Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંહબાળને સ્વીફ્ટથી કચડી મારનાર ઝડપાયો:રાજુલાના દાતરડી પાસે અકસ્માત સર્જી નાસી છૂટ્યો, વનવિભાગે કોબડી ટોલનાકાથી અમદાવાદ પાસિંગની કારમાં દબોચ્યો

    9 hours ago

    ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના દાતરડી ગામ નજીક સિંહબાળને ટક્કર મારી મોત નીપજાવનાર સ્વીફ્ટ કારના ચાલકની વનવિભાગે કોબડી ટોલનાકા પાસેથી અટકાયત કરી છે. સીસીટીવી ફૂટેજ અને સઘન તપાસના આધારે રાજુલા વનવિભાગની 4 ટીમોએ ગણતરીના કલાકોમાં આ અકસ્માતનો કેસ ઉકેલી નાખ્યો છે. મોડી રાત્રે સિંહબાળનું અકસ્માતમાં મોત અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ પરથી પસાર થતા નેશનલ હાઈવે પર મોડી રાત્રે દાતરડી ગામ પાસે એક અજાણ્યા વાહનની અડફેટે સિંહબાળનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા રાજુલા રેન્જ વનવિભાગે મૃતદેહનો કબજો મેળવી તેને પીએમ અર્થે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખસેડ્યો હતો. વન્યજીવના મોતને પગલે પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના DCF ચિરાગ અમીને તપાસના આદેશ આપતા રાજુલા અને જાફરાબાદ RFOના નેતૃત્વમાં 4 અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. હોટલ, પેટ્રોલપંપના સીસીટીવીની તપાસ વનવિભાગે સ્થાનિક લોકોની પૂછપરછ કરવાની સાથે હાઈવે પરની હોટલો, પેટ્રોલ પંપ અને ટોલનાકાના CCTV ફૂટેજ તપાસ્યા હતા. તપાસ દરમિયાન શંકાસ્પદ સ્વીફ્ટ કાર (નંબર: GJ 27 EG 8613) અંગે કડી મળતા વનવિભાગની ટીમે મહુવા નજીક કોબડી ટોલનાકા પાસે વોચ ગોઠવી કારને અટકાવી હતી. કાર ચાલક ઈંદરસિંહ છતરસિંહ રાવત (રહે. રાજસ્થાન)ની પૂછપરછ કરતા તેણે અકસ્માતની કબૂલાત કરી હતી. આરોપી દીવથી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે જતી કારે સિંહબાળને અડફેટે લીધું હતું. વનવિભાગનું નિવેદન પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના ACF વિરલસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, અકસ્માત બાદ તુરંત ટીમો બનાવી તપાસ શરૂ કરાઈ હતી. આરોપી રાજસ્થાનનો વતની છે અને અમદાવાદથી દીવ ફરવા આવ્યો હતો. પરત ફરતી વખતે આ દુર્ઘટના બની હતી. હાલ આરોપીની અટકાયત કરી તેને નોટિસ આપવામાં આવી છે અને કાયદેસરની તપાસ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    4 વર્ષ બાદ મૌની રોયના લગ્ન જીવનમાં ભંગાણ:પતિ સૂરજ નાંબિયાર સાથે છૂટાછેડાની પુષ્ટિ કરી, કહ્યું- 'બદલાતી પ્રાથમિકતાઓને લીધે રસ્તા અલગ કર્યાં'
    Next Article
    AMCના અધિકારી-કર્મચારી માટે ફરજિયાત કાર પુલિંગ:ફિલ્ડ વિઝિટમાં પણ નિયમ લાગુ, BRTS-AMTSનો મહત્તમ ઉપયોગ કરવા સૂચના, કમિશનરે પરિપત્ર કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment