Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં સાયબર ફ્રોડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો:જલાલપોર પોલીસે ‘ઓપરેશન મ્યુલ હંટ’ હેઠળ સિંધી કેમ્પમાંથી દબોચ્યો

    8 hours ago

    નવસારી જિલ્લામાં સાયબર ગુનાખોરીને ડામવા માટે ચલાવવામાં આવી રહેલા 'ઓપરેશન મ્યુલ હંટ' અંતર્ગત જલાલપોર પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને સાયબર છેતરપિંડી આચરનાર મુખ્ય સૂત્રધાર પ્રજ્ઞેશ ઉર્ફે સુખા ભરવાડની ધરપકડ કરી છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને નવસારી પોલીસ અધિક્ષક રાહુલ પટેલ (IPS) દ્વારા જિલ્લામાં સાયબર ગુનાખોરીને નાથવા માટે 'મ્યુલ હંટ' નામની વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક એસ.કે. રાયના માર્ગદર્શન હેઠળ જલાલપોર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.જી. રાઠોડ અને તેમની ટીમને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચના અપાઈ હતી. જલાલપોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ, આરોપી પ્રજ્ઞેશ ઉર્ફે સુખાભાઈ ધનાભાઈ ભરવાડ પોલીસ પકડથી બચવા માટે સતત પોતાના રહેઠાણ બદલી રહ્યો હતો. જોકે, પોલીસની સતર્કતા અને બાતમીદારોના નેટવર્કને કારણે તેની ભાળ મળી હતી. જલાલપોર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અજયસિંહ જયેંદ્રસિંહ અને કોન્સ્ટેબલ પોપટભાઈ દીપાભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી હાલ નવસારીના સિંધી કેમ્પ, ગોપાલનગર વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ પ્રજ્ઞેશ ઉર્ફે સુખાભાઈ ધનાભાઈ ભરવાડ છે અને તે નવસારીના સિંધી કેમ્પ, ગોપાલનગર, પરમેશ ડાયમંડ રોડ પર રહે છે. તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ ઓપરેશનમાં જલાલપોર પોલીસ સ્ટેશનના પી.આઈ. એલ.જી. રાઠોડ, એ.એસ.આઈ. રાકેશભાઈ, હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ, અજયસિંહ, કોન્સ્ટેબલ પોપટભાઈ, હરેશભાઈ, પિયુષભાઈ, ધીરજકુમાર, મયુરભાઈ અને શિવરાજસિંહ સહિતના સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
    Click here to Read More
    Previous Article
    રામોલમાં રોડ પર દેશી દારૂની રેલમછેલ:ખેડાથી આઇસર ટ્રકમાં લવાતી પોટલીઓનો જથ્થો રોડ ઉપર પડ્યો, અસારવાના બુટલેગરે મંગાવ્યાનો ઘટસ્ફોટ
    Next Article
    12 CBSE પરિણામ:અજમેરથી અલગ થયેલું અમદાવાદ રીજીયન પહેલા જ વર્ષે 7મા ક્રમે, પેરન્ટ રીજીયન 11મા ક્રમે ધકેલાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment