Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણાના ખરસદામાં મારામારી ઘટના:પાણીની પાઇપલાઇન પર ટ્રેક્ટર લઈ જવાની ના પાડતાં બે ભાઈ બાખડયા

    8 hours ago

    મહેસાણા તાલુકાના ખરસદા ગામે પંચાયતે રસ્તામાં નવી નાખેલ પાણીની પાઇપલાઇન ઉપર ટ્રેક્ટર લઈ જવાની ના પાડતાં મોટાભાઈને નાનાએ લાકડીના ફટકા માર્યા હતા. જ્યારે તેમની પત્નીએ જેઠાણીને માથામાં ઇંટ મારતાં લોહી નીકળતી હાલતમાં મહેસાણા સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. ખરસદા ગામે રામવિજય નગરમાં રહેતા અરવિંદભાઈ કેશવલાલ પટેલ ટ્રેક્ટર લઈને નીકળતાં તેમના સગાભાઇ દિનેશભાઈ કેશવલાલ પટેલે પંચાયતે ગઈકાલે જ પાઇપ લાઇન નાખી હોય પાઇપ ઉપરથી ટ્રેક્ટર લઈ જશો તો લાઈન તૂટી જશે તેમ કહેતાં નાના ભાઈ અરવિંદભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલી લાકડીના બે ત્રણ ફટકા મારી દીધા હતા. બુમાબુમ કરતા દોડી આવેલ તેમની પત્ની સુભદ્રાબેન છોડાવવા પડતા, અરવિંદભાઇની પત્ની મેઘાબેને રસ્તામાં પડેલી ઇંટનું રોડું સુભદ્રાબેનને કપાળના ભાગે મારતાં લોહી નીકળવા માંડ્યું હતું. દિનેશભાઈ અને પત્ની સુભદ્રાબેનને સારવાર માટે ખસેડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    SOGએ 17.18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો:હિંમતનગર- શામળાજી હાઇવે પરથી રૂ. 7.10 લાખનો પોષડોડાનો પાવડર, અફીણ ઝડપાયું
    Next Article
    આધેડનો મૃતદેહ મળ્યો‎:મસાલી ગામથી મજૂરીએ જવાનું કહી ઘરેથી નીકળેલા આધેડ બીજા દિવસે મૃત હાલતમાં મળતાં ચકચાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment