Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રસ્તો બેટ બની ગયો:ગોત્રીમાં પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડતા હજારો લિટર પાણી વહી ગયું, અનેક વિસ્તારો ટેન્કર પર નિર્ભર

    9 hours ago

    વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રીમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. કાળઝાળ ગરમીમાં લોકો પાણી માટે બુમરાણ મચાવી રહ્યા છે તો બીજી તરફ ગોત્રી વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. પાણી રસ્તા ઉપર ફરી વળતા રસ્તા બેટ બની ગયા હોય તેમ લાગતું હતું. ગોત્રી પાણીની ટાંકી પાસે મુખ્ય લાઈન તૂટી ગોત્રી વિસ્તારમાં પાણીની ટાંકી પાસે ત્રણ રસ્તા ઉપર મુખ્ય લાઈનમાં કોઈક કારણોસર ભંગાણ સર્જાયું હતું. જેના કારણે ફૂલ પ્રેશર સાથે પાણી રોડ ઉપર ફરી વળ્યું હતું. એક તબક્કે રોડ ઉપર નદી હોય તેમ લાગી રહ્યું હતું. ભારે પ્રેશર સાથે પાણી રોડ ઉપર ફરી વળતા લોકો પણ હેરાન થયા હતા. હજારો લિટર પાણી રોડ ઉપર ફરી વળતા ભારે વેડફાટ જોવા મળ્યો હતો. બે દિવસ અગાઉ પણ લાઈન લીકેજ થઇ હતી ભર ઉનાળામાં માર્ગ ઉપર ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પાણીના પ્રવાહના કારણે વાહનચાલકોએ પણ ભારે હાલાકી વેઠવી પડી હતી. આ વિસ્તારમાં બે દિવસ અગાઉ પણ લાઈન લીકેજ થઇ હતી. જો કે ત્યારબાદ પાલિકા દ્વારા સમારકામના દાવા તો કરવામાં આવ્યા હતા, પરંતુ ફરી તે જ સ્થળે લાઈન લીકેજ થતા પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. મહાનગરપાલિકા કાયમી ઉકેલ ક્યારે લાવશે તેવા પણ સવાલો લોકો કરી રહ્યા છે. અનેક વિસ્તારમાં ઉનાળામાં ટેન્કરથી પાણી મંગાવાય છે શહેરના અનેક વિસ્તારમાં પાણીની સમસ્યા ઉદ્ભવી છે. કેટલાય વિસ્તારમાં ઓછા પ્રેશર સાથે પાણી મળી રહ્યું છે. તો અનેક વિસ્તારમાં દુષિત પાણી મળતું હોવાની પણ બૂમો ઉઠી છે. શહેરના અનેક વિસ્તારોમાં આજે પણ ટેન્કરથી પાણી મંગાવવું પડે તેવી સ્થિતિ છે. મહાનગરપાલિકા લોકોને પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડી શકતી નથી તો બીજી તરફ અવારનવાર હજારો લિટર પાણી ગટરમાં વહી જાય છે તે કેટલું યોગ્ય છે તેવા પણ સવાલ લોકો કરી રહયા છે.
    Click here to Read More
    Previous Article
    400 કરોડના ગુજરાતી કૌભાંડીનો ઉદયપુરમાં 100 કરોડનો ભવ્ય રિસોર્ટ:ઉત્પલ પટેલે ગિફ્ટ સિટીના નામે 8 રાજ્યના લોકોને છેતર્યા, ઝૂમ મિટિંગમાં ધમકી આપી
    Next Article
    કમાટીબાગના પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા પ્રયાસો:સત્તત પાણીનો છંટકાવ અને બરફના બ્લોક્સ મૂકવામાં આવ્યા, ઋતુ અનુસાર ફળ આપી આરોગ્યની કાળજી માટે 24 કલાક પશુ ચિકિત્સકની ટીમની દેખરેખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment