Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    12 CBSE પરિણામ:અજમેરથી અલગ થયેલું અમદાવાદ રીજીયન પહેલા જ વર્ષે 7મા ક્રમે, પેરન્ટ રીજીયન 11મા ક્રમે ધકેલાયું

    13 hours ago

    સીબીએસઈ (સેન્ટ્રલ બોર્ડ ઓફ એજ્યુકેશન બોર્ડ) દ્વારા ફેબ્રુઆરી-માર્ચ- 2026 દરમ્યાન લેવાયેલી ધોરણ 12ની પરીક્ષાનું ઓલ ઇન્ડિયા લેવલનું 85.20 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષના 88.39 ટકા પરિણામની તુલનાએ આ વર્ષે ધોરણ-12નું પરિણામ 3.19 ટકા જેટલું ઓછું આવ્યું છે. વિદ્યાર્થિનીઓનું પરિણામ 88.86 ટકા જ્યારે વિદ્યાર્થીઓનું 82.13 ટકા આવ્યું છે. આમ વિદ્યાર્થિનીઓનું 6.73 ટકા પરિણામ વધારે રહ્યું છે. આ વર્ષે અજમેર રીજીયનમાંથી અલગ કરાયેલા અમદાવાદ રીજીયન (આમાં ગુજરાતનો સમાવેશ થાય છે)માં 35939માંથી 32561 વિદ્યાર્થી પાસ થતાં પરિણામ 90.60 ટકા આવ્યું છે. આમ દેશના કુલ 22 રીજીયનમાં અમદાવાદ 7મા ક્રમે છે. તેમાં વિદ્યાર્થિનીઓનું પરિણામ 92 ટકા જ્યારે વિદ્યાર્થીઓનું 89.52 ટકા આવ્યું છે. આમ અમદાવાદમાં પણ વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓનું પરિણામ 2.48 ટકા વધારે આવ્યું છે. એક વિષયમાં નાપાસ થયેલા અથવા પરિણામમાં સુધારો કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે 15 જુલાઈએ પૂરક પરીક્ષા લેવાશે. ગુણચકાસણી અને રી ઈવેલ્યુએશનની પ્રક્રિયા અંદાજે 18મી આસપાસ શરૂ થશે. અમદાવાદ રીજીયનની કુલ 449 શાળાના વિદ્યાર્થીઓની પરીક્ષા 185 પરીક્ષા કેન્દ્રમાં લેવાઈ હતી. ઍસોસિયેશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલ્સની 60 સ્કૂલનું 88 ટકા જેટલું પરિણામ આવ્યું એઓપીએસ (ઍસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલ્સ)ના સેક્રેટરી પ્રહર અંજારિયાએ જણાવ્યું કે રાજ્યની 60 સીબીએસઈ સ્કૂલનું સરેરાશ 88 ટકા પરિણામ આવ્યું છે, આ સ્કૂલોનુ પરિણામ ગત વર્ષ 2025ની પરીક્ષાના સરેરાશ 80 ટકા પરિણામની તુલનાએ 8 ટકા વધારે આવ્યું છે. ગુણચકાસણીની 2-3 દિવસમાં જાહેરાત થશે અમદાવાદ રીજને દેશનાં 22 સેન્ટરમાં સાતમો ક્રમાંક મેળવ્યો છે. જે વિદ્યાર્થીને પરિણામથી અસંતોષ હોય, ઈવેલ્યુએશન કરાવવું હોય તે અંગેની કાર્યવાહી સીબીએસઈની વેબસાઈટના માધ્યમથી કરી શકાશે. જેની આગામી 2થી 3 દિવસમાં જાહેરાત આવશે.’-અનિલ કુમાર ઠાકુર, રીજનલ ઑફિસર, સીબીએસઈ બોર્ડ, અમદાવાદ દેશના રીજીયનના નામ અને ટકાવારી ત્રિવેન્દ્રમ - 95.62, • ચેન્નાઈ - 93.84, • મેંગલુરુ - 93.19, • વિજયવાડા - 92.77, • દિલ્હી પશ્ચિમ - 92.34, • દિલ્હી પૂર્વ - 91.73, • અમદાવાદ - 90.60, • ગુરુગ્રામ - 88.45, • લુધિયાણા - 87.92, • પુણે - 87.32, • અજમેર - 86.78 ગુજરાતની શાળાઓનાં પરિણામ સ્કૂલના પ્રકાર વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ કુલ સરકારી 93.81 93.14 93.58 સ્વતંત્ર (ખાનગી) 89.34 91.79 90.41 જેએનવી 98.92 99.41 99.13 કેન્દ્રીય વિદ્યાલય 99.04 99.19 99.11 પરિણામને લગતી સમીક્ષા- પુલકિત ઓઝા, ડૉ. રાજેન્દ્ર ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર, એક્સપર્ટ • અત્યાર સુધી ગુજરાત અજમેર રીજીયન હેઠળ આવતું હતું, જે ખૂબ મોટું ક્ષેત્ર હતું. અમદાવાદ અલગ થવાથી ગુજરાતની શાળાઓ પર બોર્ડનું ધ્યાન અને વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી અને કેન્દ્રિત બની છે. • ગુજરાતમાં કેન્દ્રીય વિદ્યાલય (99.11%) અને જવાહર નવોદય વિદ્યાલય (99.13%)એ ખાનગી શાળાઓ (90.41%) કરતાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. સરકારી શાળાઓનું 93.58% પરિણામ દર્શાવે છે કે રાજ્યમાં સરકારી શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે. • વિદ્યાર્થીઓ સીબીએસઈ સિલેબસ સાથે JEE અને NEET જેવી નેશનલ લેવલની પરીક્ષાઓની સઘન તૈયારી કરે છે. સીબીએસઈનો અભ્યાસક્રમ આ પરીક્ષાઓને અનુરૂપ હોવાથી વિદ્યાર્થીઓ કોન્સેપ્ટ ક્લિયરિટીમાં વધુ મજબૂત સાબિત થયા છે. • પરિણામમાં સ્ટ્રીમવાઇઝ કે મેરિટ જાહેર ન કરવાની નીતિને કારણે વિદ્યાર્થીઓ પરથી રેન્કર બનવાનું દબાણ ઘટ્યું છે. તેને બદલે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત થતાં પરિણામમાં અમદાવાદે (90.60%) રાષ્ટ્રીય સરેરાશ (85.20%) કરતાં સારો દેખાવ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં સાયબર ફ્રોડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો:જલાલપોર પોલીસે ‘ઓપરેશન મ્યુલ હંટ’ હેઠળ સિંધી કેમ્પમાંથી દબોચ્યો
    Next Article
    Stock Market LIVE Updates, Sensex Today: Sensex, Nifty Trade Flat After Wall Street Rally

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment