Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMCના અધિકારી-કર્મચારી માટે ફરજિયાત કાર પુલિંગ:ફિલ્ડ વિઝિટમાં પણ નિયમ લાગુ, BRTS-AMTSનો મહત્તમ ઉપયોગ કરવા સૂચના, કમિશનરે પરિપત્ર કર્યો

    10 hours ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ માટે કાર પુલિંગનો નિયમ ફરજિયાત કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ પરિપત્ર કરી જણાવ્યું હતું કે જે કર્મચારીઓ એક જ મ્યુનિસિપલ ઓફીસના કમ્પાઉન્ડમા અથવા નજીકની મ્યુનિસિપલ ઓફીસમા ફરજ બજાવતા હોય અને ઓફીસ આવવા જવા માટે કારનો ઉપયોગ કરતા હોય તો તેઓએ તેમની રહેઠાણની નજીક રહેતા કર્મચારીઓ સાથે ઓફીસ આવવા જવા માટે કાર પુલીંગ કરીને આવવાનુ રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી - કર્મચારી ઓએ એ.એમ.ટી.એસ, બી.આર.ટી.એસ, મેટ્રો જેવી પબ્લિક ટ્રાન્સપોર્ટનો મહતમ ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. જે અધિકારીઓને ફીલ્ડ વીઝીટમાં જવાનુ હોય તેઓએ તેમના સાથી અધિકારી- કર્મચારીઓ સાથે કાર પુલીગ કરીને અથવા ટુ વ્હીલર શેરીંગ કરીને ફીલ્ડ વીઝીટમાં જવાનુ રહેશે. જે કર્મચારીઓ એક જ મ્યુનિસિપલ ઓફીસના કમ્પાઉન્ડમાં અથવા નજીકની મ્યુનિસિપલ ઓફીસમા ફરજ બજાવતા હોય અને ઓફીસ આવવા જવા માટે ટુ વ્હીલરનો ઉપયોગ કરતા હોય તો તેઓએ તેમની રહેઠાણની નજીક રહેતા કર્મચારીઓ સાથે ઓફીસ આવવા જવા માટે ટુ વ્હીલર શેરીગ કરીને આવવા જવાની વ્યવસ્થા ગોઠવવાની રહેશે. અમે આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    સિંહબાળને સ્વીફ્ટથી કચડી મારનાર ઝડપાયો:રાજુલાના દાતરડી પાસે અકસ્માત સર્જી નાસી છૂટ્યો, વનવિભાગે કોબડી ટોલનાકાથી અમદાવાદ પાસિંગની કારમાં દબોચ્યો
    Next Article
    Gujarati Latest News LIVE | આજના તમામ મોટા સમાચાર | Latest Gujarati News | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment