફરિયાદ

    14 hours ago

    ભાવનગર શહેરના ગઢેચી વડલા રોડ પર ભાયાણીની વાડીમાં રહેતા અને વિઠ્ઠલવાડી ઉદ્યોગનગરમાં હીરાનું કારખાનું ધરાવતા હિરેનભાઈ પટેલના એક કારીગર સાથે થોડા દિવસો પહેલા વિવાદ થયો હતો. ગત 13 મેના રોજ મજબૂતસિંહ જીલુભા જાડેજા નામના શખસે કારીગર સાથે ઝઘડો કરી તેનો મોબાઈલ ફોન લઈ લીધો હતો. આ બાબતે વેપારી હિરેનભાઈએ પોલીસમાં અરજી કરી હતી, જેનો ખાર રાખીને આરોપીઓએ વેપારીને ધમકાવવાનું નક્કી કર્યું હતું. કારખાનેદારની પત્નીને ઘરે જઈને ધમકાવી ઘરે જઈ પત્નીને આપી ધમકી જ્યારે હિરેનભાઈ પોતાના કારખાને હાજર હતા, ત્યારે બપોરના અઢી વાગ્યાના સુમારે મજબૂતસિંહ જાડેજા અને દેવેન્દ્રસિંહ ગોહિલ (બંને રહે. નિર્મળનગર) એક્ટિવા લઈને તેમના ઘરે પહોંચ્યા હતા. આરોપીઓએ ઘરની બહાર સતત હોર્ન વગાડીને વેપારીની પત્નીને બહાર બોલાવી હતી. ત્યારબાદ ઉશ્કેરાયેલા શખ્સોએ હિરેનભાઈની પત્નીને સીધી જ ધમકી આપતા જણાવ્યું હતું કે, 'તારા ઘરવાળાને સાંજ સુધીમાં મારી નાખવાનો છે.' આટલું કહી બંને શખસો ત્યાંથી નાસી છૂટ્યા હતા. બંન્ને શખસ સામે ફરિયાદ કરી પોલીસ કાર્યવાહી આ ગંભીર ધમકી બાદ ગભરાયેલા પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. સમગ્ર મામલે હિરેનભાઈ પટેલે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ BNS 351(3) અને 54 મુજબ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં લિંગ પરીક્ષણ રોકવા કલેક્ટર એક્શન મોડમાં:સોનોગ્રાફી સેન્ટરોની ઓચિંતી તપાસના કરવા કલેકટરનો આદેશ
    Next Article
    રાજકોટમાં મંદિરોના ડિમોલિશન મામલે VHP મેદાને:અર્જુન જ્વેલર્સમાં આવકવેરા વિભાગના દરોડા, પીવાનું પાણી ન આવતા મહિલાઓએ ચક્કાજામ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment